આયુષ્માન કાર્ડમાં ફેરફાર થયા.. જાણો કઇ કઇ બિમારીમાં કેટલો ફાયદો, ક્યારથી મળશે લાભ

દેશમાં સૌથી મોટી સમસ્યા આરોગ્યને લગતી છે.. અને કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકના આરોગ્યની સતત ચિંતા કરી રહી છે.. અને માટે જ આરોગ્યની સ્થિતિ સતત સુધારવા માટે વિવિધ કાર્ડની યોજના અમલમાં લાવી રહી છે.. દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન કાર્ડમાં ફેરફાર કર્યા..

image source

ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે.. જેના થકી હેલ્થ બેનિફિટ પેકેજના રેટમાં 20 ટકાથી માંડીને 400 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.. દેશભરમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન યોજનાને લાગુ કરનારી એપેક્સ બોડી નેશનલ હેલ્થ ઓર્થોરિટી છી.. અને તેના અધિકારીઓએ જાણકારી આપી કે કેન્સર, ડેન્ગ્યુ, બ્લેક ફંગસ સહિત અનેક બિમારીઓના દર્દીઓને હવે આ યોજના અંતર્ગત લાભ મળશે.. અને સૌથી મોટી જાહેરાત તો ટ્રાન્સજેન્ડર માટે છે.. સરકારની નવી યોજના “SMILE” દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ હવે ટ્રાન્સજેન્ડર્સને પણ મેડિકલ કવર આપશે.. અને સેક્સ ચેન્જ જેવા ઓપરેશનમાં પણ આ વીમાનો લાભ મેળવી શક્શે..

કયા કયા ફેરફાર કરાયા..?

image source

NHA એટલે કે નેશનલ હેલ્થ ઓર્થોરિટી દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે AB-PMJAY અંતર્ગત હેલ્થ બેનિફિટ પ્રોગ્રામમાં ફેરફાર કરાયો છે.. જેમાં સર્જરી અ મેડિકલ પ્રોસિજરના દરોમાં 20 ટકાથી માંડીને 400 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.. નેશનેલ હેલ્થ ઓર્થોરિટીએ કહ્યું કે નવા પેકેજ અંતર્ગત લગભગ 400 જેટલી મેડિકલ પ્રોસિજરના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.. બ્લેક ફંગસની સાથે સંકળાયેલું નવુ મેડિકલ મેનેજમેન્ટ પેકેજ પણ જોડવામાં આવ્યું.. અને અમારા તરફથી લગભગ 200 પેકેજની કિંમતોમાં પરિવર્તનનો પ્રસ્તાવ કેન્દ્રીય આરોગ્ય અ પરિવાર કલ્યાણમંત્રીને મોકલી દેવાયો હતો.. અને હવે આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે.. જેથી પહેલી નવેમ્બરથી આ ફેરફારને લાગુ કરી દેવામાં આવશે..

દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનાની હાઇલાઇટ્સ

· વર્ષ 2018ની 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી જાહેરાત

· વર્ષ 2018ના જ 11 ડિસેમ્બર સુધી પાંચ લાખ નાગરિકોને મળ્યો લાભ

· અત્યાર સુધી 16,51,14,350 થી વધુ આયુષ્યમાન કાર્ડ લોકોને અપાયા

· 2,18,18,700થી વધુ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થઇને મેળવ્યો લાભ

· દરેક પરિવારને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની વિના મૂલ્યે સારવાર

· હોસ્પિટલમાં દાખલ થવાના 3 દિવસ અગાઉથી અને ડિસ્ચાર્જના 15 દિવસ સુધીની સારવાર અને દવાઓનો લાભ

· સરકારી અને ખાનગી બંન્ને પ્રકારની હોસ્પિટલમાં સારવારની સુવિધા

· હાલ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 1669 પ્રકારના મેડિકલ પેકેજ સામેલ જેમાં 1080 સર્જિકલ, 588 મેડિકલ અને એક અન્ય પેકેજ

· આયુષ્યમાન ભારતનુ લક્ષ્ય તમામને આરોગ્યનુ કવરેજ ઉપલબ્ધ કરાવવાનુ અને અંતરિયાળ ક્ષેત્રોમાં નાગરિકોને વિના મૂલ્યે અને સસ્તી આરોગ્ય સેવાઓનુ પ્રદાન કરવાનુ છે.

image souurce

આરોગ્ય ક્ષેત્રે ભારતને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર અવનવા પ્રયાસો કરી રહી છે.. હોસ્પિટલ તંત્રને પણ મજબૂત કરવા માટે નવી નવી હોસ્પિટલો ખોલવામાં આવી રહી છે.. દેશના તમામ નાગરિકોને આરોગ્યની પૂરતી સુવિધા મળી રહે તે જ હેતુ ભારત સરકારનો છે.. અને માટે જ આરોગ્ય જેવુ મહત્વનુ ખાતુ મનસુખ માંડવિયાને સોંપવામાં આવ્યું છે.

કઇ કેટેગરીના રેટમાં કરાયો ફેરફાર

Ø રેડિયેશન ઓન્કોલોજી પ્રોસિજરમાં હાઇ એનર્જી રેડિએશન દ્વારા કેન્સરનો ઇલાજ

Ø મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિજર એટલે કે ડેન્ગ્યુ અને તિવ્ર તાવના રેટમાં ફેરફાર

image source

Ø બ્લેક ફંગસના સર્જિકલ પેકેજમાં એટલે કે બ્લેક ફંગસને દૂર કરવા માટેની સર્જરીમાં કરી શકાશે ઉપયોગ

Ø અર્થ્રોડેસિસ એટલે કે હાડકાના ફ્રેક્ચર અને આર્થરાઇટિસના ઇલાજમાં મેળવી શકાશે લાભ

Ø કોલેસિસ્ટેક્ટમી એટલે કે પિતાશયને સર્જરી કરીને કાઢી નાંખવાના કેસમાં કરાશે ઉપયોગ

Ø એપેન્ડિસિસ્ટેક્ટમી મતલબ કે એપેન્ડિક્સની સર્જરી અને તેના જેવી અન્ય બિમારીઓના ઇલાજમાં ઉપયોગમાં લેવાશે

આ ઉપરાંત વેન્ટિલેટર વાળા ICUના રેટમાં 100 ટકા, વેન્ટિલેટર વગરના ICUના રેટમાં 136 ટકા, ઉચ્ચ નિર્ભરતા યુનિટ જેને HDUના નામે ઓળખાય છે તેના દરમાં 22 ટકા અને રૂટિન રૂમના રેટમાં 17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

હવે જાણો કે ટ્રાન્સજેન્ડરને કેવી રીતે મળશે લાભ

ટ્રાન્સજેન્ડર કે જેને સમાજમાં એક યોગ્ય સ્તર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેના થકી તેઓ પણ સન્માનભેર જીવન જીવી શકે તેના માટે પણ આ યોજનામાં ફેરફાર કરવામા આવ્યા છે.. સામાજિક ન્યાય મંત્રાલય સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ જેને ટુંકાક્ષરીમાં SMILE યોજનાના નામે ઓળખવામાં આવે છે.. આ યોજના અંતર્ગત ટ્રાન્સજેન્ડરની સેક્સ ચેન્જ સર્જરી અને અન્ય મેડિકલ સહાયને પણ યોજનામાં કવરઅપ કરવામાં આવશે… SMILE યોજનાને બે જુદી જુદી રીતે વહેંચવામાં આવી છે.. જેમાં ટ્રાન્સજેન્ડર અને ભિક્ષુક માટે પુનર્વસનની યોજનાઓ સામેલ છે.. આ યોજના 12મી ઓક્ટોબરથી શરૂ કરાશે.

શું મારૂ આયુષ્યમાન કાર્ડ બની શકે..?

image source

યોજનાના આટલા લાભ મેળવ્યા બાદ આ સવાલ ચોક્કસ તમારા મનમાં ઉઠે.. તો તેનો જવાબ પણ તમે ઓનલાઇન મેળવી શકો છે.. તેના માટે તમારે માત્ર આટલા સ્ટેપ ફોલો કરવાના રહેશે..

1) સૌથી પહેલા તમારા વેબ બ્રાઉઝરમાં જઇને ટાઇપ કરો mera.pmjay.gov.in

2) જે પેજ ખુલે તેમાં LOGINનુ ઓપ્શન હશે.. જેના પર ક્લીક કરો

3) તમારો મોબાઇલ નંબર એન્ટર કરો.. કેપ્ચા કોર્ડ દાખલ કરો.. અને તમારા મોબાઇલમાં OTPની રાહ જુઓ

4) OTP એન્ટર કર્યા બાદ તમે કયા રાજ્યમાં રહો છો તે સિલેક્ટ કરો..

5) રાજ્યની પસંદગી થયા બાદ તમારે થોડું સર્ચ કરવુ પડશે

6) પેજ પર તમારૂ નામ સર્ચ કરવા માટે તમે વિવિધ કેટેગરી પૈકી કોઇ એકનો ઉપયોગ કરો, જેમ કે હાઉસહોલ્ડ નંબર, રાશનકાર્ડ નંબર, નામ, મોબાઇલ નંબર દાખલ કરો… અને તમે આયુષ્યમાન કાર્ડ મેળવવા એલિજિબલ છો કે નહિં તેની ચકાસણી કરો…

પાંચ લાખની લિમિટમાં થયો છે ફેરફાર..?

આયુષ્યમાન ભારત અંતર્ગત દરેક પરિવાર દર વર્ષે રૂપિયા 5 લાખ સુધી મફત સારવાર કરાવી શકે છે.. જો કે આ નવા ફેરફારોમાં પાંચ લાખની લિમિટમાં કોઇ સુધારો વધારો નથી કરાયો.. અગાઉની જેમ જ દરેક પરિવારને ઇલાજ માટે પાંચ લાખ રૂપિયા સુધીનો લાભ મળશે.

યોજનાના ફેરફારો આપણને કેટલા મદદરૂપ થશે..?

સૌથી મોટો ફાયદો સર્જરી અને મેડિકલ પ્રોસિજરના દરોમાં વધારાથી થશે.. દર વધવાથી જે હોસ્પિટલમાં મોંઘી સારવારના કારણે સારવાર શક્ય નહોતી તે પણ હવે સારવારના વ્યાપમાં સામેલ થઇ જશે.. એટલે કે તમે ઇચ્છીત મોટી હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત તમારી સારવાર કરાવી શક્શો..

બીજો મહત્વનો અને મોટો ફેરફાર એ છે કે અગાઉ બ્લેક ફંગસની બિમારી આ પેકેજમાં સામેલ નહોતી.. માટે કોવિડ પછી બ્લેક ફંગસના દર્દીઓને ખૂબ મોટી મુશ્કેલી પડી હતી.. આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતા.. માટે જ હવે પેકેજમાં બ્લેક ફંગસને પણ સામેલ કરવામાં આવી છે.. જેથી તેના દર્દીઓ પણ લાભ લઇ શક્શે..

ત્રીજો ફેરફાર એ છે કે ઓન્કોલોજી માટે રિવાઇઝ્ડ પેકેજથી દેશભરના કેન્સરના દર્દીઓને મોટી રાહત મળશે.. કેન્સરની મોંઘી સારવારથી જીવન કેન્સલ ના થઇ જાય તેની તકેદારી રાખવામાં આવી છે.. અને મોંઘીદાટ કેન્સરની સારવારમાં મોટી રાહત મળશે.

ટ્રાન્સજેન્ડર્સ પણ આ યોજના અંતર્ગત સેક્સ ચેન્જની સર્જરી કરાવી શક્શે.