અંડરવર્લ્ડ ડોનનો પ્રેમ જ બની ગયો એક કલંક, છીનવી લીધી ઈજ્જત, કરી દીધી ગુમનામ.

એક સમય હતો જ્યારે ડી કંપનીની મુંબઈ અને બોલીવુડમાં બોલબાલા હતી અને અહીંયા એ જ થતું હતું જે ભાઈ ઈચ્છતા હતા. ક્રિકેટમાં સટ્ટાબાજી હોય કે લોકો પાસે પૈસા વસૂલી દાઉદના નામ પર બધું થતું હતું. દુબઈમાં ઘણીવાર દાઉદને ભારત પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવામાં આવતા હતા અને એમની સાથે કોઈને કોઈ બૉલીવુડ સ્ટાર પણ બેઠેલા દેખાતા. દુબઈના ડોનની પાર્ટી પણ ખૂબ જ ફેમસ હતી, એવો દબદબો હતો કે એમને કોઈ ના નહોતું પાડી શકતું.

Mandakini
image source

80-90ના દાયકામાં બૉલીવુડ અને ડી કંપનીનું ગઠબંધન ખૂબ જ જાણીતું હતું. એ દરમિયાન 1985માં એક ફિલ્મ આવી રામ તેરી ગંગા મેલી અને એને એક નવા કલાકારને જન્મ આપ્યો મંદાકિની જેનું અસલી નામ હતું યાસમીન જોસેફ. મંદાકિનીને આ ફિલ્મે રાતોરાત એ સ્ટારડમ અપાવ્યું જેના માટે દરેક એકટર તરસે છે. ભૂરી આંખો વાળી આ છોકરીના ભોળપણથી બધા આકર્ષિત થઈ ગયા. એટલું જ નહીં મંદાકિનીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ પણ કર્યા જે એ સમયે ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મથી મળેલા સ્ટારડમેં મંદાકિનીને એક પછી એક ઘણી ફિલ્મો અપાવી.

Mandakini & Dawood Ibrahim
image source

પણ 90ના દાયકામાં કંઈક એવું થયું કે બધું જ બદલાઈ ગયું. મંદાકિનીની સુંદરતાથી ડોન દાઉદ ઇબ્રાહિમ પણ ખુદને રોકી ન શક્યા અને પછી શરૂ થઈ એમની લવસ્ટોરી. બન્નેના પ્રેમની ચર્ચા જોર પકડવા લાગી. મંદાકિની ઘણીવાર ડોનને મળવા દુબઈ જતી અને એમના જ વિલામાં એમના રોકાવાની વ્યવસ્થા થતી. બન્નેને ઘણીવાર ક્રિકેટ સ્ટેડિયમમાં સાથે મેચ જોતા પણ જોવામાં આવ્યા. એ પણ ખબર હતી કે મંદાકિનીને ફિલ્મ અપાવવા માટે દાઉદ ઘણીવાર પ્રોડ્યુસરને ધમકાવતા હતા.

Mandakini & Dawood Ibrahim
image source

બન્નેના ફોટા છાપા અને મેગેઝીનમાં છપાવવા લાગ્યા હતા અને એમના અફેરથી દાઉદની પત્ની પણ અજાણ નહોતી અને બન્ને વચ્ચે ઝગડા થવા લાગ્યા હતા. એટલે સુધી કે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી. જો કે મંદાકિનીએ ક્યારેય પણ દાઉદ સાથે પોતાના સંબંધને કબૂલ્યા નહોતા અને ફક્ત એટલું જ કહ્યું કે એ બન્ને મિત્રો છે.

Dawood Ibrahim
image source

પણ પછી આવ્યું વર્ષ 1993 જ્યારે મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ થયા. એનો આરોપી દાઉદ દેશ છોડીને ભાગી ગયો અને એટલે ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી જેમાં મંદાકિની પણ સામેલ હતી. મંદાકિનીએ ફકત દોસ્તીની વાત કહી.

સાંભળવામાં આવ્યું હતું કે એ સિરિયલ બ્લાસ્ટ પછી દાઉદનો ખોફ વધી ગયો હતો અને લોકો એમની ધમકીઓથી ડરીને મંદાકિનીને ઈચ્છા ન હોવા છતાં ફિલ્મ આપવા મજબુર હતા. પણ આ ખોફ ક્યાં સુધી રહેતો અને જે દાઉદના કારણે મંદાકિનીને ફિલ્મો મળી રહી હતી એ જ એના કરીયરની બરબાદીનું કારણ પણ બની ગયો હતો કારણ કે હવે લોકો મંદાકિનીથી દુર રહેવા લાગ્યા હતા અને એમને ફિલ્મલ પણ ઓછી મળવા લાગી હતી. ખુદ મંદાકિનીએ પણ પોતાને સમેટી લીધી હતી ને ખુદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અચાનક ગાયબ થઈ ગઈ.

Mandakini & Dawood Ibrahim
image source

કહેવામાં આવે છે કે દાઉદ અને મંદાકિનીને એક બાળક પણ થયું હતું પણ મંદાકિનીએ ક્યારેય એની પુષ્ટિ નથી કરી. મંદાકિનીએ ગ્લેમર વર્લ્ડ છોડી બૌદ્ધ આશ્રમમાં સહારો લઈ લીધો હતો અને પોતાના થનાર હમસફર સાથે પણ એમની અહીંયા મુલાકાત થઈ. ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર જે મર્ફી બચ્ચેના નામે જાણીતા હતા આજે મંદાકિનીના પતિ છે. એમના બે બદલો થયો દીકરો રબ્બીલ અને દીકરી રાબઝે પણ રબ્બીલનું વર્ષ 2000માં એક સડક એક્સિડન્ટમાં નિધન થઈ ગયું. હાલ મંદાકિની એમના પતિ સાથે મુંબઈમાં તિબ્બતન હર્બલ સેન્ટર ચલાવે છે અને ખુદ મંદાકિની તિબ્બત યોગા પણ શીખવે છે. માનવામાં આવે છે કે દાઉદ સાથે નામ જોડાવવાના સ્ટ્રેસના કારણે એમને બોલીવુડ છોડી ધર્મનો માર્ગ અપનાવી લીધો હતો. જો કે બૉલીવુડ છોડ્યા પછી એમને મ્યુઝીમ આલ્બમમાં પણ કિસ્મત અજમાવી પણ એ પણ ચાલ્યા નહિ.

દાઉદ મંદાકિની માટે એક એવું નામ બની ચૂક્યું હતું જેને એમની ઈજ્જત અને શોહરત છીનવીને એમને અંધારામાં ગરકાવ થઈ જવા મજબુર કરી દીધા.