Site icon News Gujarat

ક્યારેક સિરિયલની જાન હતા આ કલાકાર, જાણો હવે ક્યાં છે અને કેવા દેખાય છે.

ટીવી જગતમાં ફિમેલ એક્ટ્રેસનો સિક્કો ચાલે છે. સુંદરતા ભલે મોટા પડદા પર જોવા મળે કે નાના પડદા પર, સુંદરતા ક્યારેય નાની મોટી નથી હોતી. બોલીવુડની સાથે સાથે ટેલિવિઝનની પણ ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને દર્શકોના દિલમાં પોતાના માટે જગ્યા બનાવી છે. ટીવી ઇન્ડસ્ટ્રી પણ ઘણી ગ્લેમરસ છે. અહીંયા જે ટકી જાય, એ લાબું ચાલે છે. ખાસ વાત એ છે કે ટીવીમાં એક્ટ્રેસ શોની સક્સેસથી નથી ચાલતી પણ શો એક્ટ્રેસની સક્સેસ પર ચાલે છે. તો ચાલો આજે જાણી લઈએ એવી અભિનેત્રીઓ વિશે જે ક્યારેક સિરીયલનો જીવ હતી.

કુમકુમ- જુહી પરમાર.

image source

સિરિયલ કુમકુમ એ 7 વર્ષો સુધી દર્શકોનું એન્ટરટેનમેન્ટ કર્યું છે. આ સિરિયલનું નામ યાદ આવતા જ ગીત જીવન ભર રહેતા હે શ્રીગાંર સચ હે ના કુમકુમ સે… આપમેળે જ મોઢે આવી જાય છે. આ સિરિયલ 15 જુલાઈ 2002ના રોજ શરૂ થઇ હતી. આ સીરિયલમાં જુહી પરમારે સારી દીકરી, વહુ, પત્ની અને માતા બનીને એક મિશાલ રજૂ કરી હતી એ પછી લોકો જુહીને અસલ જીવનમાં પણ કુમકુમ કહીને બોલાવવા લાગ્યા હતા. આ સિરિયલને ઓફ એર થયે ઘણા વર્ષો થઈ ગયા છે. આ સિરિયલ પછી જુહી પરમાર ઘણી બધી સીરિયલમાં દેખાઈ. એમાં વિરાસત, કુસુમ, દેવી, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, તેરે ઇશ્ક મેં અને સંતોષી માઁ સામેલ છે. જુહી પરમારે એકટર સચિન શ્રોફ સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં જુહી બિગ બોસની વિનર બની અને એ પછી એમને એક દીકરી સમાયરાજે જન્મ આપ્યો. એ પછી જુહી અને સચિનના સંબંધોમાં તિરાડ પડી ગઈ અને વર્ષ 2018માં બન્નેએ ડિવોર્સ લઈ લીધા. જુહી હાલના દિવસોમાં પોતાની દીકરીનો ઉછેર કરી રહી છે.

કહાની ઘર ઘર કી- સાક્ષી તંવર.

image source

કહાની ઘર ઘરની પાર્વતી વહુને કોણ નથી ઓળખતું. ટીવી અમે ફિલ્મોની જાણીતી અભિનેત્રી સાક્ષી તંવરનું અભિનય કરિયર બે દાયકાથી વધુ સમય સુધી દમદાર ચાલી આવ્યું છે. એ પછી સાક્ષીએ ઘણી બધી સિરિયલ કરી જેમાં કુટુંબ, દેવી, જસ્સી જેસી કોઈ નહિ, બડે અચ્છે લગતે હે અને કર લે તું ભી મોહબ્બત વેબ સિરીઝ સામેલ છે. એ સાથે જ સાક્ષીએ આમિર ખાન સાથે ફિલ્મ દંગલમાં પણ કામ કર્યું છે. એ ફિલ્મમાં સાક્ષીએ આમિર ખાનની પત્નીનો રોલ કર્યો છે.સાક્ષીએ ઓક્ટોબર 2018માં 8 મહિનાની એક દીકરીને એડોપટ કરી છે જેનું નામ દિત્યા છે. સાક્ષી દીકરીને માતા લક્ષ્મીનું વરદાન માને છે. એટલે એમને દીકરીને દિત્યા નામ આપ્યું જે માતા લક્ષ્મીનું જ એક નામ છે.

ક્યોંકી સાસ ભી કભી બહુ થી- સ્મૃતિ ઈરાની.

image source

સ્મૃતિ ઇરાનીએ એકતા કપૂરની સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીથી ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી. તુલસી વીરાનીના રૂપમાં આઠ વર્ષો સુધી સતત દર્શકોનું મનોરંજન કર્યું છે. આ શોમાં એમની સાથે મિસ્ટર બજાજના રૂપમાં રોનીત રોય દેખાયા હતા. જો કે તુલસી વીરાની ઉર્ફે સ્મૃતિ ઈરાની હવે પડદાથી દૂર છે અને કેન્દ્રીય મંત્રી બની ચુકી છે.

દેશ ને નિકલા હોગા ચાંદ – સંગીતા ઘોષ.

image source

સંગીતા ઘોષ ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા શો દેશ મેં નિકલા હોગા ચાંદમાં પમ્મીને કોણ ભૂલી શકે છે. આ શોએ સંગીતાને ઘર ઘરમાં ઓળખ અપાવી. સંગીતા ઘોષે એમના કરિયરમાં એકથી લઈને એક ચડિયાતી સીરિયલમાં કામ કર્યું છે. સંગીતા ઘોષ પશ્ચિમ બંગાળના શિવપુરીની રહેવાસી છે.

કવ્યાંજલી – અનિતા હસનંદાની.

image source

અનિતા હસનંદાનીએ ટીવી પર વર્ષ 2001માં કભી સોતન કભી સહેલીથી ડેબ્યુ કર્યું હતું. આ શોમાં એમના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. એ પછી અનિતાએ નાના પડદા પર ધમાલ મચાવી દીધી. એમને કોઈ આપના સા, કવ્યાંજલી, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, ક્યાં દિલ ને કહા, કસમ સે, પ્યાર તુને ક્યાં કિયા અને નાગીન સહિત ઘણી સીરિયલમાં કામ કર્યું છે. અનિતા શોમાં નિભાવેલા પોતાના પાત્રોથી લોકોના દિલો પર રાજ કર્યું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પલ પળની અપડેટ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ એ માતા બની છે.

Exit mobile version