ટીઆરપી લિસ્ટમાં તારક મહેતા કા ઉલટા ચશ્માંએ મારી બાજી, કપિલ શર્મા અને અમિતાભ બચ્ચને લીધી એન્ટ્રી

કોઈપણ ટીવી શો દર્શકોની વચ્ચે કેવું પરફોર્મ કરી રહ્યો છે એનો અંદાજો દર સપ્તાહે ટીઆરપીની જોઈને લગાવી શકાય છે. હવે ટીવી સિરિયલ્સના 35માં સપ્તાહનું લિસ્ટ પણ સામે આવી ગયું છે.આ વખતે ટીઆરપી લિસ્ટ ઘણું અલગ છે કારણ કે આ વખતે કેબીસી અને કપિલ શર્મા શોએ આ લિસ્ટમાં ટોપ 5માં એન્ટ્રી કરી છે. જેના કારણે ઘણા શો લિસ્ટમાંથી બહાર થયા છે.

તારક મહેતા કા ઉલટા ચશ્મા.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મા 13 વર્ષથી દર્શકોની પહેલી પસંદ બનેલો છે. આ શો દ્વારા ઘર ઘરમાં હાસ્યની છોળો ઊડતી રહે છે. શો આ વખતે પણ નંબર 1 પર છવાયેલો છે..

અનુપમાં

image source

રૂપાલી ગાંગુલીનો શો અનુપમાનો દબદબો હજી પણ કાયમ છે આ શોમાં અનુજ કપાડીયાની એન્ટરીથી એક નવો દોર શરૂ થતો દેખાઈ રહ્યો છે. શો સતત પહેલા કે બીજા નંબર ઓર છવાયેલો રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે અને મદાલસા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.

કોન બનેગા કરોડપતિ 12.

image source

મહાનાયક અમિતાભ બચ્ચનના આ ઉમદા રિયાલિટી કવિઝ શોએ આવતાની સાથે જ દર્શકોનું દિલ જીતવાનું શરૂ કરી દીધું છે. આ શોએ સીધા ત્રીજા નંબર પર એન્ટ્રી મારી છે.

ધ કપિલ શર્મા શો.

image source

હાસ્યની છોળોની મહેફિલ ફરી એકવાર જામી ગઈ છે. ખૂબ જ ઓછા સમયમાં ધ કપિલ શર્માના નવા સિઝને ચોથા નંબર પર જગ્યા બનાવી લીધી છે.

સુપર ડાન્સર 4.

શિલ્પા શેટ્ટીના કમબેકની સાથે જ આ ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ જીવ આવી ગયો છે. શો દર વખતની જેમ લિસ્ટમાં ટોપ 5માં જગ્યા બનાવેલી છે.

ડાન્સ દિવાને 3.

image source

માધુરી દીક્ષિતના રિયાલિટી શો ડાન્સ દિવાને આ લિસ્ટમાં થોડો નીચે સરકીને 6ઠા પોઝિશન પર છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે.

મોહસીન ખાન અને શિવાંગી જોશી સ્ટારર સિરિયલ પણ લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. એ સાતમા નંબર પર છે.

કુમકુમ ભાગ્ય.

image source

ઘણા વર્ષોથી લોકોનું દિલ જીતનારી કુમકુમ ભાગ્યની સ્ટોરી આજે પણ એનો જાદુ જાળવી રાખેલો છે.

યે હે ચાહતે.

આ શો યે હે મોહબબતેનું સ્પિન ઓફ છે. જે આ વખતે આ લિસ્ટમાં નવમા સ્થાને છે.

ખતરો કે ખિલાડી 11.

image source

ફીનાલે હવે નજીક છે પણ શોની ટીઆરપી ઘટી ચુકી છે. આ શો આ વખતે 10માં નંબર પર આવીને લિસ્ટમાં સૌથી નીચે છે.