જો તમે પણ આ કંપનીનું વ્હિકલ લેવાનું વિચારતા હોવ તો જલદી જ લઇ લેજો, કારણકે….

ઓછી કીંમતે વાહનો ખરીદવાનો સૌથી યોગ્ય સમય અત્યારે જ છે. આવતા વર્ષથી પ્રાઇવેટ કારથી લઈને કોમર્શિયલ વાહનોના ભાવ વધી શકે છે. દેશની મોટી કંપની ટાટા મોટર્સે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તેમના કોમર્શિયલ વાહનોના ભાવ આવતા વર્ષથી વધવાના છે.

image source

એક અહેવાલ પ્રમાણે ટાટા મોટર્સે જણાવ્યું કે તેઓ એમ એન્ડ એચસીવી, આઈ એન્ડ એલસીબી અને બસોની કીંતમાં વધારો કરવા જઈ રહ્યા છે. મળેલા અહેવાલ પ્રમાણે, કંપનીએ જણાવ્યું કે કીમતમાં વાસ્તવિક વધારો ખાસ મોડલ અને ફ્યૂઅલ ટાઇપ પર આધાર રાખશે.

કંપનીએ જણાવી મજબૂરી

image source

કંપનીએ અત્યાર સુધી પોતાની લાગતનો ભાર કસ્ટમર્સ પર નહોતો નાખ્યો. પણ હવે ખર્ચો વધી રહ્યો છે અને તેનો ઓછામાં ઓછો ભાગ કસ્ટમર્સ પર યોગ્ય મૂલ્ય સંશોધન દ્વારા લાગુ પાડવામાં આવશે. ટાટા મોટર્સે જણાવ્યું કે મિડિયમ અને હેવી કોમર્શિયલ ગાડીઓ, મધ્યવર્તી અને હળવી કોમર્શિયલ ગાડીઓ, નાના કોમર્શિયલ વાહનો અને બસોના પોર્ટફોલિયોમાં મૂલ્ય વધારો થાય તેવી આશા છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ગાડીઓ પણ થશે મોંઘી

image source

જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ટાટા મોટર્સ ઉપરાંત, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ 1 જાન્યુઆરી, 2021થી પોતાના કોમર્શિયલ વાહનોની કીંમતમાં વધઆરો કરશે. ભારતમા પેસેંજર્સ ગાડીઓનું વેચાણ જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના પર્ફોમન્સના બેરોમીટર છે, તેમાં એપ્રિલ-જૂનમાં 78.43 ટકાની પડતી નોંધાઈ છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનના કારણે વેચાણમાં 20 વર્ષમાં સૌથી લાંબી મંદી રહી છે. બીજી બાજુ લગભગ બધી જ પેસેન્જર્સ કાર કંપનીઓ પણ પોતાના વેહીકલ્સના ભાવ 1લી જાન્યુઆરીથી વધારવાની ઘોષણા કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં મોટી મંદી ચાલી રહી છે. લોકોની ખરીદશક્તિમાં ઘટાડો થયો છે લોકો જરૂરિયાતની વસ્તુઓ પર જ રૂપિયા ખર્ચી રહ્યા છે અને લક્ઝરિયર વસ્તુઓ પર ખૂબ વિચારીને ખર્ચો કરી રહ્યા છે. ભારતમાં કારની ખરીદી એક પ્રકારની લક્ઝરી જ ગણવામાં આવે છે અને હાલના સમયમાં જ્યાં હજારો લોકો બેરોજગાર બન્યા છે ત્યાં લોકો આવા ખર્ચા પાછળ રૂપિયો ખર્ચવાનું ટાળી રહ્યા છે. બીજી બાજુ ઓટોમોબાઈલમાં જે રીતે મંદી આવી છે તેને ધ્યાનમાં રાખીને કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓએ તો પોતાના પ્લાન્ટ્સ પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દીધા છે. કારણ કે તેમનું વેચાણ લગભગ બંધ જ થઈ ગયું છે અને જ્યાં માંગ ન હોય ત્યાં પુરવઠો ઉભો કરવાનો પ્રશ્ન જ નથી રહેતો.

image source

હવે જ્યારે કોરોના વયારસની રસી દેશના ખૂણે ખૂણે પહોંચી જશે તેમજ દેશમાં કોરોના કેસમાં ઘટાડો થશે તેમજ લોકોમાંથી પણ કોરોના વાયરસનો ભય ઓછો થશે ત્યાર બાદ જ મંદીના વાદળ હટશે તેવું લાગી રહ્યું છે. અને ત્યાર બાદ જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ફરી પહેલા જેટલી ગતિમાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત