જો તમે પણ ક્રિસમસ વિકએન્ડનો પ્લાન કરતા હોવ તો પહેલા વાંચી લેજો આ આર્ટિકલ, નહિં તો…

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કકડાવી નાખનારી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં ઉત્તરપૂર્વ તરફથી આવતા ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા છે જેના કારણે ઠંડીનો પારો ગગડીને વધારે નીચો આવી ગયો છે. અને હજુ પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આવનારા દિવસોમાં લઘુતમ તાપમાન હજુ વધારે 2થી 3 ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. ગુજરાતીઓના પ્રિય એવા પર્યટન સ્થળ રાજસ્થાનના આબુમાં પારો -5 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને આબુમાં નખી તળાવમાં પણ બરફ જામી ગયો છે. અને મેદાની પ્રદેશોમાં પણ ઘણી ઠંડી વર્તાઈ રહી છે. શુક્રવારની વાત કરીએ તો નલિયામાં ઠંડીના પારાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં 2.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

image source

હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીનો ચમકારો હજુ પણ 2 દિવસ સુધી વર્તાશે. અને આવનારા સોમવાર તેમજ મંગળવારે આકાશમાં વાદળછાયુ વાતારવણ રહેશે ને તેના કારણે ઠંડીમાં થોડી હળવાશ અનુભવાશે. પણ ત્યાર બાદ ઠંડીમાં વધારો જોવા મળશે.

image source

હવે જો તમે ડિસેમ્બરના અંતમાં ક્યાંય ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરી મહિનાની શરૂઆત દરમિયાન ઓર વધારે ઠંડી પડી શકે છે. તમને જણાવી દઈએ કે ગઇકાલે એટલે કે શુક્રવાર જુનાગઢમાં લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. અને ભેજનું પ્રમાણ 69 ટકા રહર્યું હતું જે બાદમાં ઘટીને 35 ટકા થયુ હતું.

image source

અને ઠંડા પવનની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. બીજી બાજુ ગીરનાર પર્વત પર તાપમાન ઘટીને 5.3 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ આમ કહી શકાય કે ત્યાં હાડકા ગાળી નાખતી ઠંડી પડી હતી જો તમે ત્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે તમારી સાથે ગરમ કપડાં સારા પ્રમાણમાં રાખવા પડશે.

કચ્છના નલિયામાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

image source

ગુજરાતમાં કચ્છના નલિયા ખાતે દર વર્ષે સૌથી ઓછું તાપમાન નોંધાય છે અને આ વખતે પણ નોંધાયું હતું. છેલ્લા દસ વર્ષમાં નલિયામાં આટલી ઠંડી નહોતી વર્તાઈ 2010ની સાલથી અત્યાર સુધીમાં નલિયામા આટલી ઠંડી નથી પડી. પણ આ વર્ષે તે રેકોર્ડ ટૂટી ગયો અને નલિયામા લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયુ હતું. જો કે આ પહેલાં 2013ની સાલમાં નલિયામાં 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પણ 1994માં નલિયામાં સૌથી વધારે ઠંડી પડી હતી તે સમયે અહીંનું લઘુતમ તાપમાન 00.6 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. અને અત્યાર સુધી તે રેકોર્ડ તૂટ્યો નથી.

હવામાન ખાતાના નિષ્ણાત ડોક્ટર જયંત સરકાર જણાવે છે કે નલિયાનું તાપમાન રાજ્યમા સૌથી નીચું નોંધાય છે અને આવનારા બે દિવસ નલિયામાં કોલ્ડ વેવ રહે તેવી શક્યતા છે. અને તેની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે પણ ત્યાર બાદ વાદળછાયુ વાતાવરણ થશે ત્યારે ઠંડી ઓછી થશે પણ પછી પાછો ઠંડીમાં વધારો જોવા મળશે.

image source

હાલ જે રીતે ઠંડી પડી રહી છે તે જોતાં રવિ પાકને તેમજ કેરી જેવા ફળાઉ પાકને લાભ પહોંચશે. બીજી બાજુ ઘઉં, ચણા, ધાણા જીરુ ઉપરાંતના રવિ પાકને પણ આ ઠંડીથી લાભ પહોંચે છે. કેરીના પાકમાં હાલ મહોર લાગવાની તેમજ કેરી બંધાવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને આ ઠંડીથી લાભ પહોંચશે. પણ જો ઠંડી વધારે પડશે જેમ કે લઘુતમ તાપમાન જો 4 ડિગ્રી કરતા વધારે નીચું આવ્યું તો આ જ પાકને નુકસાન પણ પહોંચી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત