Site icon News Gujarat

છત્તીસગઢના છોકરાએ ગાયેલા બચપન કા પ્યાર સોન્ગનું ઓરીજીનલ વર્ઝન લખ્યું છે હાલોલના આ સિંગરે, હાલમાં છે સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં

જાને મેરી જાનેમન બચપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે… ગીતને છત્તીસગઢના નાનકડા સહદેવ નામના એક બાળકે 5 વર્ષની ઉંમરમાં સ્કૂલમાં પોતાના શિક્ષકની સામે ગાયું હતું. જેનો વિડીયો આમ તો જૂનો છે, આજે આ છોકરો 7 વર્ષનો છે. અને સોશિયલ મીડિયા પર આ છોકરો એટલો ફેમસ થઈ ગયા મેં છત્તીસગઢના મુખ્યમંત્રી હોય કે પછી બોલિવુડના ગાયક બાદશાહ. બધાએ આ બાળકને સમ્માનિત કર્યા. બાળક દ્વારા ગાવામાં આવેલા ગીતના ઘણા અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર રિલ બની ગયા.

image source

હવે આ ગીતને હાલોલના લોક ગાયક કમલેશ બારોટ લખી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગીતને વર્ષ 2017માં ટીમલી સ્ટાર કલાકાર કમલેશ બારોટે લખ્યું હતું, જે આખા ગુજરાતમાં ફેમસ છે. અને આનું એક ઓડિયો વર્ઝન રજૂ કર્યું હતું. ક્યારર વર્ષ 2018માં એનું વિડીયો વર્ઝન યુટ્યુબ પર મુકવામાં આવ્યું હતું. જો કે એ સમયે આ ગીત એટલું લોકપ્રિય નહોતું થયું પણ છત્તીસગઢના સહદેવ નામના એક બાળકે ગીતની અમુક લીટીઓ ગાઇ અને વીડિયો એટલો લોકપ્રિય થયો કે બૉલીવુડ અભિનેતા અને ગાયક પણ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

image source

આ ગીતના મૂળ લેખક અને ગુજરાતના જાણીતા લોકગાયક કમલેશ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે વર્ષ 2017માં મેં આ ગીત બનાવ્યું હતું. એ પછી અમદાવાદની મેશવા ફિલ્મ્સ નામની કંપનીએ આ ગીતના બધા રાઇટ્સ ખરીદી લીધા હતા. વર્ષ 2018માં મેશવા ફિલ્મસે પોતાની યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ કર્યું હતું.

image source

ગુજરાતી લોક ગાયક કમલેશ બારોટ પણ માની રહ્યા છે કે સહદેવે આ ગીતને ચાર ચાંદ લગાવી દીધા છે અને એમને ધન્યવાદ પણ આપ્યા છે કે એને એક નવી ઓળખ મળી છે. એ જલ્દી જ આ ગીતનો બીજો ભાગ રિલીઝ કરવાના છે.

તમને જણાવી દઈએ કે સહદેવ હાલના દિવસોમાં ફેન્સના ફેવરિટ બની ગયા છે. થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સહદેવના વખાણ કરતા કહ્યું હતું કે આ ગીત આખો દિવસ મારા મગજ પર ફર્યા કરે છે.

image source

આ વાયલ વીડિયોમાં ભૂરા રંગનો શર્ટ પહેરેલો, સહદેવ સીધું રૂમમાં જોવે છે અને ગીત ગાય છે. આ વીડિયો હાલમાં જ વાયરલ થયો છે અને એટલે સુધી કે છત્તીસગઢના મુખ્ય ભુપેશ બઘેલે પણ સહદેવને ફુલનો હાર પહેરાવીને સમ્માનિત કર્યો હતો.

Exit mobile version