Site icon News Gujarat

એક્ટ્રેસ સાથે ડાન્સ કરી રહ્યા હતા સોનું સુદ, જ્યારે વચ્ચે સેલ્ફી લેવા આવી ગયા ફેન અને પછી

બૉલીવુડ એકટર સોનું સુદનું નવું ગીત સાથ ક્યાં નિભાઓગે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને લખ્યું છે અને ગાયું છે ટોની કકકરે અને એના મ્યુઝિક વીડિયોમાં સોનું સુદની સાથે નિધિ અગ્રવાલ લીડ રોલ પ્લે કરતી દેખાય છે. આ ગીત ખૂબ જ ઓછા સમયમાં યુટ્યુબ પર 15માં નંબર પર રેન્ક કરી રહ્યું છે.

વાયરલ થઈ ગયું ગીત.

image source

થોડાક જ કલાકોમાં આ ગીતને 21 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. ગીત તો સ્વાભાવિક રીતે સુપરહિટ થઈ ચૂક્યું છે પણ હવે સોનું સુદ ઈચ્છે છે કે લોકો આ ગીત પર રિલ્સ તૈયાર કરે. સોનું સુદે પોતાનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેને પોસ્ટ કરતા એમને એમના ફેન્સને અપીલ કરી છે કે એ પણ રિલ્સ બનાવે. પણ સૌથી મજેદાર સોનું સુદનો આ વીડિયો છે જેની સાથે એમને ફેન્સને એ અપીલ કરી છે.

સોનું સુદે શેર કર્યો વિડીયો.

image source

વીડિયોમાં સોનું સુદ નિધિ અગ્રવાલ સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા કે જ્યારે એમના એક ફેન એમની સાથે સેલ્ફી લેવા માટે જતો રહે છે. ડાન્સની વચ્ચે ડિસ્ટર્બ કરતા જોઈ સોનું સુદ એ ફેનને ખોપડી પકડીને ફેરવી નાખે છે અને એને લાત મારીને ભગાડી દે છે. તમને જણાવી દઈએ કે સોનું સુદે આ વીડિયો મસ્તીમાં બનાવ્યો છે અને હકીકતમાં એમને એમના કોઈ ફેન સફહે કોઈ અજુગતું વર્તન નથી કર્યું.

ફેન્સે સાંભળી સોનું સુદની વાત.

image source

સોનું સુદનો આ વીડિયો થોડાક જ કલાકમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લાખોની સંખ્યામાં લોકો એને જોઈ ચુક્યા છે. જ્યાં સુધી વાત છે બીજા ફેન્સ દ્વારા આ સોન્ગ પર રિલ બનાવવાની તો સોનું સુદના ફેન એમની વાત ન સાંભળે એવું તો બની જ ન શકે. રિયલ લાઈફ હીરો કહેવાતા સોનું સુદના અપીલ કરતા જ એમના ફેન્સ આ ગીત પર રિલ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનું સુદ જલ્દી જ ઘણી ફિલ્મોમાં પણ દેખાશે. છેલ્લે સોનું સુદ રણવીર સિંહ સાથે ફિલ્મ સિમ્બઆ વિલનના રોલમાં દેખાયા હતા. હવે સોનું સુદ ફિલ્મ પૃથ્વીરાજમાં કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મથી મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી માનુષી છીલ્લર બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સાથે જ સોનું અમુક સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે.

Exit mobile version