આવા અજબ પ્રેમની ગજબ કહાની ફિલ્મોમાં પણ નથી જોવા મળી આજ સુધી

પ્રેમ આંધળો હોય છે તે વાત તો જગવિખ્યાત થઈ ચુકી છે. પરંતુ ક્યારેક ક્યારેક પ્રેમમાં લોકો એવા પગલાં ભરી લેતા હોય છે કે જે ચર્ચાનો વિષય બની જાય છે. આવું જ કંઈક ચર્ચામાં છે આજકાલ. તાજેતરમાં પ્રેમ સંબંધનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આ પ્રેમ સંબંધને બનાવ એટલા માટે કહેવો પડે એમ છે કે તેમાં પ્રેમમાં પડેલી બે વ્યક્તિએ તમામ મર્યાદા તોજી નાખી છે.

image source

પ્રેમમાં લોકો ધર્મ, જ્ઞાતિ, નાત-જાત અને ઉંમરના ભેદને તો ભુલાવી દે છે પરંતુ આ ઘટનામાં તો સંબંધોની મર્યાદાને પણ જાળવવામાં આવી નથી. ચર્ચામાં આવેલી આ ઘટનામાં ફઈ અને ભત્રીજાએ લગ્ન કરી લીધા છે. જી હાં તમારી કોઈ ભુલ વાંચવામાં થઈ નથી પરંતુ હકીકતમાં એક ફઈએ તેના સગીર વયના ભત્રીજા સાથે લગ્ન કર્યાની ઘટનાથી ભારે હોબાળો મચી ગયો છે.

image source

પશ્ચિમ ચંપારળ જિલ્લાના એક ગામમાં આ વિચિત્ર લગ્ન થયા છે. જ્યાં પરિવારના વિરોધ છતાં સંબંધમાં ફઈ થતી યુવતીએ તેના સગીર વયના ભત્રીજા સાથે લગ્ન કરી લીધા છે. બંને છેલ્લા 6 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. તેઓ રાહ જોઈ રહ્યા હતા કે પુખ્ત વયના થાય એટલે લગ્ન કરી શકે. પરંતુ તેમ છતાં પરિવારનો વિરોધ વધતાં યુવક પુખ્ત વયનો થાય તે પહેલા જ બંનેએ લગ્ન કરી લીધા અને આ વાત ચર્ચાના ચકડોળે ચઢી ગઈ.

image source

સંબંધમાં પિતરાઈ ફઈ થતી યુવતીની ઉંમર 18 વર્ષ છે અને યુવકની ઉંમર 19 વર્ષ છે. છ વર્ષ પહેલા આ પ્રેમ સંબંધ શરુ થયો હતો જ્યારે યુવક 13 વર્ષનો હતો. તે તેના મામાના ઘરે લગ્નમાં ગયો હતો અને ત્યાં આદિત્યની મુલાકાત આંચલ સાથે થઈ હતી. લગ્ન દરમિયાનની મુલાકાતમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. જો કે આ વાતની જાણ પરિવારને થતા યુવતીના પરિવારના સભ્યોએ આ સંબંધનો વિરોધ કરવાનું શરૂ કર્યું. કારણ કે સંબંધમાં યુવતી યુવકની ફઈ થતી હતી.

image source

યુવતી પરિવારના કહ્યામાં ન રહી તો પરિવારના લોકોએ તેને માર પણ માર્યો. જો કે તેમ છતાં યુવતી 18 વર્ષની થવાની રાહ જોતી રહી જેથી તે લગ્ન કરી શકે. તાજેતરમાં યુવતીએ જ્યારે 18 વર્ષ પૂર્ણ કર્યા કે તે તુરંત પોતાના પ્રેમી પાસે પહોંચી ગઈ અને બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા. બંનેએ લગ્ન કરી લીધા બાદ પરિવારે પણ બંનેની જીદ સામે માથું ઝુકાવ્યું અને લગ્નને સ્વીકારી લીધા.