Site icon News Gujarat

ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળો આખા વિશ્વમાં છે પ્રચલિત, ઊંંધી દિશામાં કાટા ફરતા જોઈ લોકો વિશ્વાસ નથી કરી શકતા

આદિવાસી સમાજ વિશે એવું કહેવામાં આવે છે કે પ્રાકૃતિક નિયમોને માનનારો અને તેના પાલન પાછળ પોતાનુ જીવન ઘસી નાંખનારો સમાજ એટલે આદિવાસી. પરંતુ આ સમાજની ઘડિયાળ એ વિશ્વમાં એક અલગ જ રીતે ઓળખાય છે. કારણ કે મોટેભાગે આખી દુનિયામાં સમય બતાવતી ઘડિયાળોના કાંટાઓ ડાબેથી જમણી દિશામાં (ક્લોક વાઇઝ) ફરે છે, ત્યારે આ ઘડિયાળો જમણેથી ડાબે (એંટીક્લોક વાઇઝ) ફરતા કાંટાઓવાળી એટલે ઉંધી ફરતી આદિવાસી ઘડિયાળ આશ્ચર્ય પમાડે છે. તો વળી એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ પ્રકારનું ઘડિયાળ સૌ પ્રથમ છત્તીસગઢના રાયપુરમાં આદિવાસી વૈજ્ઞાનિક મનાતા દીલીપ પરતેએ બનાવી હતી.ત્યારથી આ ઘડિયાળ આદિવાસી સંસ્કૃતિના પ્રતિક રૂપે વપરાઇ રહી છે અને હાલ દાહોદ જિલ્લામાં તેનું ચલણ વધી રહ્યું છે.

image source

જ્યારે તમે દાહોદ અને પંચમહાલ જાઓ ત્યારે આદિવાસીના ઘરમાં દીવાલ પર એક અલગ ઘડિયાળ જોવા મળે છે. આ ઘડિયાળના આંકડા તો ઉંધી દિશા વાળા સાથે કાંટા પણ સામાન્ય માણસની દ્રષ્ટિએ ચલણમાં છે તે ઘડિયાળથી વિપરિત દિશામાં ફરતાં જોવા મળે છે. પરંતુ આ ઘડિયાળ પૂછનારને પ્રકૃતિ વિષે સમજ આપે છે. આદિવાસીઓની આ ઘડિયાળ પણ પ્રકૃતિના નિયમ આધારિત હોવાની અને તેના પાછળનો તર્ક પણ પ્રાકૃતિક હોવાનુ જાણવા મળ્યું છે. સામાન્ય રીતે કોઇ પણ ઘડિયાળના આંક 12થી શરૂ થઇને 11એ પુરા થાય છે પરંતુ આ ઘડિયાળમાં એવું નથી. કારણ કે આ ઘડિયાળના આંક સામાન્ય ઘડિયાળના આંક કરતાં ઉંધી દિશામાં ચીતરેલાં જોવા મળે છે સાથે તેના કાંટા પણ તે મુજબ જ ચાલે છે.

image source

આવી અનોખી ઘડિયાળ વિશે વાત કરતાં આદિવાસી સમાજના અગ્રણી સામાજિક કાર્યકર વીજયભાઇ મછાર જણાવે છે કે, અમે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છીએ. નાચીયે છીયે તો જમણેથી ડાબે ફરીયે છીયે, હળ પર જમણેથી ડાબે જ ચલાવીએ છીયે, પાણીમાં ભંવર પણ જમણેથી ડાબે ફરે છે, ધર્મ અનુષ્ઠાનમાં પણ અમે જમણેથી ડાબે જ અર્પણ કરીયે છીયે, જન્મ સંસ્કાર, વિવાહ સંસ્કાર અને મૃત્યુ સંસ્કારમાં અમે આદિવાસી જમણેથી ડાબે જ ફરીને સંસ્કાર પૂર્ણ કરીયે છીયે.

image source

આ સાથે જ પોતાની વાતને વિજ્ઞાન સાથે સાંકળીને તેઓ કહે છે કે સૂર્ય ફરતે પૃથ્વિ સહિત તમામ ગ્રહ જમણેથી ડાબે જ ચક્કર લગાવે છે અને વિજ્ઞાનમાં તમામ ઇલેક્ટ્રોન પણ પ્રોટેન, ન્યુટ્રોન, ન્યુક્લિયાસના જમણેથી ડાબે ચક્કર લગાવે છે. પ્રકૃતિ જ્યારે જમણાથી ડાબાનું પાલન કરે છે તો અમારો સમય પણ તેના હિસાબે જ હોવો જોઇએ. જેથી અમે વિપરીત પ્રકૃતિ મુજબની જમણેથી ડાબે ચાલતી ઘડિયાળ વાપરીયે છીયે. આ ઘડિયાળમાં સમય જોવામાં કોઇ જ ફેર પડતો નથી. તેનું ચલણ શરૂ થયું છે હાલ તો કન્યાદાનમાં પણ આ ઘડિયાળ આપ છે. બે હજાર જેટલાં આદિવાસીઓના ધંધા-રોજગારે આનો ઉપયોગ થઇ રહ્યો છે.

image source

હડમતખુંટા એક શિક્ષક છે તેઓ પણ કહી રહ્યાં છે કે ઘણા સમયથી ઘડિયાળ વાપરૂ છું. પ્રકૃતિ મુજબ આ ઘડિયાળના કાંટા ફરે છે અને સમયમાં કોઇ ફેરફાર આવતો નથી. આ વખતે મને જેટલાં પણ લગ્નોમાં આમંત્રણ મળ્યાં ત્યાં મેં કન્યાદાન રૂપે આ ઘડિયાળ જ ભેંટ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version