કલર્સ ચેનલના સુપરહિટ શો બિગ બોસ જલ્દી જ વુટ એપ પે ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે. બિગ બોસ ઓટીટી માધ્યમથી પ્રસારિત થનાર આ શો જલ્દી જ દર્શકોની વચ્ચે હશે જેને કરણ જોહર હોસ્ટ કરશે. ઓટીટી પ્લેટફોર્મ માટે મેકર્સે કરણ જોહરને હોસ્ટ તરીકે પસંદ કર્યા છે જેના કારણે દર્શકો આ શો માટે ખૂબ જ એક્સાઇટેડ છે. શોની શરૂઆત કરતા પહેલા કરણ જોહરે મીડિયા સાથે વાત કરી અને જણાવ્યું કે એ બિગ બોસના કેટલા મોટા ફેન છે.
કરણ જોહરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે એ બિગ બોસના ઘરમાં ખુદ બંધ થવા માંગે છે પણ એ એક કલાક પણ પોતાના ફોનથી અલગ નહિ રહી શકે. ઘરની અંદર જો એમને એમનો ફોન મળી જાય તો ખૂબ જ સારું રહેશે.
જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યું કે જો એમને બિગ બોસના ઘરમાં કોઈની સાથે જવાનો મોકો મળે તો એ કોની સાથે જવા માંગશે? તો કરણ જોહરે કહ્યું કે એ મલાઈકા અરોરા અને કરીના કપૂર ખાન સાથે બિગ બીસના ઘરમાં બંધ થવા માંગશે. કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા કરણની સારી મિત્ર છે જેના કારણે એમને આ બન્નેના નામ લીધા છે
તમને જણાવી દઈએ કે બિગ બોસ 15નું હોસ્ટિંગ સલમાન ખાન જ કરશે. બિગ બોસ ઓટીટીના અમુક અઠવાડિયા પછી મેકર્સ એને ટીવી પર રિલીઝ કરશે. જ્યાં પ્રતિયોગીઓને કરણ જોહરનો નહિ પણ સલમાન ખાનનો સામનો કરવો પડશે. મેકર્સે બિગ બોસ 15ના બઝ ક્રિએટ કરવા માટે અમુક અઠવાડિયા સુધી એને ઓટીટી પર પ્રસારિત કરવાનો નિર્ણય કર્યો છે. એનાથી દર્શકો પ્રતિયોગીઓને સારી રીતે ઓળખી શકશે અને એમને ખબર પડશે કે કયા પ્રતિસ્પર્ધીમાં કેટલો દમ છે??
તમને જણાવી દઈએ કે રુબીના દિલેક બિગ બોસ 14 જીતી હતી અને રાહુલ વૈદ્ય રનર અપ રહ્યા હતા. બિગ બોસ 14ના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાને કહ્યું હતું કે બિગ બોસ 15 પણ આવશે. શો દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે બિગ બોસ 15માં સ્પર્ધકોની પસંદગી કરવાની પ્રક્રિયા અગાઉની સિઝન કરતા અલગ હશે. આ વખતે આ જવાબદારી પ્રેક્ષકોને અપાશે
બિગ બોસની શરૂઆત સોની ટીવી પર વર્ષ 2006માં થઈ હતી. આ શો બિગ બ્રધરનું હિન્દી વર્ઝન છે જે નેધરલેન્ડમાં શરૂ થયો હતો.. બિગ બોસની પહેલી સિઝન અરશદ વારસીએ હોસ્ટ કરી હતી અને એમાં આશીકી ફેમ હીરો રાહુલ રોય વિજેતા થયા હતા. આ શોની બીજી સિઝન શિલ્પા શેટ્ટીએ હોસ્ટ કરી હતી જ્યારે ત્રીજી સીઝનમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હતી.પંચમી સિઝન સંજય દત્તે હોસ્ટ કરી હતી અને ત્યાર બાદની બધી સિઝન સલમાન ખાને હોસ્ટ કરી છે.