બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેના બીઝી શેડ્યૂલમાં પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઘણીવાર તેની પોસ્ટ્સ ફેન્સમાં છવાઈ જાય છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી આ દિવસોમાં પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન માણી રહી છે. હાલમાં જ, તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પરિવાર સાથે એક તસવીર અપલોડ કરી છે. ચાહકોને પણ આ પોસ્ટ પર ઘણો પ્રેમ મળી રહ્યો છે.
પરિણીતી ચોપરાએ તેના પરિવાર સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે જેમાં તેના માતા -પિતા અને ભાઈ શિવાંગ સાથે જોવા મળી રહી છે. આમાં દરેક મજાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
આ દરમિયાન, અભિનેત્રીએ સફેદ ટોપ સાથે ડેનિમ શોર્ટ્સ પહેર્યા છે, જે તેના દેખાવને ખૂબ જ આકર્ષક બનાવે છે ચાહકો પણ તેને ખૂબ પસંદ કરે છે. આ તસવીર પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “ફેમ જામ, ટેક આઉટ હમારા ફેમ આ સાથે, તેણે હાર્ટ ઇમોજી લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી. આ ફોટા પર ફેન્સ પણ દિલનું ઇમોજી લગાવીને કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો હેપી ફેમીલી લખીને એક્ટ્રેસને શુભકામનાઓ આપી છે.
પરિણીતી ચોપરાની તસવીરો જોઈને ખબર પડે છે કે તેણે પોતાની સફર દરમિયાન ઘણી મસ્તી કરી છે. આ સાથે, તે તેના ખાસ વ્યક્તિને ખૂબ જ મિસ કરતી પણ જોવા મળી હતી. તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે તે તેના બીજા ભાઈ સહજને ખૂબ જ મિસ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલી તસવીરોમાં પરિણીતી ઘણી મસ્તી કરતી જોવા મળી હતી. આ દરમિયાન, તેણે પાણી, રેતી, દરિયા કિનારો, બીચ પર પોતાનો એક પોઝ પણ શેર કર્યો છે.