સુરતના એક યુવકને ગુપ્તાંગમાં થઈ વિચિત્ર મુશ્કેલી, આ ભાગમાં ફ્રેક્ચરની હિસ્ટ્રી સાંભળીને ડોક્ટર્સ પણ મુશ્કેલીમાં

આજકાલ એવી ઘણી બધી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેને સાંભળીને આપને આશ્ચર્ય થશે. હાલમાં જ સુરત શહેરમાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં ઉંધા સુઈ રહેલ પરપ્રાંતીય યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેકચર થઈ ગયું હોવાના સમાચાર જંગલમાં આગની જેમ પ્રસરી ગયા હતા. ત્યાર બાદ સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા સમયસર સર્જરી કરીને આ યુવકને નવજીવન આપવામાં આવ્યું હતું.

image source

મૂળ ઉત્તર પ્રદેશના નિવાસી આ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેકચર થઈ જતા નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સએ સમયસર આ યુવકની સર્જરી કરીને તેનું જીવન બરબાદ થઈ જતા બચાવી લેવામાં આવ્યું હતું. આ યુવકને સવારના સમયે પેનીશ ઇરેકશન થયા બાદ ઉંધા સુઈ જતા આ યુવકને અસહ્ય દુઃખાવાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ આવી હતી.

image source

પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, રવિવારના રોજ સવારના સમયે આ ૨૨ વર્ષની ઉમર ધરાવતા યુવકને પોતાના પ્રાઇવેટ પાર્ટમાં અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદની સાથે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ડોક્ટર્સ પણ આ યુવકની કેસ હિસ્ટ્રી સાંભળીને આશ્ચર્ય પામ્યા હતા. ભાગ્યે જ જોવા મળતા આવા પ્રકારના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેકચર એટલે કે, પેનીશ ફ્રેકચરના કેસ વિષે જાણીને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ડોક્ટર્સએ સર્જરી વિભાગના સીનીયર ડોક્ટર્સને જાન કરવામાં આવી હતી. ત્યાર પછી અસહ્ય દુઃખાવાથી પીડાઈ રહેલ યુવકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો.

image source

આ ઘટના વિષે વધારે જાણકારી આપતા સર્જરી વિભાગના ડૉ. સાવન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુનિટ હેડ ડૉ. દિવ્યાંગ દવેના માર્ગદર્શન હેઠળ યુરો સર્જન ડૉ. નિલ પટેલ, ડૉ. કપિલ સહિતના ડોક્ટર્સની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ યુવક આ પીડાનો ભોગ કેવી રીતે બની જાય છે, તેની પર પ્રકાશ પડતા ડૉ. સાવન શાહએ જણાવ્યું હતું કે, સવારના સમયે સામાન્ય રીતે પુરુષોમાં પેનીશ ઇરેકશન થઈ જતું હોય છે.

image source

આ પીડાનો ભોગ બનેલ યુવક સાથે પણ રવિવારના સવારના સમયે આવું જ બન્યું હતું, તે સમયે આ યુવક ઊંધો સુઈ જાય છે જેના પરિણામે તેના પ્રાઇવેટ પાર્ટની નસો તૂટી જાય છે. ત્યાર બાદ આ નસો તૂટી જવાના લીધે લોહીના ગઠ્ઠો જામી જતા યુવકને પ્રાઈવેટ પાર્ટ પર સોજો આવવાની સાથે દુઃખાવો થવાનું શરુ થઈ જાય છે. આ યુવકને સમયસર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં યુવકનું તાત્કાલિક ઓપરેશન કરીને તૂટી ગયેલ નસોને સાંધી દેવામાં આવી હતી. આવી રીતે આ યુવકને સમયસર સારવાર મળી જવાથી યુવકનું ભવિષ્ય બરબાદ થઈ જતા બચાવી લેવામાં આવ્યું હતું.