ગૂગલ પર દુનિયાભરમાં સૌથી વધુ સર્ચ થયું FAANG… જાણો શું છે FAANG

જ્યારે પણ આપણને કોઈ નવી વસ્તુ કે નવા શબ્દ વિશે સાંભળવા મળે અને તેના વિશે આપણે કશું જાણતા ન હોય તો આ જાણકારી લેવા માટે સૌથી પહેલી મદદ લેવામાં આવે છે ગૂગલની.. નાનામાં નાના શબ્દથી લઈ મોટી ઘટનાઓ સુધીની જાણકારી ગૂગલ પરથી તો મળી જ જાય છે. તેવામાં ઘણી વખત લોકો કોઈ એક વસ્તુ કે વાતને લઈ એટલી બધી સર્ચ કરે છે કે તે શબ્દ ગૂગલ સર્ચમાં ટોપ લિસ્ટમાં આવે છે. જેમકે કોરોના મહામારી દરમિયાન કોરોના વાયરસ વિશ્વભરની સર્ચ લિસ્ટમાં ટોપ પર હતું. પરંતુ તેવામાં અચાનક એક શબ્દની સર્ચમાં 5000% વધુ તેજી જોવા મળી હતી. આ શબ્દ એટલો ખાસ છે કે તેને દુનિયાભરના લોકો જાણવા ઈચ્છે છે.

image source

દેશ અને દુનિયામાં શેરબજારના વધતા ટ્રેન્ડ સાથે લોકો પણ તેના તરફ વધુ ઝુક્યા છે. 2020 માં વૈશ્વિક લોકડાઉન વચ્ચે ગૂગલ પર કેટલાક ટ્રેન્ડિંગ શબ્દોમાં ‘FAANG સ્ટોક’ શબ્દમાં બ્રેકઆઉટ જોવા મળ્યું. બ્રેકઆઉટ એટલે કે તે શબ્દની શોધમાં 5,000 ટકાથી વધુનો વધારો થયો છે. FAANG શબ્દની લોકપ્રિયતા એટલી વધારે હતી કે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને એશિયાના લોકો તેના વિશે સૌથી વધુ જાણવા માંગતા હતા. FAANG અમેરિકામાં સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓનો મળીને બનેલો શબ્દ છે અને તે રોકાણકારાની રુચિની વાતમાં સૌથી લોકપ્રિય છે.

શું છે FAANG ?

image source

તાજેતરમાં FAANG સ્ટોકસ ખૂબ જ લોકપ્રિય બન્યા છે અને તે દરેકને પસંદ છે. FAANG સ્ટોક્સનો ઉપયોગ પાંચ સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી કંપનીઓના શેરોને પરિભાષિત કરવા માટે થાય છે. જેમાં

image source

F – Facebook (Facebook)

A – Amazon (Amazon)

A – Apple (Apple)

N – Netflix (Netflix)

G – Google (હવે આલ્ફાબેટ ઇન્ક તરીકે ઓળખવામાં આવે છે)

FAANG શબ્દનો પ્રથમ ઉપયોગ 2013 માં મેડ મની જિમ ક્રેમરે એક કાર્યક્રમમાં કર્યો હતો. ક્રેમરે શરૂઆતમાં FANG ફેંગ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ જેમ જેમ એપલની લોકપ્રિયતા વધતી ગઈ તેમ તેમ તેમાં બીજો ‘A’ ઉમેરવામાં આવ્યો અને તે ફેંગમાંથી ફાંગ FAANGમાં બદલાઈ ગયો.

image source

ગયા વર્ષે મહામારી દરમિયાન લોકડાઉનમાં લોકો કામ અને મનોરંજન બંને માટે ઓનલાઇન પ્લેટફોર્મ પર નિર્ભર હતા. તે સમયે આ પ્લેટફોર્મ્સની લોકપ્રિયતામાં ઝડપી ઉછાળો આવ્યો હતો. એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મની માંગ વધી છે. લોકો ગૂગલ અને ફેસબુક પર પણ વધુ ને વધુ સમય પસાર કરતા હતા. આ કારણે આ કંપનીના શેરોમાં પણ ભારે તેજી આવી હતી. રોકાણકારોની મોટી સંખ્યાએ આ કંપનીઓના શેર ખરીદવાનું શરૂ કર્યું હતું.