જો તમે આજથી જ ફોલો કરશો આ ટિપ્સ, તો શિયાળામાં વાળ જરા પણ નહિં થાય ડેમેજ અને સાથે થશે સિલ્કી પણ

સુંદર દેખાવ માટે ચહેરાની સાથે વાળ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.શિયાળાના દિવસો ચાલુ થઈ ગયા છે,થોડી ઠંડી પણ વધવા લાગી
છે.આ ઋતુમાં વાળથી લઈને ત્વચા સુધી દરેક સમસ્યા વધે છે,પરંતુ વાળની ​​સમસ્યા શિયાળામાં મોટા પ્રમાણમાં વધી જાય છે,તેથી તેની
સંભાળ લેવી વધુ જરૂરી બની જાય છે વાળની ​​વધુ સંભાળ લેવાની પ્રક્રિયામાં ઘણી વાર આપણે વાળને નુકસાન પહોંચાડવાનું શરૂ કરીએ
છીએ.

image source

તેથી આવી પરિસ્થિતિમાં તે ભૂલો શું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે આપણે આપણા વાળને જાતે નુકસાન પહોંચાડીએ છીએ.આજે અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જે શિયાળામાં તમારા વાળને નુકસાન પહોંચાડે છે.આવી ભૂલોને સુધારી તમે તમારા વાળની કેર કરી શકો છો.

ગરમ પાણીથી વાળ ધોવા ન જોઈએ.

image source

શિયાળામાં ઠંડીના કારણે અને શરદીથી બચવા માટે લોકો મોં ધોવા પણ ગરમ પાણી કરે છે,પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણીથી વાળ
ધોવાથી વાળની સમસ્યા વધી શકે છે.નાહવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે,પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી તમારા
વાળને નુકસાન પહોંચાડી શકે છે.ગરમ પાણીથી વાળ ધોવાથી તમારા વાળમાંથી ઘણા બધા પોષક તત્વો દૂર થાય છે.

image source

તેથી કોઈપણ ઋતુમાં વાળ ધોવા માટે ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.ઠંડીના કારણે ગરમ પાણીથી વાળ ધોવા જરૂરી જ હોય,તો તમે થોડા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.તેથી તમારા વાળ શેમ્પૂ કરતી વખતે ઓછું ગરમ ​​પાણી એટલે કે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરો.ગરમ પાણીથી વાળ ધોવાથી વાળ નબળી પડી શકે છે.

તમારા ટુવાલની ખાસ કાળજી લો

image source

સ્નાન કર્યા પછી વાળ અને શરીર સુકાવવા માટે આપણે એક જ ટુવાલનો ઉપયોગ કરીએ છીએ,જેનાથી વાળને ખૂબ નુકસાન થાય
છે.વાળ સુકાવવા માટે હંમેશાં જુદા ટુવાલનો ઉપયોગ કરો.તમારા વાળ સુકાવવા માટે માઇક્રોફાઇબર ટુવાલનો ઉપયોગ કરો.માત્ર
શિયાળામાં જ નહીં પરંતુ દરેક ઋતુમાં તમારા શરીર અને તમારા વાળ સુકાવવા માટે હંમેશા અલગ ટુવાલ રાખો.એક વાતની જરૂર
કાળજી રાખજો કે વાળ સુકાવવા માટે તમે જે ટુવાલનો ઉપયોગ કરો છો તે ટુવાલનો ઉપયોગ બીજી વખત કોઈ તેમને વાળ સુકાવવા માટે
ન કરે.કારણ કે તમારી વાળની સમસ્યા જેમ કે ખોડો અથવા તો માથાની ચામડી પર થતી લાલાશનો ચેપ એમને પણ લાગી શકે છે અથવા
એમનો કોઈ ચેપ તમારામાં આવી શકે છે.તેથી હંમેશા વાળ સુકાવવા માટેનો તમારો ટુવાલ અલગ જ રાખો.

યોગ્ય ઓશીકાનો ઉપયોગ કરો

image source

તમે જે પ્રકારના ઓશિકા પર સુવો છો તે તમારા વાળને અસર કરી શકે છે.સામાન્ય કોટનના ઓશીકાનો ઉપયોગ આપણા વાળને
નુકસાન પહોંચાડે છે અથવા આપણા વાળ તોડે છે.હંમેશા સૂવાના સમયે આપણે નરમ ઓશીકાનો ઉપયોગ કરવો જોઈએ.કારણ કે તે
તમારા વાળને કોઈપણ રીતે નુકસાન કરતું નથી અને તમે વાળ ખરવાની સમસ્યાથી પણ બચો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત