જો તમારા ઘરમાં પણ બંધ ઘડિયાળ પડી હોય તો આજે જ થઇ જજો સાવધાન, નહિં તો…

મિત્રો, વર્તમાન સમયમા દરેક ઘરમા તથા દરેક ઘરના ઓરડામા એક ઘડિયાળ તો અવશ્યપણે હોય જ છે. વાસ્તુમા આ વસ્તુને લઈને અનેકવિધ પ્રકારના નિયમો જણાવવામા આવેલા છે. જો તમે આ પ્રકારના નીતિ-નિયમોને તમારા રોજીંદા જીવનમા અનુસરો તો તમારો ખરાબ સમય તુરંત દૂર થઇ જાય છે અને સમય સારો રહે. તો ચાલો જાણીએ આ વિશે.

image source

વાસ્તુવિજ્ઞાન મુજબ ઘરની દક્ષિણ દિશાને સ્થિરતાની દિશા માનવામા આવે છે. જો તમે આ દિશામા ઘડીયાલ લગાવો તો તમારી પ્રગતિનો સમય ખુબ જ ધીમો રહેશે. જો ઘરની દીવાલમા આ દિશામા જો કલોક લગાવવામા આવે તો ઘરના વડીલ વ્યક્તિનુ સ્વાસ્થ્ય કથળી જાય છે.

image source

જો તમે દરવાજાની પાસે કલોકનુ સ્થાન રાખો તો તમારા ઘરમા તણાવમા વૃદ્ધિ થઇ શકે છે અને તેના કારણે સમસ્યાઓમા પણ વૃદ્ધિ થઇ શકે છે. આ સિવાય જો તમે પૂર્વ દિશા તરફ ઘડિયાલ લગાવો તો ઘરનુ વાતાવરણ અત્યંત શુભ પ્રેમાળભર્યુ રહે છે માટે હમેંશા આ દિશામા જ લગાવવી.

image source

જો તમે તમારા ઘરની પશ્ચિમ દિશા તરફ કલોક લગાવવામાં આવે તો તમારા ઘરના સદસ્યોને નાણા કમાવવા માટે નવા અવસરની પ્રાપ્તિ થઇ શકે. આ સિવાય જો ઘરની ઉતર દિશા તરફ કલોક લગાવવામા આવે તો તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નુકશાન થતુ નથી તથા ઘરમા ક્યારેય પણ નાણાભીડની સમસ્યા થતી નથી.

image source

જો તમારા ઘરની કોઈ ઘડિયાળ તૂટેલી કે બંધ થઇ ચુકી હોય તો ઘરનુ વાતાવરણ સકારાત્મક રહેતુ નથી અને ઘરમા નકારાત્મકતાનુ પ્રમાણ વધવા લાગે છે. જો તમારા ઘરમા પણ કોઈ એવી ઘડિયાળ પડી હોય તો તેને તુરંત જ દૂર કરી દો નહીતર તમારા ઘરની આસપાસ નેગેટીવીટી ફેલાઈ જશે.

image source

આ સિવાય વાસ્તુ મુજબ જો સાચા સમયથી તમારી કલોક વધારે પડતી આગળ ચાલતી હોય કે વધારે પડતી પાછળ ચાલતી હોય તો તે જરાપણ સારુ માનવામા આવતુ નથી. તે તમારા માટે હાર અથવા તો નુકશાનીનુ કારણ સાબિત થઇ શકે છે. આ કારણોસર ઘરની તમામ કલોકને હમેંશા રાઈટ ટાઈમ પર સેટ કરીને રાખો.

image source

આ ઉપરાંત જો ઘરમા તમે લીલા રંગની, ઓરેંજ રંગની તથા તમારા વ્યવસાય ક્ષેત્રે કાળા અને ભૂરા રંગની કલોક લગાવવી જોઈએ નહિ. જો તમે તમારા ઘરમા અથવા તો તમારા વ્યવસાય ક્ષેત્રે આ રંગની કલોક લગાવો છો તો તમારા ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધે છે. આ સિવાય જો ઘરના હોલમા અથવા તો ઘરના બેડરૂમમા ગોળાકાર કલોક લગાવો તો અત્યંત શુભ માનવામા આવે છે. જો તમે આ જગ્યાએ લગાવો તો ઘરમા શાંતિ અને પ્રેમ બન્યો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત