સરકારે ડ્રોપ કર્યો આ મોટો પ્લાન, જાણો રેલ્વે યાત્રીઓને શું થશે તકલીફો, શું છે તેની પાછળનું કારણ

ભારત સરકારે થોડા સમય અગાઉ એક યોજના જાહેર હતી કે ટુંક સમયમાં રેલ્વે સ્ટેશનની જેમ મુસાફરોને ટ્રેનમાં પણ ફ્રી વાઇ-ફાઇ સુવિધા મળશે. પરંતુ હવે આ યોજના પડતી મૂકવામાં આવી છે.

image source

ભારતીય રેલ્વે તેના મુસાફરોને ડિજિટલ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. દેશના ઘણા રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને ફ્રી વાઇ-ફાઇ સુવિધા આપવામાં આવે છે. પરંતુ આ સુવિધા ઉપરાંત સરકારે અગાઉ એવું જાહેર કર્યું હતું કે ટુંક સમયમાં મુલાફરોને રેલ્વે સ્ટેશન પર જ નહીં પરંતુ ટ્રેનમાં પણ ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ થશે. આ જાહેરાતથી લોકો પણ રાજીના રેડ થઈ ગયા હતા પરંતુ હવે સામે આવ્યું છે કે સરકારની આવું કરવાની કોઈ યોજના નથી. હવે ભારતીય રેલ્વેએ પોતાનો આ વિચાર બદલી નાખ્યો છે અને ફ્રી વાઈ ફાઈનો પ્લાન ડ્રોપ કરી દીધો છે.

image source

સરકારે સંસદમાં આપેલી જાણકારી અનુસાર ભારતીય રેલ્વેએ ટ્રેનમાં ઇન્ટરનેટ કનેક્શન આપવાના પ્રોજેક્ટને પડતો મૂક્યો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાવડા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સેટેલાઈટ કમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા વાઈ-ફાઈ આધારિત ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ જાણી શકાયું કે આ પ્રોજેક્ટમાં ખર્ચ ખૂબ વધુ થઈ રહ્યો છે.

image source

સંસદમાં આપવામાં આપેલી માહિતી મુજબ, બૈંડવિથ ચાર્જ તરીકે અન્ય ખર્ચ સાથે આ ટેકનોલોજીમાં વધારે ખર્ચ થઈ રહ્યો હતો. તેના કારણે સંપૂર્ણ ખર્ચ ઈફેક્ટિવ ન હતો. સાથે જ ટ્રેનના યાત્રીઓ માટે ઈંટરનેટ બૈંડવિથની ઉપલબ્ધતા પર્યાપ્ત નથી. તેના કારણે સરકારે ટ્રેનમાં વાઈ ફાઈ દેવાનો પ્રોજેક્ટ ડ્રોપ કર્યો છે. સાથે જ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં ટ્રેનોમાં વાઈ ફાઈ આધારિત ઈંટરનેટ સેવાઓનું પ્રાવધાન માટે ઉપયુક્ત ખર્ચ સાથે પ્રભાવી ટેકનોલોજી ઉપલબ્ધ નથી.

image source

જણાવી દઈએ કે અગાઉ તત્કાલીન રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે 2019 માં કહ્યું હતું કે કેન્દ્ર ટ્રેનમાં વાઈ-ફાઈ ઉપલબ્ધ કરવાની યોજના બનાવી રહી છે. હાલના સમયમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા માત્ર કેટલાક રેલ્વે સ્ટેશનો પર જ ઉપલબ્ધ છે. જ્યારે તમે રેલ્વે સ્ટેશન પર પહોંચો છો અને તમારે ફ્રી વાઇ-ફાઇ સેવાનો ઉપયોગ કરવો છે તો તમારે તેના માટે રિક્વેસ્ટ કરવી પડશે. ત્યાર પછી તમને 30 મિનિટ માટે ફ્રી વાઈ ફાઈ મળશે. 30 મિનિટથી વધુ વાઈ ફાઈ જોઈએ તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.