જો તમને ઠંડી વસ્તુ ખાવામાં તકલીફ પડી રહી હોય તો આ ઉપાય અજમાવો, તુરંત મળશે રાહત

દાંતના દુખાવાની સમસ્યા આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક વ્યક્તિને આ સમસ્યા નડી રહી છે પછી ભલે તે બાળકો હોય કે વૃદ્ધ. દાંતનો દુખાવો ખૂબ પીડાદાયક હોય છે. દાંતના દુખાવા માટેનું મુખ્ય કારણ છે, દાંતની યોગ્ય રીતે સાફસફાઇ ન કરવી. કેલ્શિયમની ઉણપના કારણે પણ દાંત બગડે છે.

image source

દાંતના દુખાવાથી વ્યક્તિને ખાવા પીવાની સમસ્યા નડે છે અને બેચેની વધી જાય છે. વ્યક્તિનું ક્યાંય પણ મન નથી લાગતું. પરંતુ અમે તમને આજે કેટલાક ઘરેલું ઉપાય બતાવીશું જેનો ઉપયોગ કરવાથી તમને દાંતના દુ:ખાવાથી છૂટકારો મળશે.

image source

તુલસીના પાનનું કરો સેવન – દાંતના દુખાવા માટે તુલસી ખૂબ ફાયદાકારક છે. તુલસીના રસમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરી દાંતના દુખાવાવાળા ભાગમાં ઘસો. આ ઉપયોગથી દાંતનો દુખાવો થોડા સમયમાં મટી જશે.

image source

લસણ – દાંતના દુખાવા માટે લસણ ખૂબ અસરકારક છે. જો તમને નિયમિત દાંતમાં દુખાવો થાય છે, તો દરરોજ લસણની એક બે કળી ચાવો. જેનાથી તમારા દાંતના દુખાવામાં રાહત મળશે.

આદુ – દાંતના દુખાવો અથવા ઝુનઝુનાહટમાં આદુ ખૂબ ફાયદાકારક છે. આદુને કાપીને નાના નાના ટુકડા કરી લો અને આ ટુકડાઓ જે દાંતમાં દુખાવો થતો હોય તેની નીચે દબાવીને રાત્રે સુઈ જાવ. તમને દાંતની સમસ્યાની રાહત મળશે.

image source

સરસવના તેલનો ઉપયોગ – દાંત સાફ અને ચમકીલા બનાવવા માટે દરરોજ સરસવના તેલનો ઉપયોગ કરો. તમારા બ્રશમાં મીઠું અને સરસવનું તેલ નાખો. આનો ઉપયોગ કરવાથી તમારા દાંતનો દુખાવો ઓછો થશે અને તમારા દાંત મજબૂત બનશે.

પાકાં ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં વારંવાર કરવાથી આરામ મળે છે.

કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.

image source

કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.

રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.

બરફનો શેક કરો – જો તમને દાંતના દુખાવો થઈ રહ્યો હોય તો બરફના ટુકડાને કાપડમાં લપેટીને દુખાવાવાળી જગ્યાએ સેક કરો. ટૂંકા સમયમાં તમને પીડાથી રાહત મળશે.

image source

જાંબુના ઝાડની છાલ ધોઈ, સ્‍વચ્‍છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત થાય છે તથા પાયોરિયા મટે છે.

વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો હાલતા દાંત પણ મજબૂત રીતે ચોટી જાય છે.

૧૦ ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં ફાયદો થાય છે.

image source

જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.

આ સિવાય તમે દાંતના દુખાવામાં રાહત માટે લવિંગનું તેલ, ફુદીનાનો રસ અને હીંગનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઘરેલું ઉપાય દાંતના દુખાવાને તરત જ રાહત આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત