જો તમે વાસ્તુ અનુસાર આ રીતે બનાવશો તમારો બેડરૂમ, તો જીવન હંમેશા રહેશે ખુશીઓથી ભરેલું

ઘણીવાર આપણે જોયું હોય છે કે અમુક લોકો એમનું વૈવાહિક જીવન સુખપૂર્વક વિતાવતા હોય છે તો બીજી બાજુ અમુક લોકો પોતાના જીવનસાથી સાથે નાની નાની વાતમાં લડાઈ ઝગડો શરૂ કરી દેતા હોય છે. વાસ્તુ અનુસાર વૈવાહિક જીવનમાં ક્લેશનું એક કારણ બેડરૂમ સાથે જોડાયેલો વાસ્તુદોષ પણ હોઈ શકે છે. જો બેડરૂમમાં અમુક વિશેષ વાસ્તુ ટિપ્સ ધ્યાનમાં રાખવામાં આવે તો દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે. તો ચાલો જાણી લઈએ વાસ્તુ અનુસાર બેડરૂમમાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ દિશામાં જ હોવો જોઈએ બેડરૂમ.

image source

સૌથી પહેલા તો બેડરૂમની દિશા બરાબર હોવી જોઈએ. વાસ્તુ અનુસાર બેડરૂમ માટે ઉત્તર- પશ્ચિમની દિશાને સાચી દિશા માનવામાં આવી છે. જો આ દિશામાં બેડરૂમ રાખવામાં આવે તો વૈવાહિક જીવનમાં મધુરતા અને પ્રેમ જળવાઈ રહે છે. આ દિશામાં રૂમ હોવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પ્રગાઢતા આવે છે જેના કારણે પતિ પત્નીના જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.

આ દિશામાં ન હોવો જોઈએ બેડરૂમ.

image source

વાસ્તુનો નિયમ એમ પણ કહે છે કે બેડરૂમ ક્યારેય પણ ઉત્તર- પૂર્વ દિશામાં ન હોવો જોઈએ. આ દિશામાં બેડરૂમ હોય તો તે દામ્પત્ય જીવનમાં ક્લેશ પેદા કરે છે. સાથે સાથે દક્ષિણ પૂર્વ દિશામાં બેડરૂમ હોવાથી પતિ પત્નીનો વ્યવહાર કારણ વગર આક્રમક થઈ જાય છે અને ઘણીવાર નાની નાની વાતો પર પતિ કે પત્નીને ગુસ્સો કરવાની આદત પડી જાય છે. એના કારણે પતિ પત્ની વચ્ચે મનભેદ રહ્યા કરે છે.

બેડરૂમમાં ન હોવી જોઈએ આ વસ્તુઓ.

image source

વાસ્તુ અનુસાર બેડરૂમમાં ક્યારેય અરીસો ન હોવો જોઈએ. આ ઉપરાંત બેડરૂમમાં લોખંડનું ફર્નિચર પણ ન હોવું જોઈએ અને ધનુશાકાર, અર્ધચંદ્રાકાર કે વૃતાકાર આકારનું ફર્નિચર પણ ન હોવું જોઈએ. હા, આયાતકાર, ચોકર લાકડાનું ફર્નિચર વાસ્તુ પ્રમાણે શુભ માનવામાં આવે છે. એ સિવાય બેડરૂમમાં વહેતી નદી કે ઝરણાંનો ફોટો કે પછી અણીદાર બરફનો પહાડ કે એકવેરિયમ ક્યારેય ન રાખવું જોઈએ.

બેડરૂમમાં સૂતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

image source

વાસ્તુ અનુસાર, બેડરૂમમાં હમેશા દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને જ સુઓ, જેથી કરીને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અનુસાર તમે દીર્ઘાયુ અને સારી ઊંઘ મેળવી શકો. ક્યારેય પણ બેડને બીમની નીચે ન મુકવો જોઈએ. બીમ અલગાવનું પ્રતીક છે. જો આવું કરવું શક્ય ન હોય તો બીમની નીચે વાંસળી કે વિન્ડ ચાઇમ લટકાવી દેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત