કોણ બનેગા કરોડપતિ 13 શોમાં ઘણા લોકો કરોડપતિ બનવાના સપના લઈને આવે છે. પણ કરોડપતિ બનવાના સપનાંને પુરા કરવાની નજીક બહુ ઓછા લોકો પહોંચી શકે છે. શોના અપકમિંગ એપિસોડમાં રાજસ્થાનના જોધપુરની રહેવાસી સવિતા ભાટી આજે કોન બનેગા કરોડપતિ 13ની હોટ શીટ પર દેખાશે અને શાનદાર ગેમ રમીને એક કરોડના સવાલ સુધી પહોંચી જશે.
સવિતા ભાટી વ્યવસાયે એક નર્સ છે. સવિતા ભાટીને અમિતાભ બચ્ચન કમિંગ એપિસોડમાં 1 કરોડનો સવાલ પૂછતાં દેખાશે. સવિતાનું કહેવું છે કે આ પળ માટે એમને 21 વર્ષ રાહ જોઈ હતી. દરેક સીઝનમાં એ એના માટે પ્રયત્ન કરતી હતી.
સવિતા ભાટી રેલવે હોસ્પિટલમાં નર્સ છે. પણ એ આરએએસ ક્વોલિફાઈ કરી ચુકી છે. વર્ષ 2012માં એ કોઓપરેટિવ ઇન્સ્પેક્ટર કેડર હતી. પણ પોતાના પરિવારને પ્રાથમિકતા આપનારી આપનારી સવિતા ભાટીએ ટ્રાન્સફર થનારી જોબને બદલે નર્સ બનવાને મહત્વ આપ્યું
શહેરના મહામંદિર વિસ્તારમાં રહેતી સવિતા ભાટીના પતિ સુમિત ભાટી માર્કેટિંગ અને ટ્રેડિંગનું કામ કરે છે. એમની એક દીકરી પણ છે. સવિતા ભાટીનું કહેવું છે કે હંમેશા કઈ ને કઈ વાંચતા રહેવું એમના માટે કેબીસીમાં ફાયદાકારક રહ્યું છે. સવિતાનું કહેવું છે કે એમનો જન્મ ખૂબ જ સાધારણ પરિવારમાં થયો હતો.
સવિતાના પિતા બસ ડ્રાઇવર હતા. પણ તો ય સવિતાના પિતાએ એમને અભ્યાસ માટે હંમેશા પ્રેરિત કર્યા જેના કારણે એ આ સ્થાને પહોંચી છે. સવિતા જણાવે છે કે આ વર્ષે મેમાં કેબીસી માટે મારુ સિલેક્શન થયું, ફર્સ્ટ લેવલ પાર કરી લીધું હતું. એ પછી ફાસ્ટસ્ટ ફિંગર ક્લિયર કર્યું, 13 સપ્ટેમ્બરના રોજ શોનું શૂટિંગ થયું હતું.
તમને જણાવી દઈએ કે સવિતાએ જે રકમ જીતી છે એનાથી એ એના ઘરની લોન ચૂકવશે. સવિતાએ એ પણ જણાવ્યું કે એમના સાસરી અને પિયર બંને જગ્યાના લોકો અમિતાભ બચ્ચનના બહુ મોટા ફેન છે.
ચેનલે પણ એક ખાસ પ્રોમો વિડીયો શેર કર્યો છે. કેપ્સનમાં લખ્યું છે કે કેબીસીમાં મળો એક માસૂમ નર્સને જે ઓળંગશે સપનાનો ઉંબરો અને પહોંચશે એક કરોડના સવાલ સુધી. શુ સવિતાજી એક કરોડના સવાલનો સાચો જવાબ આપી શકશે.
તમને જણાવી દઈએ કે સવિતા પહેલા પ્રાંશું નામના એક કન્ટેસ્ટન્ટે એક કરોડના સવાલ સુધીની સફર કરી હતી. પણ એના આ 15માં સવાલનો જવાન પ્રાંશું નહોતા આપી શક્યા અને એમને શો કવીટ કરી દીધો હતો. એ 50 લાખ રૂપિયાની ધનરાશિ જીતીને ગયા હતા. એ સિવાય અત્યાર સુધી શોમાં એક કરોડની રકમ ફક્ત હીમાંશી બૂંડેલાંએ જ જીતી છે.