મોટી મોટી ડીગ્રીઓ ધરાવે છે બિગ બોસના આ કન્ટેસ્ટન્ટ, જાણી લો કોણ છે કેટલું ભણેલું

ટીવીના સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસના 15મી સિઝન સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શો પહેલા જ દિવસથી દર્શકોને જબરદસ્ત એન્ટરટેનમેન્ટ કરી રહ્યો છે. આ વખતે આ શોમાં જંગલ થીમ પર આધારિત છે. એવામાં જંગળવાસી અને ઘરવાળાઓ વચ્ચે ચાલી રહેલી આ ગેમ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તો આ વખતે શોનો ભાગ બનેલા કન્ટેસ્ટન્ટ પણ ઘણા જ એન્ટરટેનિંગ છે. અલગ અલગ બેકગ્રાઉન્ડના આ કન્ટેસ્ટન્ટ શોમાં બન્યા રહેવા માટે પોતાના પુરા પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે. તો ચાલો જાણી લઈએ બિગ બોસની આ સીઝનમાં દેખાઈ રહેલા આ કન્ટેસ્ટન્ટના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ વિશે

ઉંમર રિયાઝ

બિગ બોસ 13ના દેખાઈ ચૂકેલા અસીમ રિયાઝના ભાઈ ઉમર રિયાઝ વ્યવસાયે ડોકટર છે. એમના આ પ્રોફેશન સિવાય એ મોડલિંગ, એક્ટિંગમાં પણ એમનું નસીબ અજમાવી રહ્યા છે. ઉમરે જમ્મુ કશ્મીરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવી છે.

image sooure

તેજસ્વી પ્રકાશ

આ સિઝનની સૌથી ચુલબુલી કન્ટેસ્ટન્ટ અદાકારા તેજસ્વી પ્રકાશ એક એન્જીનીયર છે. બહું ઓછા લોકો જાણતા હશે કે એમને ઇલેક્ટ્રોનિકસ એન્ડ ટેલિકમ્યુનિકેશનમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.

શમિતા શેટ્ટી

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટીએ કોમર્સ સબ્જેક્ટમાં અભ્યાસ પૂરો કર્યો છે. એ પછી એક્ટ્રેસે લંડનમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ પૂરો કર્યો છે.

image sourec

ડોનલ બીષ્ટ

હાલમાં જ શોમાંથી એલિમિનેટ થયેલી એક્ટ્રેસ ડોનલ બીષ્ટ જર્નલિસ્ટ તરીકે કામ કરી ચુકી છે. એમને માસ કમ્યુનિકેશનમાં એમનો અભ્યાસ પૂરો કર્યો હતો.

પ્રતીક સહજપાલ

બિગ બોસ ઓટીટીથી સીધા બિગ બોસ 15માં આવનાર કન્ટેસ્ટન્ટ પ્રતીક સહજપાલે લોમાં ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવી છે. એ નોએડાની એમિટી લો સ્કૂલમાં ભણેલા છે.

image source

કરણ કુન્દ્રા

આ સીઝનના દમદાર અને હેન્ડસમ કન્ટેસ્ટન્ટ ટીવી એકટર કરણ કુન્દ્રાએ એમબીએ કર્યું છે. જો કે એમનું શરૂઆતથી જ પેશન એક્ટિંગ રહ્યું છે.

માયશા અય્યર

એક્ટ્રેસ માયશા અયયરે મુંબઈની એમિટી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડીગ્રી મેળવી છે.

image soure

સિમ્બા નાગપાલ

ટીવી સિરિયલ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં દેખાયેલા અભિનેતા સિમ્બા નાગપાલ એક આર્કિટેક્ટ છે. એમને સુશાંત સ્કૂલ ઓફ આર્કિટેક્ચર માંથી એમનો અભ્યાસ પૂરો કર્યો છે.

image source

વિશાલ કોટિયાન

આ સિઝન શોના માસ્ટરમાઇન્ડ કન્ટેસ્ટન્ટમાંથી એક વિશાલ કોટિયાનનું બાળપણ ઘણું મુશ્કેલીઓ ભર્યું હતું. તેમ છતાં એમને ફાઇનાન્સમાં એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.