ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગએ કર્યો કરાર, હવે લોકોના રાશન કાર્ડને લઈને આ કામ બનશે સરળ

દેશભરમાં 23.64 કરોડ રેશન કાર્ડ હોલ્ડરો એટલે કે રેશન કાર્ડ ધારકો છે. આ રેશન કાર્ડ ધારકોને હવે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરનો ફાયદો મળશે. આ માટે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના CSC ઇ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ સાથે મળીને કરાર કર્યો છે.

image source

દેશભરમાં આવેલા 3.7 લાખ કોમન સર્વિસ સેન્ટરમાં હવે રેશન કાર્ડ સાથે જોડાયેલી સેવાઓ પણ ઉપલબ્ધ થશે. આ સેન્ટર પર રેશન કાર્ડ સાથે જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવામાં આવશે. આ સેવાઓમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી, રેશનકાર્ડ માં અપડેટ કરવું અને તેને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા જેવી સેવાઓ શામેલ છે. આ પગલાથી દેશભરના 23.64 કરોડ રેશન કાર્ડધારકોને સીધો ફાયદો મળશે. ઉપભોક્તા મામલે, ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગે ઇલેક્ટ્રોનિકસ તથા આઇટી મંત્રાલય હેઠળ કામ કરનારી વિશેષ ઈકાઈ CSC ઇ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યા છે.

CSC માં રેશન કાર્ડ ધારકોને કઈ કઈ સેવાઓ મળશે ?

images ource

અર્ધ શહેરી અનસ ગ્રામીણ ક્ષેત્રોમાં રેશનની અપૂર્તિને સરળ બનાવવા અને PDS એટલે કે સાર્વજનિક વિતરણ પ્રણાલીને મજબૂત કરવી એ આ કરારનો હેતુ છે. દેશમાં 3.7 લાખ CSC દ્વારા રેશનકાર્ડ સેવાઓ માટે ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગ અને CSC એ સહમતી સાધી MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી થી દેશભરના 23.64 કરોડ રેશનકાર્ડ ધારકો પોતાના નજીકના CSC સેન્ટર ખાતે જઈને પોતાના રેશનકાર્ડ સંબંધિત માહિતી સરળતાથી અપડેટ કરાવી શકશે. એ સિવાય જે લોકોને ડુપ્લીકેટ રેશન કાર્ડ કઢાવવાનું હોય, રેશનકાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું હોય, અને રાશનની ઉપલબ્ધતા વિશેની માહિતી તેમજ ફરિયાદ કરવા માટે સરળતા રહેશે.

નવા રેશન કાર્ડ માટે પણ CSC સેન્ટરમાં કરી શકાશે અરજી

image source

હાલના રેશનકાર્ડ ધારકો નવુ રેશનકાર્ડ કઢાવવા માટે નજીકના સી.એસ.સી સેન્ટર ખાતે જઈને નવા રેશનકાર્ડ માટેની અરજી આપી શકશે. csc e governance સર્વિસ ઇન્ડિયા લિમિટેડના પ્રબંધ નિર્દેશક દિનેશ ત્યાગીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગ સાથે અમારી ભાગીદારી બાદ CSC નું સંચાલન કરનાર અમારા ગામ સ્તરના VLE લોકો સુધી પહોંચી શકશે જેઓ પાસે પોતાનું રેશનકાર્ડ નથી. તેઓ એ લોકોને સાર્વજનિક વિતરણ પ્રણાલી અને મફત રેસન જેવી અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ અપાવવા મદદ કરશે. નોંધનીય છે કે 1 june 2020 થી દેશમાં રેશનકાર્ડ પોર્ટેબિલીટી સેવા one nation one ration card શરૂ થઈ ચૂકી છે. આ યોજનામાં તમે કોઈપણ રાજ્યમાં રહીને રેશન ખરીદી શકો છો. સાદા શબ્દોમાં કહીએ તો તમારે દેશભરમાં ગમે ત્યાંથી ખાવાનો સામાન ખરીદવા માટે હેરાન થવાનું નહીં રહે.