આ હતા બોલિવુડના સૌથી મોંઘા ડિવોર્સ, હની સિંહ અને શાલીનીને પણ છોડી શકે છે પાછળ

બૉલીવુડ એકટર અને સિંગર હની સિંહ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એમના લગ્નમાં તિરાડ પડી ગઈ છે. પત્ની શાલીની તલવારે હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ શાલીનીએ 10 કરોડ રૂપિયાની એલીમની આપવાની ડિમાન્ડ કરી છે. શાલીનીએ કહ્યું છે કે હની સિંહે એમને દર મહિને પાંચ લાખ રૂપિયા ઘરનું ભાડું આપે જે એ દિલ્લીમાં લેશે. એ એકલી રહેવા માંગે છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પોપ્યુલર કપલ છે જે કોઈને કોઈ કારણે અલગ થયા છે. એમના ડિવોર્સ પણ ચર્ચામાં રહ્યા.

image source

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન.

image source

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ પોપ્યુલર કપલ હતા. બન્નેને લગ્નથી એક દીકરો અરહાન ખાન પણ છે. જો કે એમના લગ્ન વધુ ન ચાલી શક્યા. રિપોર્ટ્સ અનુસાર એલીમની તરીકે મલાઈકા આરોરાએ અરબાઝ ખાન પાસે 15 કરોડ રૂપિયાની માંગણી કરી જેને આપવાની અરબાઝે હા પાડી દીધી હતી.

ઋત્વિક રોશન અને સુઝેન ખાન.

image source

ઋત્વિક રોશન અને સુઝેન ખાન ડિવોર્સ પછી પણ સારા મિત્રો છે. બન્નેના લગ્ન વર્ષ 2000માં થયા હતા. સુઝેન ખાને એલીમની તરીકે 400 કરોડ રૂપિયા માંગ્યા હતા. એ પછી 380 રૂપિયા એલીમની તરીકે સુઝેનને આપી દીધા.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર

image source

બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર બે બાળકોની માતા છે.એ સિંગલ પેરેન્ટ છે. વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.બન્નેના લગ્નજીવનમાં ઘણી તકલીફો હતી.ખબરો અનુસાર કરિશ્મા કપૂરે સંજય કપૂર પાસે એલીમની તરીકે 7 કરોડ રૂપિયા માંગ્યા હતા.

આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના.

image source

ફિલ્મ ડાયરેકટર આદિત્ય ચોપરાએ વર્ષ 2001માં પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.પણ એમના લગ્ન વધુ સમય ન ચાલી શક્ય અને વર્ષ 2009માં બન્ને અલગ થઈ ગયા. કહેવામાં આવે છે કે પાયલે એલીમની તરીકે આદિત્ય ચોપરા પાસે બહુ મોટી કિંમત માંગી હતી.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ.

image source

અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા.લગ્નના લગભગ 13 વર્ષ પછી બન્ને અલગ થઈ ગયા. બન્નેનો ડિવોર્સ બોલીવુડમાં સૌથી મોંઘો માનવામાં આવે છે. જો કે સૈફએ એલીમની તરીકે અમૃતા સિંહને કેટલી રકમ આપી એને લઈને કઈ ક્લિર સામે નથી આવ્યું.પણ એવું માનવામાં આવે છે કે સૈફની અડધી સંપત્તિનસ ફાઈનલ કરવામાં આવ્યા હતા.

આમિર ખાન અને રીના દત્તા.

image source

અભિનેતા આમિર ખાન અને રીના દત્તાએ પોતાના પેરેન્ટ્સની મરજી વિરુદ્ધ વર્ષ 1986માં લગ્ન કર્યા હતા. અને વર્ષ 2002માં બન્ને અલગ થઈ ગયા. આમિર ખાને રીના દત્તાને એલીમની તરીકે મોટી રકમ આપી હતી.

સંજય દત્ત અને રિયા પિલ્લે.

image source

અભિનેતા સંજય દત્તે વર્ષ 1998માં રિયા પિલ્લે સાથે લગ્ન કર્યા હતા. એલીમની તરીકે સંજય દત્તે રિયાને 8 કરોડ રૂપિયા અને એક લકઝરી કાર આપી હતી.