71 વર્ષે પણ પીએમની ફીટનેસ છે યુવાનોને પણ શરમાવે તેવી

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ તેમનો 71મો જન્મદિવસ ઉજવ્યો છે. દુનિયાભરમાંથી તેમને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ મળી હતી. પીએમ મોદી વિશ્વભરમાં શ્રેષ્ઠ રાજનેતા તરીકે અને વક્તા તરીકે પ્રખ્યાત તો છે જ પરંતુ સાથે જ તેમની ફિટનેસ પણ જોરદાર છે તેના માટે પણ તેઓ જાણીતા છે. તેઓ પોતાના સ્વાસ્થ્યનું અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

image source

દુનિયાના સૌથી વ્યસ્ત લોકોમાંથી એક હોવા છતાં તેઓ 71 વર્ષે પણ ફિટ અને સ્વસ્થ રહેવા સમય કાઢે છે. જેની અસર તેમના પર જોવા પણ મળે છે. તાજેતરમાં જ તેઓ જ્યારે અમેરિકાના પ્રવાસે રવાના થયા હતા ત્યારે તેઓ સડસડાટ પ્લેનની સીડીઓ ચઢતા જોવા મળ્યા હતા. કોઈપણ સામાન્ય વ્યક્તિ આટલી ઝડપથી દાદરા ચઢી ન શકે તેટલી સેકન્ડમાં પીએમ પ્લેન પર ચઢતા જોવા મળ્યા હતા.

image source

પ્લેનના 25 પગથિયા તેઓ 16 સેકન્ડમાં સડસડાટ ચઢી ગયા હતા. પહેલા તેઓ ઝડપથી 15 પગથિયા ચઢ્યા અને ત્યારબાદ માસ્ક ઉતારી મીડિયાને અભિવાદન કર્યું અને પછી ફરીથી સડસડાટ તેઓ બીજા પગથિયા ચઢી ગયા. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. આ સાથે તેઓના અગાઉના પ્રવાસની પણ ચર્ચા થઈ રહી છે. તેમની ફિટનેસમાં આટલા વર્ષોમાં જરા પણ ફરક પડ્યો નથી. તેઓ પહેલા પણ આટલી જ સ્ફુર્તી અને ઝડપથી કામ કરતા જોવા મળ્યા હતા અને 71 વર્ષે પણ પીએમ એટલા જ ફીટ છે.

images ource

આમ થવાનું કારણ એક એ પણ છે કે વ્યસ્ત દિનચર્ચા વચ્ચે પણ પીએમ પોતાને ફીટ રાખવા માટે સમય કાઢે જ છે. તેઓ નિયમિત વ્યાયામ અને પ્રાણાયામ કરે છે. આ બંને કામને તેઓ ક્યારે ચુકતા નથી. એક રીપોર્ટ અનુસાર પીએમ મોદી તેમના દિવસની શરુઆત યોગથી કરે છે. તેઓ વોક કરવાનો પણ આગ્રહ રાખે છે. આ સિવાય પીએમ આયુર્વેદ પર વધારે વિશ્વાસ કરે છે.

એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ શરદી થાય તો ગરમ પાણી પીવે છે અને બે દિવસ ઉપવાસ કરે છે. તેઓ આ ઉંમરે પણ સવારે 5 વાગ્યે જાગી જાય છે અને 30 મિનિટ યોગ કરે છે. આ નિયમિત જીવનશૈલીના કારણે જ પીએમ મોદી આજે પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિ સાથે કામ કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 26 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે તેઓ આજે રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે મુલાકાત કરશે.