પહેલીવાર કરતા આ રીતે અલગ હોય છે બીજી પ્રેગનન્સી, જાણશો તો અનેક મુશ્કેલીઓનો આવી જશે અંત

મિત્રો, બાળકને જન્મ આપવો એ જરાપણ સરળ વાત નથી. આ સમયે એક સ્ત્રી ખૂબ જ પીડાદાયક સ્થિતિમાથી પસાર થાય છે. જોકે, એ વાત અલગ છે કે, જ્યારે બાળક જન્મ પછી પહેલીવાર માતાના ખોળામા જ આવે છે અને ત્યારે બધી જ પીડાઓ આપમેળે ખુશીઓમા પરિવર્તિત થઇ જાય છે.

image source

બીજી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને એવુ લાગે છે કે, તેમને પહેલી વારની ગર્ભાવસ્થા જેવો જ અનુભવ થશે પરંતુ, તેમની આ વિચારધારા સાવ ખોટી છે. દરેક ગર્ભાવસ્થાના અનુભવો જુદા-જુદા હોય છે. આજે આપણે પહેલી અને બીજી ગર્ભાવસ્થામા શું ફેર હોય છે? તેના વિશે માહિતી મેળવીએ. સગર્ભાએ જે લક્ષણોનો અનુભવ પહેલી વાર કર્યો હોય છે, તે જ લક્ષણો બીજીવાર અનુભવાય તે જરૂરી નથી.

image source

જ્યારે કોઈપણ સગર્ભા સ્ત્રી પહેલીવાર પોતાના ગર્ભમા બાળકની હલન-ચલનનો અનુભવ કરે છે ત્યારે તેની ખુશી સાતમા આસમાને પહોંચી જાય છે. સામાન્ય રીતે પહેલી ગર્ભાવસ્થામા બાળક ત્રીજા મહિને હલન-ચલન કરવાનુ શરૂ કરી દે છે. જ્યારે બીજી ગર્ભાવસ્થામા બાળક તેરમા અઠવાડિયે અથવા ચોથા અઠવાડિયે હલન-ચલન કરે છે. આવુ એટલા માટે થાય છે, કારણકે સગર્ભા સ્ત્રી બીજી વખત બાળકની ગતિને યોગ્ય રીતે સમજી ચૂકી હોય છે અને તેનો સારી રીતે અનુભવ પણ કરી શકતી હોય છે.

image source

પહેલી ગર્ભાવસ્થા પછી સ્ત્રીઓનુ પેટ પહોળુ થઈ જાય છે અને નીચેની તરફ લચકી પડે છે અને તેના કારણે પેટને પૂર્વવત્ સ્થિતિમા આવતા ઘણો બધો સમય લાગે છે. જેના કારણે બીજી ગર્ભાવસ્થામા બાળકની પોઝિશન થોડી નીચે તરફ રહે છે. તેની સરખામણીમા પહેલી વખત બાળકની પોઝિશન થોડી ઉપરની તરફ હોય છે.

image source

આ સિવાય પહેલી ગર્ભાવસ્થામા ૪૧ અઠવાડિયાની અંદર ડિલિવરી થવાની સંભાવના હોય છે. જ્યારે તેની સરખામણીએ બીજી ડિલિવરી ખુબ જ જલ્દી થઇ જાય છે. વિશેષજ્ઞોનુસાર આવુ એટલા માટે થાય છે કારણકે, સ્ત્રીનુ શરીર એકવાર ગર્ભાવસ્થાનો અનુભવ કરી ચૂક્યુ હોય છે અને આ જ કારણોસર પહેલી ગર્ભાવસ્થાની સરખામણીએ બીજી વખતે મહિલાના હોર્મોન્સ ઝડપથી કામ કરવા લાગે છે.

image source

કોઈપણ સ્ત્રીનુ શરીરએ બીજી પ્રેગનેન્સીમાં બાળકને જન્મ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય છે અને તેમની ગર્ભાશયની ગ્રીવા પણ પહેલાની સરખામણીએ વધારે પડતી ખુલી ચૂકી હોય છે. તમને જાણીને નવી લાગશે કે, બીજી ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભાને લેબરપેઈન વધુમા વધુ આઠ કલાક સુધીનો હોય છે. જ્યારે પહેલી ગર્ભાવસ્થા દરમિયાન લેબરપેઈન ૮-૧૦ કલાક સુધી ચાલે છે. અમુક કિસ્સાઓમા આ સમયકાળ વધી પણ જતો હોય છે.

image source

હા, એ વાત તદન સાચી છે કે, બીજી ગરભાવસ્થા દરમિયાન તમારે વધારે પડતી સમસ્યાનો સામનો કરવો પડતો નથી પરંતુ, તેમછતા તમારી પ્રસવ પીડા જરાપણ ઓછી નથી થતી. હા, તમને એ જણાવી દઈએ કે, ડિલીવરી સમયે બાળકને બહાર નીકાળવા માટે તમારે બાળકને કેવી રીતે પુશ કરવુ અને કયા સમયે પુશ કરવુ, તે અંગેની યોગ્ય માહિતી હોવી અત્યંત આવશ્યક છે, તે તમારી સગર્ભાની પ્રસવ પ્રક્રિયાને સરળ બનાવે છે. તો બીજી ગર્ભાવસ્થા દરમિયાન આ બધી બાબતોનુ સચોટપણે જ્ઞાન મેળવવુ, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત