દિપક ચાહરની ગર્લફ્રેન્ડના છેડા અડે છે બહુ ઉપર સુધી, જાણી લો કોણ છે આ યુવતી

આઇપીએલ 2021માં ગુરુવારે એક ખાસ નઝારો જોવા મળ્યો. ચેન્નઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જ્યારે મુકાબલો ખતમ થયો ત્યારે સ્ટેન્ડમાં કંઈક એવી ઘટના બની જે ખૂબ જ ચર્ચામાં રહી. ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દિપક ચાહરે મેચ ખતમ થતા જ એમની ગર્લફ્રેન્ડને ગ્રાઉન્ડમાં જ પ્રપોઝ કરી દીધું. દિપક ચાહરે જ્યારે આવું કર્યું ત્યારે એમની ગર્લફ્રેન્ડ અને આસપાસના લોકો ચોંકી ગયા હતા. ખાસ વાત એ હતી કે આ નઝારો ટીવી પર લાઈવ બતાવવામાં આવી રહ્યો હતો.

image source

હવે દરેકના મનમાં આ સવાલ છે કે દિપક ચાહરની ગર્લફ્રેન્ડ આખરે છે કોણ? તમને જણાવી દઈએ કે દિપક ચાહરની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે જેમને સ્ટેન્ડસમાં દિપક ચાહરે પ્રપોઝ કર્યું અને બધાની સામે જયાએ હા પણ પાડી દીધી. દિપક ચાહરે રોમેન્ટિક અંદાજમાં એક ઘૂંટને બેસીને એમની ગર્લફ્રેન્ડને બધાની સામે પ્રપોઝ કર્યું અને દિલ જીતી લીધું.

image source

જયા ભારદ્વાજ બોલીવુડ એકટર અને વિજે સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. સિદ્ધાર્થ ભારદ્વાજ બિગ બોસ સિઝન 5માં દેખાઈ ચુક્યા છે, સાથે જ રિયાલિટી શો સપ્લીટ્સવિલાનો પણ ભાગ રહી ચૂક્યા છે. સિદ્ધાર્થ ભારદ્વાજ હજી પણ એમના ઇન્સ્ટાગ્રામ પર ફિટનેસ સાથે જોડાયેલા ફોટા અને વીડિયો અપલોડ કરતા રહે છે.

આઇપીએલ મેચ પછી જ્યારે દિપક ચાહરે જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું એ પછી સિદ્ધાર્થ ભારદ્વાજે પણ એમની બહેન અને દીપકને શુભકામનાઓ પાઠવી હતી. સિદ્ધાર્થએ લખ્યું કે જયાં અને દીપકને શુભકામનાઓ. સાથે જ લાઈવ ટીવી પર પ્રપોઝ કરવા માટે એમને દિપક ચાહરને શાબાશી પણ આપી

image source

દિપક ચાહરે પણ એમના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પળનો ફોટો શેર કર્યો અને લખ્યું છે કે એ બધાના આશીર્વાદ ઈચ્છે છે અને દરેકનો આભાર વ્યક્ત કરવા માંગે છે. દિપક ચાહરની બહેન માલતી ચાહર પણ મોડલ અને એક્ટ્રેસ છે એમને પણ એમના ભાઈને શુભકામનાઓ આપી. માલતીએ એમના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે my brother is taken સાથે જ એમને જણાવ્યું છે કે જયા દિલ્લીની છોકરી છે, એમને કોઈ વિદેશી ન સમજે.

image source

દિપક ચાહર લાંબા સમયથી ચેન્નઈ સૂપ કિંગ્સ સાથે જોડાયેલા છે. સાથે જ એ ટીમ ઇન્ડિયાની વન ડે અને ટી- 20 ટીમનો પણ ભાગ છે. દિપક ચાહરે અત્યાર સુધી ઇન્ટરનેશનલ અને આઇપીએલને ભેગા કરીને કુલ 110 ટી 20 મેચ રમ્યા છે જેમાં એમને 127 વિકેટ લીધી છે.