ઊંચા ઊંચા મોબાઇલ ટાવરો વિશેની આ માહિતી તમે કદાચ પહેલા ક્યારેય નહીં જાણી હોય

તમે જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં મોબાઇલ ટાવર લાગેલા તો તમે જોયા જ હશે. હવે તો તેનો બિઝનેસ ખૂબ વિકાસ પામ્યો છે. તમે જોયું હશે તો આ ટાવરમાં કંપનીઓના એન્ટેના અને ઈલેક્ટ્રીક વાયર જેવા તાર લાગેલા હોય છે. નવાઈની વાત તો એ છે કે આ મશીનરીમાં કોઈ અવાજ પણ નથી આવતો અને તેમાં કોઈ માણસ પણ કામ કરતો હોય તેવું આપણે નથી જોતા. તો પછી આ ટાવરો શું કામ કરે છે ? ટાવર વિશે એવું મનાય છે કે આ ટાવરો આપણે જ્યારે કોઈને ફોન કરીએ ત્યારે આપણો અવાજ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડે છે.

image source

તો આજના આર્ટિકલમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ મોબાઈલ ટાવરો શું કામ કરે છે ? અને તે પોતાનું કામ કઈ રીતે કરે છે ? તમે પણ અમારો આ આર્ટિકલ વાંચ્યા પછી એ જાણી શકશો કે તમે અન્ય કોઈને કરેલા ફોન માં તમારા અવાજ ને અમુક સેકન્ડમાં સામેવાળી વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે.

મોબાઈલ ટાવર શું કરે છે ?

image source

તમે ફોનમાં કોઈની સાથે વાત કરો છો ત્યારે તમારા અવાજને phone signal માં કન્વર્ટ કરે છે અને આગળ મોકલે છે. અને તમારો અવાજ સામેવાળી વ્યક્તિના ફોનમાં સિગ્નલ ના માધ્યમથી પહોંચે છે. ત્યારબાદ તે સિગ્નલને અવાજ માં પરિવર્તિત કરી દેવામાં આવે છે. જેથી સામેવાળી વ્યક્તિને એ સાંભળવા મળે છે કે તેને અવાજ રૂપે શું કહેવામાં આવ્યું છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે આખરે આ સિગ્નલ એક હતા અને તેથી બીજા સ્થાને કઈ રીતે જાય છે ?

અસલમાં આ સિગ્નલ વિદ્યુત ચુંબકીય તરંગોના માધ્યમથી હવામા એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રાન્સફર થાય છે. આ ખાસ પ્રકારના સિગ્નલ હોય છે. જેને રેડીયો frequency કહેવામાં આવે છે. પરંતુ તમે વિચારી રહ્યા હશો કે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં હજારો કિલોમીટર દૂર નું અંતર આ સિગ્નલ કઈ રીતે કાપી શકે છે ? અને તેના વચ્ચે શું મોટી મોટી ઇમારતો અને પહાડો નહીં આવતા હોય ? તો તેનો જવાબ એ છે કે સિગ્નલ પહોંચાડવાનું કામ મોબાઇલ ટાવરો કરે છે. એટલે કે મોબાઇલ ટાવર તમારા ફોનના સિગ્નલન3 આગળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તમે જ્યારે કોઈની સાથે ફોનમાં વાત કરો છો ત્યારે તમારા ફોનમાંથી નીકળતા સિગ્નલ સામેવાળી વ્યક્તિના ફોનમાં અવાજ રૂપે પહોંચાડે છે.

કઈ રીતે ફોન સાથે કનેક્ટ થાય છે ટાવર ?

image source

આ મોબાઇલ ટાવર ફાઇબર દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને મોબાઇલ ટાવર ફાઇબર દ્વારા બીજા ટાવર સાથે કનેક્ટ થઈને કામ કરે છે. ત્યારબાદ આગલા વ્યક્તિ ને તેની નજીકના ટાવરમાંથી સિગ્નલ મળી જાય છે. આ એક રીતે પોસ્ટ ઓફિસ ની જેમ કામ કરે છે. તમે પહેલા પોસ્ટ ઓફીસ માં ટપાલ લઈને આવો છો. ત્યારબાદ એ ટપાલ સામેવાળી વ્યક્તિની નજીકની પોસ્ટ ઓફિસમાં પહોંચે છે. અને ત્યારબાદ ટપાલી તે ટપાલને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડી દે છે.

image source

આવી જ રીતે તરંગો દ્વારા મોબાઇલ નેટવર્ક સુધી તમારી વાત પહોંચે છે. અને મોબાઇલ નેટવર્ક તેને ફાઇબરમાં મોકલવા માટે તૈયાર કરે છે. અને ફાઈબર દ્વારા સામેવાળી વ્યક્તિ થી નજીકના ટાવર સુધી મોકલવામાં આવે છે. પછી તરંગો ના માધ્યમ થી ફોનમાં મોકલી દેવામાં આવે છે. અમને એવી આશા છે કે હવે તમને એ ખબર પડી ગઇ હશે કે મોબાઈલ ના ટાવર શુ કામ કરે છે અને કઈ રીતે કરે છે. મોબાઈલ ટાવર માં રહેલા એન્ટેના તરંગોને કન્વર્ટ કરવાનું કામ કરે છે.