ફેસપેક ખાધા પછી પતિની હાલત કેવી થઈ તે જુઓ આ વીડિયોમાં

એક સમય હતો કે જ્યારે ફોન પર પતિ -પત્નીના જોક્સ જ ફરતા અને તેને વાંચીને લોકો મજા લેતા. હવે સમય એવો આવ્યો છે કે પતિ-પત્નીના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે અને તેના માધ્યમથી કેટલીક રમૂજી ઘટનાઓને લોકોની સામે રજૂ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Husband Wife Jokes: पति ने गलती से खाया पत्नी का फेस पैक, पता चलते ही ऐसे किया रिएक्ट
image source

આવો જ એક રમુજી વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે કે જેને જોયા પછી કોઈપણ વ્યક્તિ પોતાનું હસવું રોકી શકે નહીં. ઇન્સ્ટાગ્રામ પર આ પતિ-પત્નીનો રમૂજી વીડિયો શેર થયા બાદ વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પતિ અને પત્નીનો એક રમુજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પતિ અને પત્ની સોફા પર બેઠા છે અને ટેબલ પર પત્નીએ એક વાટકીમાં કોઈ વસ્તુ ભરી લાવે છે અને પોતાના માટે રાખે છે. પછી તે સાઈડમાં કોઈ કામ કરવા ફરે છે અને તેની નજર ફરતા પતિ તરત જ વાટકી ઉપાડે છે અને તેમાંથી ઝડપથી થોડી ચમચી ખાવાનું શરૂ કરે છે. તેને એમ હોય છે કે આ વસ્તુ ખાવા માટે રાખી છે.

પતિએ આ વસ્તુ ખાધી છે તે વાતથી અજાણ પત્ની વાટકી ઉપાડે છે અને તેમાંથી ફેસપેક લઈ ચહેરા પર લગાવવા લાગે છે. આ જોઈ પતિને સમજાય છે કે તેણે કેટલી મોટી ભુલ કરી છે અને તેણે જે વસ્તુ ખાધી છે તે ખાવા માટે નહીં પણ ચહેરા પર લગાડવા માટે છે. આ જોઈને પતિની હાલત ખરાબ થઈ જાય છે અને તે ઉલટી કરવા માટે તરત જ વોશરૂમ તરફ દોડે છે.

image source

પતિને આવું રિએકશન જોઈને પત્ની સમજી જાય છે તેણે શું કર્યું અને તે હસવાનું રોકી શકતી નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળ્યા છે અને હજારો લોકો તેને શેર કરી ચુક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઈંસ્ટાગ્રામ પર આ પ્રકારના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં પતિ અને પત્ની એક બીજાની સાથે રમૂજ કરતા જોવા મળે છે. આવા વીડિયોને લોકો ખૂબ પસંદ કરે છે.