40 વર્ષ પહેલાં લઈને ભૂલી ગયા હતા શેર, આજે 1400 કરોડથી પણ વધુ થઈ ગઈ કિંમત

કહેવાય છે ને કે જો તમે કોઈ બી વાવો છો તો એમાં ફળ ક્યારે આવશે એની ચિંતા કરવાની છોડી દેવી જોઈએ. જ્યારે સમય આવે ત્યારે એનું ફળ ચોક્કસ મળે છે. કેરળમાં રહેતા બાબુ જ્યોર્જ નામના એક વ્યક્તિ સાથે પણ કંઈક એવું જ બન્યું છે. બાબુ જ્યોર્જએ 43 વર્ષ પહેલાં એક કંપનીના 3500 શેર ખરીદ્યા હતા અને એમને એ શેર વિશે હવે યાદ પણ નહોતું રહ્યું. પણ હવે જ્યારે એમને એ શેર વિશે યાદ આવ્યું છે તો એ શેરની કિંમત 1448 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો કે કંપની બાબુ જ્યોર્જને આ પૈસા આપવાનો ઇનકાર કરી રહી છે.

image soure

74 વર્ષના બાબુ જ્યોર્જ અને એમના પરિવારના સભ્યો હવે આ બાબતને લઈને સેબી (SEBI) પાસે લઈ ગયા છે. બાબુ જ્યોર્જ અને એમના પરિવારના સભ્યોનું કહેવું છે કે એ શેરના અસલી માલિક છે અને કંપની એમને પૈસા આપવા માટે ઇનકાર કરી રહી છે. બાબુ જ્યોર્જના કહેવા અનુસાર એમને વર્ષ 1978માં મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડ કંપનીના શેર ખરીદ્યા હતા ત્યારે એ કંપની અનલિસ્ટડ હતી અને ડિવિડન્ડ પણ નહોતી આપતી. એટલે એમને શેર ખરીદ્યા અને પછી એ એને ભૂલી ગયા હતા. શેર ખરીદવાની સાથે બાબુ જ્યોર્જ કંપનીમાં 2.8% સ્ટેક હોલ્ડર બની ગયા હતા. કંપનીના સંસ્થાપક ચેરમેન પી પી સિંઘલ અને બાબુ જ્યોર્જ દોસ્ત હતા એટલે એમને આ શેર ખરીદ્યા પણ શેર ખરીદ્યા પછી બાબુ જ્યોર્જ એ શેર વિશે ભૂલી ગયા

image soure

જો કે વર્ષ 2015માં એમને આ વિશે યાદ આવ્યું અને એમને જોયું કે કંપનીનું નામ બદલીને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ રાખી દીધું છે અને એના શેરન વર્ષ 1989માં અન્ય કોઈને વેચી દીધા છે. બાબુ જ્યોર્જનો આરોપ છે કે કંપનીએ અવેધ રીતે એમના ડુપ્લીકેટ શેરનો ઉપયોગ કરીને અન્ય કોઈને એમના શેર વેચી દીધા છે.

image source

કંપનીએ એ વિશે બાબુ જ્યોર્જના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બે અધિકારીઓને પણ મોકલ્યા જેમને એ સ્વીકાર કર્યો છે કે આ અસલી છે. પણ તેમ છતાં કોઈપણ પ્રકારની કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, એના કારણે આ આખી બાબત સેબી (SEBI) માં પહોંચી છે.