શું તમારું વજન પણ બહુ વધી ગયું છે? તો માત્ર આ ટાઇમ પર કરો ડિનર, અને ઘટાડી દો 27 કિલો વજન

આજ કાલ ભાગ દોડ વાળી જિંદગીમાં લોકોને પોતાનો માટે ઘણો ઓછે સમય મળે છે. સાચુ રૂટીન ન હોવાને કારણે વજનમાં વધારો થવો સામાન્ય બાબાત થઈ ગઈ છે. લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરે છે. કોઈક સ્ટ્રિક્ટ ડાઈટ પ્લાનના માધ્યમથી, તો કોઈ કસરત અને વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. જાડાપણું એક એવી સમસ્યા છે જે ફક્ત શારીરિક જ નહીં માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ચિંતાજનક છે. જાડાપણું શારીરિક સમસ્યાઓની સાથે ડિપ્રેશનની સમસ્યા તરફ પણ દોરી જાય છે.

27 કિલો વજન ઓછું કર્યું

image source

દૈનિક રૂટીનમાં કેટલાક જરૂરી ફેરફારો કરીને વજન ઘટાડવાનું કામ પણ સરળતાથી કરી શકાય છે અને 39 વર્ષીય આર્કિટેક્ટ સૌરભ નૌટિયલે તેની રૂટીનમાં સમાન ફેરફાર કરીને આ કામ કરી બતાવ્યું છે. વજન ઓછું કરવા માટે સૌરભ નૌટિયલે તેના રોજિંદા જીવનમાં એક ખૂબ સામાન્ય પરંતુ જરૂરી ફેરફાર કર્યા હતા અને 1-2 નહીં પરંતુ 27 કિલો વજન ઓછું કર્યું હતું. પોતાની વજન ઘટાડવાની જર્ની વિશે વાત કરતા સૌરભ નૌટિયલે કહ્યું કે, મેદસ્વીપણાને કારણે હું ખૂબ થાક અનુભવવા લાગ્યો હતો. એનર્જી લેવલ પણ ઘણુ ઘટી ગયું હતુ.

30 વર્ષની ઉંમરે જ મારા સ્ટેમિનામાં નોંધપાત્ર ઘટાડો

image source

30 વર્ષની ઉંમરે જ મારા સ્ટેમિનામાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો હતો અને હું ખૂબ જ ઉદાસ અને હતાશ રહેવા લાગ્યો હતો. પરંતુ, જ્યારે આ વદુ ગયું પછી મે વજન ઘટાડવાનું નક્કી કર્યું અને મારા ડાયેટ પ્લાનથી લઈને ખાવાના સમય સુધી બદલાવ કર્યો. આ દરમિયાન, તેમણે તેમના આહાર અને ફિટનેસ સિક્રેટ વિશે પણ વાત કરી હતી, જેમાં તેના ફિટનેસ સીક્રેટ વીશે વાત કરી.

ડાયેટ અને ફીટનેસ સીક્રેટ

image source

સવારનો નાસ્તો – સૌરભ નૌટિયલે વજન ઘટાડવા માટે સૌ પ્રથમ પોતાના બ્રેક ફાસ્ટમાં પ્રોટીન અને ફાઈબરને મહત્વ આપતા ગ્રીક દહીં, ઓટ (ઓછા ફે્ટના દૂધમાંથી બનાવેલું) તેના થોડા સમય બાદ એક કપ કોફી.

લંચ- લંચમાં ઇંડાના સફેદ બાગની આમેલેટ, 1 રોટલી કે પછી કેટલાક ફળ સાથે બ્રાઉન બ્રેડ.

ડિનર – બેક કરેલ ચિકન, બાફેલી શાકભાજી અને સૂપ. તે પણ સાત વાગ્યા પહેલાં.

પ્રી-વર્કઆઉટ ભોજન- કેળા અથવા સફરજન.

image source

પોસ્ટ વર્કઆઉટ મીલ – વધુ માત્રામાં પાણી

વજન ઓછુ કરવા માટે ક્યાંથી પ્રેરણા મળી

પોતાની વજન ઘટાડવાની મુસાફરી વિશે વાત કરતા, તેમણે કહ્યું કે જ્યારે તેણે આહાર યોજનામાં ફેરફાર કર્યો અને વજનનું નિરીક્ષણ કર્યું, ત્યારે તે જાતે જ આમ કરવા પ્રેરાયા. તે પોતાનામાં સકારાત્મક પરિણામો જોઈને ખૂબ જ ખુશ હતો. સૌરભ કહે છે- મેં જાતે વજન ઓછું કરવાના ફાયદાઓનો અનુભવ કર્યો છે. તે મને પોઝિટિવ રાખે છે. મેં થોડા દિવસો માટે નહીં પણ આખી જિંદગી માટે ફિટનેસ અપનાવી છે.

મેદસ્વીપણાથી સૌથી મોટુ નુકશાન

image source

મેદસ્વીપણાના ગેરફાયદાઓ વિશે વાત કરતા સૌરભ નૌટિયલે કહ્યું- ‘વજન વધવાના કારણે તમે દુ:ખ અને હતાશા અનુભવો છો. તમારી વ્યક્તિગત અને સામાજિક લાઈફ પ્રભાવિત થલા લાગે છે. તે જીવનની ગુણવત્તાને ખરાબ રીતે અસર કરે છે. વધતા મેદસ્વીપણાને લીધે, વ્યક્તિ સુસ્તી અનુભવવાનું શરૂ કરે છે અને ઉર્જાનો અભાવ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત