RBIએ આપી આ પ્રાઇવેટ બેંકને મોટી મંજૂરી, જાણો આનાથી શું થશે ગ્રાહકોને લાભો

હવે ઈંડસઈંડ બેંકને સરકારી કામને લગતા પેમેન્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી રિઝર્વ બેંક તરફથી મળી છે. ઈંડસઈંડ બેન્કે આ અંગે માહિતી આપી છે. રિઝર્વ બેંકે ઈંડસઈંડ બેંકને ‘એજન્સી બેંક’ની શ્રેણીમાં સામેલ કરી છે. એજન્સી બેંકની કેટેગરીમાં નામ નોંધાયા પછી ઈંડસઈંડ બેંક હવે સરકારી કામકાજોના ટ્રાનજેક્શન પર કામ કરી શકશે. આ અગાઉ ઈંડસઈંડ બેંક આ કેટેગરીમાં સામેલ હતી નહીં. આ વિશે વિગતે વાત કરીએ તો તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ઈંડસઈંડ બેંકને એજન્સી બેંકની શ્રેણીમાં મુકવામાં આવી છે.

image source

આ અંગે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર ખાનગી ક્ષેત્રની સુનિશ્ચિત કરેલી બેંકો એજન્સી હવે સરકારી કારોબારની લેવડદેવડ કરી શકશે. આ નિર્ણય પછી ઈંડસઈંડ બેન્ક તે બેન્કોમાં જોડાઇ ગઇ છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના બિઝનેસનું ટ્રાનજેક્શન કરે છે એટલે કે ઈંડસઈંડ બેંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ અને કર્મચારીઓના પગાર, પેન્શન સંબંધિત કામ પણ કરી શકશે. આ સિવાય ગ્રાહકોને બેન્કિંગ પ્લેટફોર્મ પર પહેલાની જેમ અન્ય સુવિધાઓ આપવાનું પણ ચાલુ રહેશે.

* ઈંડસઈંડ બેંકનું શું કામ હશે?

image source

આ અંગે ઈંડસઈંડ બેંકના કન્ઝ્યુમર બેંક હેડ સૌમિત્ર સેને જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના આ નિર્ણયથી ખુશીની વાત છે કે અમને સરકારી કારોબારને લગતા વ્યવહારોમાં ભાગ લેવાની તક મળી છે. રિઝર્વ બેંકે આ માટે ઈંડસઈંડ બેંકની નિમણૂક કરી છે. સૌમિત્ર સેને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ સરકાર અને રિઝર્વ બેંકની અપેક્ષાઓ પર તેઓ ખરા ઉતરશે. રિઝર્વ બેંક દ્વારા એજન્સી બેંક જાહેર કરાયા બાદ ઈંડસઈંડ બેંક હવે ઘણા પ્રકારના વ્યવહારો ચલાવી શકશે. રિઝર્વ બેંકે ઈંડસઈંડ બેંકને ‘એજન્સી બેંક’ની શ્રેણીમાં સમાવી છે.

image source

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વતી સીબીડીડી, સીબીઆઇસી અને જીએસટી સંબંધિત મહેસુલી રસીદનું કામ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પેન્શન ચુકવણી સ્મોલ સેવિંગ સ્કીમ (SSS)ને લગતા તમામ કામો પણ કરવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન, લોકો પાસેથી ડોક્યુમેન્ટ ફ્રેન્કિંગ માટે સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત રાજ્ય સરકારોની સૂચના પર સ્ટેટ ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ, વેટ, સ્ટેટ એક્સાઇજનું કલેક્શન જેવા કામો થશે.

* ઈંડસઈંડ બેંકની કુલ 2,015 શાખાઓ:

image source

ઈંડસઈંડ બેંકની શરૂઆત વર્ષ 1994માં કરવામાં આવી હતી જે સામાન્ય લોકો સિવાય કોર્પોરેટ ગ્રાહકોનું કામ સંભાળે છે. 30 જૂન, 2021 સુધીમાં ઈંડસઈંડ બેંકની કુલ 2,015 શાખાઓ છે. આ સાથે દેશભરમાં 2,870 એટીએમ પણ છે જે 760 સ્થળોએ કાર્યરત છે. આ બેંકની પ્રતિનિધિ શાખાઓ લંડન, દુબઈ અને અબુ ધાબીમાં પણ આવેલી છે. આ બેંકનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર છે. આ ઉપરાંત તે દેશના મુખ્ય કોમોડિટી એક્સચેન્જોમાં પણ સામેલ છે જેમાં MCX, NCdex અને NMCEનો સમાવેશ થાય છે. 1 એપ્રિલ 2013ના રોજ નિફ્ટી 50 બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઈંડસઈંડ બેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.