ફિલ્મ ઉધમ સિંહ રિલીઝ થશે ઓટીટી પ્લેટફોર્મ પર, વિક્કી કૌશલ છે લીડ રોલમાં

બોલિવૂડના શાનદાર અભિનેતા વિક્કી કૌસલ તેના ફેન્સના દિલ પર રાજ કરે છે. અભિનેતા વિક્કી કૌશલ લાંબા સમયથી તેની આગામી ફિલ્મ શહીદ ઉધમ સિંહને લઈને છવાયેલા છે. વિકી કૌશલ અભિનીત શૂજીત સરકરે માર્ચ 2019 માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘સરદાર ઉધમ સિંહ’ની જાહેરાત કરી હતી. હવે અભિનેતાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

image source

આ આગામી ફિલ્મમાં વિક્કી કૌશલ એક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સે ડિસેમ્બર 2019 માં ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ કરી લીધું હતું. એ પછી દરેક વ્યક્તિ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

એવામાં, આજે વિક્કી કૌશલે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે આ ફિલ્મ ચાહકો સમક્ષ કયા મહિનામાં રજૂ કરવામાં આવશે. એક પોસ્ટ શેર કરીને વિકી કૌશલે ચાહકોને આ જાણકારી આપી છે

image source

.
પોસ્ટર શેર કરતા અભિનેતા વિક્કી કૌશલે લખ્યું છે કે અમે તમારા માટે એક ક્રાંતિકારીની વાર્તા લઈને આવી રહ્યા છીએ, તેથી મારું હૃદય પ્રેમથી ભરાઈ ગયું છે. આ ઓક્ટોબર જુઓ #SardarUdhamOnPrime, @primevideoin. આ પોસ્ટ દ્વારા, વિક્કી કૌશલએ કહ્યું છે કે આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે, તેની સાથે તે OTT પર પણ રિલીઝ થશે એ વાત પણ સ્પષ્ટ કરી છે.

image source

હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે આખરે નિર્માતાઓએ ફિલ્મ રજૂ કરવાનો નિર્ણય કરી જ લીધો છે. આ જ કારણ છે કે આ ફિલ્મ હવે થિયેટરોને બદલે OTT પર રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ ફેલાવ્યું છે કે ફિલ્મ સરદાર ઉધમ સિંહ દશેરા સપ્તાહના અંતે થિયેટરને બદલે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રજૂ કરવામાં આવશે. હાલમાં, રિલીઝની તારીખ 16 ઓક્ટોબર કહેવામાં આવી રહી છે.

.
જોકે હજુ પણ મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જ્યારે હવે વિકી કૌશલની પોસ્ટ બાદ એમના ફેન્સ ખૂબ ખુશ છે.

કેવી છે ફિલ્મ?

imagesource

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ નું શૂટિંગ રશિયા, યુકે, આયર્લેન્ડ, જર્મની અને ઉત્તર ભારતમાં કરવામાં આવ્યું છે. શહીદ ઉધમ સિંહ જલિયાવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર તૈયાર છે, જેમાં વિકી કૌશલ સરદાર ઉધમ સિંહનું પાત્ર ભજવતો જોવા મળશે.