ડાયમંડ-ઝ્વેલરીના ખરીદ વેચાણ માટે સુરતમાં બન્યું ઓક્શન હાઉસ, એક દિવસનું ભાડુ 1 લાખ

હિરા ઉદ્યોગમાં ગુજરાતનું સુરત શહેર એક અનોખી ઓળખ ધરાવે છે. ડાયમંડ નગરી સુરતમાં હવે વધુ એક સોપાન શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, નાના વેપારીઓ અને નાના જ્વેલર્સોને તેમની પ્રોડક્ટની હરાજી કરવા સરળતાથી જગ્યા મળે તે માટે સુરત ખાતે જીજેઈપીસી દ્વારા ભારતના સૌપ્રથમ ઓક્સન હાઉસનું ઉદ્‌ઘાટન 16મીએ થવા જઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે, તેનું એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા હશે. નોંધનિય છે કે, પહેલું બુકિંગ 18મી ઓગસ્ટે થયું છે.

image source

નોંધનિય છે કે, આ ઓક્શન હાઉસ સુરતના વેસુ ખાતે આવેલા ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે, તો બીજી તરફ તેને બનાવવાનો અંદાજીત ખર્ટ 4 કરોડ રૂપિયા અને 2200 સ્ક્વેરફૂટમાં તૈયાર કરાયું છે. નોંધનિય છે કે, ભારતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા ત્રણ એજન્સીઓ, એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્નમેન્ટની એજન્સી અથવા તો જીજેઈપીસી પોતે બનાવે તો તેની માન્યતા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે.

image source

આમાં સુવિધાની વાત કરીએ કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનિય છે કે, ઉદઘાટન જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ દ્વારા કરવામાં આવશે. આ અંગે જીજેઈપીસીના જણાવ્યા પ્રમાણે આ ઓક્શન હોઉસમાં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરી શકાશે. તમને જણાવી દઈએ કે, આ ભારતનું પહેલું ઓક્શન હાઉસ હોવાથી સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર કે અન્ય શહેરોમાં હીરા જ્વેલરીનો વ્યવસાય કરનારાને પણ લાભ મળશે.

image source

નોંધનિય છે કે, દુનિયાનો કોઈ પણ વેપારી આ ઓક્શન હાઉસનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી સામે આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ ઓક્શન હાઉસ બનાવાયું છે. જેમાં વિશ્વનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માઈનર માલ બતાવવા માટે અથવા વેચાણ માટે લાવી શકે છે. આ ઉપરાંત સ્થાનિક માર્કેટમાંથી કોઈએ ટેન્ડરિંગ કરવું હોય તે પણ પોતાનો માલ સરળતાથી મૂકી શકશે. તમને જણાવી દઈએ કે, મોટી માઈનર કંપનીઓ સુરતના ડાયટ્રેડ સેન્ટરમાં આવશે જ્યારે નાની કંપનીઓ આ ઓક્શન હાઉસમાં આવશે. જેથી આવનારા સમયમાં સમગ્ર દેશ અને દુનિયામાં સુરતની એક નવી ઓળખ ઉભી થશે.

image source

તમને જણાવી દઈએ કે,ડાયમંડ નગરી સુરતમાં ઘણી કંપનીઓ ખરીદી, વેચાણ, હરાજી કરવા આવતી હતી પરંતુ તેના માટે કોઈ ચોક્કચ સ્થળ ન હોવાથી કોઈ મોંઘી હોટલોમાં આયોજનો કરવા પડતા હતા. નોંધનિય છે કે, ત્યાં લાઈટ, સિક્યોરટી સહિત લોકરની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે સુરત ખાતે આ ઓક્શન હાઉસ તૈયાર થઈ જવાથી આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તેમ જીજેપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ માહિતી આપી છે. નોંધનિય છે કે વર્ષોથી સુરતની ઓળખ ડાયમંડ નગરી તરીકે થાય છે. સુરતના વેપારીઓ દેશ વિદેશમાં પોતાનો વ્યવસાય કરે છે અને તેમને એક નવી તક મળશે.