Site icon News Gujarat

ઐશ્વર્યા રાયે બહેનના લગ્નમાં પતિ અને દીકરી સાથે કર્યો ખૂબ જ ડાન્સ જોઈ લો વિડીયો.

કોરોનાની બીજી લહેર પછી બી ટાઉનમાં ફરી એકવાર લગ્નની શહેનાઈ ગુંજી રહી છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયની કઝીન બહેનના લગ્નમાં સામેલ થયા.

image source

બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને એમની સુંદરતા માટે ઓળખવામાં આવે છે. એમને પોતાના અભિનયથી પણ લોકોનું દિલ જીતી લીધું છે અને એ પોતાના દમદાર લુકસથી પણ ઓળખાય છે. આમ તો ઐશ્વર્યા રાય આજ કાલ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટાથી બધાના દિલ જીતી લે છે. હવે આ વખતે ઐશ્વર્યા રાય બચ્ચને અમુક ખૂબ જ શાનદાર ફોટા એમની કઝીન શ્લોકા શેટ્ટીના લગ્નમાંથી વાયરલ થયા છે જે તમે અહીંયા જોઈ શકો છો. આ ફોટા ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

તમે જોઈ શકો છો કે આ ફોટામાં ઘણી જગ્યાએ એમની દીકરી આરાધ્યા તો ક્યાંક પતિ અભિષેક બચ્ચન સાથે દેખાઈ રહી છે.

આમ તો આ ફોટા અને વીડિયો લગ્નના ફંક્શનના છે અને ફોટામાં જોઈ શકાય છે કે ક્યાંક ઐશ્વર્યા રાય બચ્ચન લાલ રંગના શિમરી ગાઉનમાં દેખાઈ રહી છે તો ક્યાંક સિલ્વર કલરના લહેગાંમાં દેખાઈ રહી છે. આ ફોટામાં ઐશ્વર્યા રાય બચ્ચનના લુકસનો કોઈ જવાબ નથી જે તમે જોઈ શકો છો. આમ તો આ ફોટાની સાથે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.

હવે હાલના સમયમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો આ ફેમીલી ડાન્સ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લીવાર ફિલ્મ ફંને ખાંમાં દેખાઈ હતી. તો જલ્દી જ મનીરતન્મની ફિલ્મ પોન્નીયમ સેલવનમાં દેખાવાની છે. ફિલ્મથી એમનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ સિવાય એ અનુરાગ કશ્યપની ગુલાબ જામુનમાં પણ દેખાઇ શકે છે.

image source

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની દીકરીના જન્મ આપ્યા પછી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી થોડા સમય માટે બ્રેક લઈ લીધો હતો. એમને સરબજિત અને એ દિલ હે મુશ્કિલ જેવી ફિલ્મોથી કમબેક કર્યું હતું.

Exit mobile version