Hero, TVS અને Bajaj ની આ બાઈક છે જબરદસ્ત, માઇલેજ આપે છે દમદાર, ખરીદી પહેલા જાણો કામની વાતો

દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત શોરૂમ નજીક પહોંચી ગઈ છે. ત્યારે તમારા ખિસ્સા પર ખર્ચ વધવાનું સ્વાભાવિક છે. જો તમે આ ખર્ચના બોજને ઓછો કરવા ઈચ્છતા હોય તો તમારે 90 કિલોમીટર ની માઈલેજ આપતી બાઈક ખરીદવી જોઈએ. આ બાઈક તમારી પસંદગીની કંપની જેવી કે હીરો, બજાજ અને ટીવીએસ જેવી નામી કંપનીઓની છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે અને આગળ પણ વધવાના જ છે. ત્યારે જો તમે સારી માઈલેજ આપતી બાઈક ખરીદવા નો પ્લાન કરી રહ્યા હોય તો આજના આર્ટિકલમાં અમે તમને અમુક સારા એવા વિકલ્પ આપી રહ્યા છીએ. જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

Bajaj PLATINA

image source

PLATINA 100 Es Drum ની દિલ્હી એક્સ શોરૂમ ની કિંમત 59 હજાર 859 રૂપિયા છે. બજાજ કંપનીએ આ બાઇકમાં ફોર સ્ટ્રોક dtsi સિંગલ સિલિન્ડર એન્જીન આપ્યું છે. જે 7.9 bhp નો પાવર અને 8.3 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 1 લીટર પેટ્રોલમાં 90.કિલોમીટર સુધીની માઇલેજ આપે છે.

Bajaj CT 100

બજાજે આ બાઇકને બે વેરીએન્ટ CT100 અને CT110 માં રજૂ કરી છે. આ બન્ને બાઇકની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 47 હજાર 654 રૂપિયા છે. CT100 માં કંપનીએ 102 cc નું 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર એન્જીન આપ્યું છે. આ એન્જીન 7500 rpm પર 5.81 kW નો મેક્સિમમ પાવર અને 5500 rpm પર 8.34 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 4 સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. તેના પાવરફુલ એન્જીનના કારણે આ બાઈક 90 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડવા માટે સક્ષમ છે.

Bajaj CT 110

image source

જ્યારે CT 110 માં તમને 115 cc નું 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જીન મળશે. આ એન્જીન 8.6 ps નો પાવર અને 9.81 નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 4 સ્પીડ ગિયર બોક્સ આપ્યું છે. પોતાના પાવરફુલ એન્જીનને કારણે આ બાઈક પણ 90 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે.

Hero HF DELUXE

image source

હીરો મોટોકોર્પની આ બાઈક લુક અને કમ્ફર્ટમાં ઘણી સારી છે. આ બાઈકના બેઝ વેરીએન્ટની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 51 હજાર 200 રૂપિયા છે. જ્યારે તેના ટોપ એન્ડ વેરીએન્ટની કિંમત 60 હજાર 25 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 97.2 cc નું એન્જીન આપ્યું છે જે 5.9 kw નો પાવર અને 8.5 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક એક લીટર પેટ્રોલમાં 60 થી 70 કિલોમીટરની માઇલેજ આપે છે.

TVS Sport

image sourec

TVS ની સૌથી વધુ વેંચાતી બાઇકોમાં આ બાઈકનું નામ સૌથી પહેલા આવે છે. આ સાથે જ બાઈકના મેન્ટેનન્સ કોસ્ટ પણ ઘણી ઓછી છે. ત્યારે આ બાઇકને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. TVS Sport બાઇકની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 56 હજાર 100 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 109 cc નું એન્જીન આપ્યું છે જે 8.18 bhp નો પાવર જનરેટ કરે છે.