OMG કોરોના: કચ્છ જવાનું વિચારી રહ્યા છો? તો પહેલા વાંચી લો ‘આ’, નહિં તો પાછળથી આવશે રોવાનો વારો

વાયરસનું નવું સ્વરુપ સામે આવવું એ ખૂબ જ ચિંતાજનક છે કારણકે ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને એવું પ્રતીત થાય છે કે બ્રિટનમાં મળેલા નવા સ્વરુપ ઉપરાંત વાયરસમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસનું ખૂબ જ ઝડપથી ફેલાયેલા સંક્રમણનો નવો સ્ટ્રેન મળી આવ્યા પછી હવે અહીં વાયરસનો અન્ય એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. બીજો નવો સ્ટ્રેન પણ ખૂબ જ સંક્રામક છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે વાયરસના નવા સ્વરુપના કારણે દેશને સંક્રમણની અન્ય લહેરનો સામનો કરવો પડી શકે છે.

image source

બુધવારે બ્રિટનમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક મામલાઓ સામે આવ્યા છે. ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનની એન્ટ્રી થઈ ચુકી છે એવે સમયે કચ્છ એક ચિંતાજનક સમાચાર સામ આવ્યા છે. 55 લોકો યુકેથી કચ્છ આવ્યા છે. કોરોના વાયરસનું નવું સ્ટ્રેન ચિંતાજનક છે.

image source

કચ્છમાં વિદેશથી આવતા લોકોનું મોનીટરીંગ કરાશે. યુ.કે.થી આવેલા 55 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. આફ્રિકા, અમેરિકાથી આવતા લોકોને પણ ક્વોરન્ટીન કરાશે. જેનું આરોગ્ય વિભાગ દ્વારા મોનીટરીંગ કરાશે.

રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ

image source

બ્રિટનથી આવેલા 2 લોકો રાજકોટથી લાપતા થયા છે. 3 લોકો બ્રિટનથી મુંબઇ થઇ રાજકોટ આવ્યા હતા. 3માંથી 2 લોકોનો સંપર્ક નથી થઇ રહ્યો. રાજ્ય સરકારે ઇમેઇલથી સ્થાનિક પ્રશાસનને આ અંગે જાણ કરી છે. કોરોનાના નવા સ્ટ્રેનના ભય વચ્ચે બ્રિટનથી આવેલા 2 લોકો ગાયબ થયા છે. સરકારે આપેલા એડ્રેસ પર બંન્ને લોકો હાજર નથી.

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

image source

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક મહિલામાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. UKમાં થયેલા ટેસ્ટમાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી. પોઝિટિવ આવ્યા બાદ મહિલા UKમાં જ ક્વોરન્ટાઈન હતી આ દરમિયાન જ મહિલા UKથી ભાગીને ભારત પહોંચી હતી અને 21 ડિસેમ્બરે મહિલા લંડનથી ફ્લાઈટ દ્વારા દિલ્હી આવી પહોંચી.

image source

દિલ્હી એરપોર્ટ પર મહિલાનો RT-PCR ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટમાં પણ મહિલા કોરોના પોઝિટિવ આવી હતી. સ્વાસ્થ્ય અધિકારીઓએ મહિલાને ક્વોરન્ટાઈનમાં મોકલી હતી. મહિલા ક્વોરન્ટાઈન સેન્ટરથી પણ ફરાર થઈ ગઈ હતી. સ્વાસ્થ્ય અધિકારીઓએ પૂર્વ ગોદાવરી તંત્રને ફોન કરીને જાણ કરી હતી. રેલવે પોલીસે દિલ્લીથી રાજમુંદરી જતી ટ્રેનના ફર્સ્ટ ક્લાસથી મહિલાને ઝડપી પાડી હતી. તંત્ર હવે રાજમુંદરીમાં જ મહિલાને ઈસોલેશનમાં રાખશે. મહિલા પૂર્વ ગોદાવરીના રાજામુંદરીના રામકૃષ્ણ નગરની રહેવાસી છે.

ફરી કપરોકાળ ન આવે તો સારુ

 ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

 વિજયવાડાની એક મહિલામાં કોરોનાનો નવો પ્રકાર

 UKમાં થયેલા ટેસ્ટમાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી

 પોઝિટિવ આવ્યા બાદ મહિલા UKમાં હતી ક્વોરન્ટાઈન

image source

 ક્વોરન્ટાઈન દરમિયાન જ મહિલા UKથી ભાગીને ભારત પહોંચી

 21 ડિસેમ્બરે મહિલા લંડનથી ફ્લાઈટ દ્વારા દિલ્લી પહોંચી

 દિલ્લી એરપોર્ટ પર મહિલાનો RT-PCR ટેસ્ટ કરાયો હતો

 આ ટેસ્ટમાં પણ મહિલા કોરોના પોઝિટિવ આવી  હતી

 સ્વાસ્થ્ય અધિકારીઓએ મહિલાને ક્વોરન્ટાઈનમાં મોકલી હતી

 મહિલા ક્વોરન્ટાઈન સેન્ટરથી પણ થઈ ગઈ ફરાર

 સ્વાસ્થ્ય અધિકારીઓએ પૂર્વ ગોદાવરી તંત્રને ફોન કરીને જાણ કરી

 રેલવે પોલીસે દિલ્લીથી રાજમુંદરી જતી ટ્રેનના ફર્સ્ટ ક્લાસથી મહિલાને ઝડપી

 તંત્ર હવે રાજમુંદરીમાં જ મહિલાને ઈસોલેશનમાં રાખશે

 મહિલા પૂર્વ ગોદાવરીના રાજામુંદરીના રામકૃષ્ણ નગરની રહેવાસી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત