Site icon News Gujarat

આ બીમારીથી પીડાઈ રહ્યા છે બિગ બોસ ફેમ અભિનવ શુકલા, પોસ્ટ શેર કરી લખ્યું કે એને સ્વીકાર કરવામાં લાગ્યો ઘણો સમય

અભિનેતા અભિનવ શુકલા ભલે ઘણા ટીવી શોમાં કામ કરી ચુક્યા હોય પણ એક્ટરને અસલી ઓળખ બિગ બોસ 14થી જ મળી છે. બિગ બોસમાં અભિનવ શુકલાની પત્ની રુબીના દિલેક સાથે પહોચ્યા હતા. શોમાં સહેજ પણ લડ્યા ઝગડયા વગર અભિનવ લાસ્ટ સુધી પહોંચ્યા હતા. તો બીજી બાજુ અભિનવ શુકલા હાલના દિવસોમાં સ્ટંટ બેઝડ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11માં દેખાઈ રહ્યા છે. એ દરમિયાન અભિનવ શુક્લાએ પોતાની સાથે જોડાયેલું એક રહસ્ય ફેન્સ સાથે શેર કર્યું છે.

image source

ખતરો કે ખિલાડીમાં દેખાઈ રહેલા અભિનવ શુકલા શોના મજબૂત કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહ્યા છે. એ જ કારણ છે કે રવિવારે પ્રસારિત એપિસોડમાં એમને ખુદને એલિમિનેટ થતા બચાવી લીધા છે. તો શોમાં ટાસ્ક દરમિયાન અભિનવ શુક્લાએ પહેલી વાર ખુલાસો થયો કે એમને એક પ્રકારનો ડિસઓર્ડર છે જેના કારણે એમને નંબર, અક્ષરને યાદ રાખવામાં તકલીફ પડે છે.

image source

તો શો ખતમ થયા પછી અભિનવ શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ નાખીને પોતાની બીમારી વિશે ફેન્સને જણાવ્યું છે. અભિનવ શુક્લાએ પોસ્ટમાં લખ્યું છે કે બોર્ડરલાઈન ડિસલેક્સિક છું, હવે એ બધાને ખબર છે. આ જ કારણ છે કે હવે હું આ વિશે વધુ ખુલાસા કરીશ…એમાં કોઈની ભૂલ નથી, ના મારી ભૂલ છે., જે છે એ છે. મને એ સ્વીકાર કરવામાં ઘણો સમય લાગ્યો છે..પણ હવે મને નંબર્સ અને આંકડા શરમમાં નથી મુકતા. હું બીજી રીતે સક્ષમ પણ છું.

એટલું જ નહીં એક્ટરે કેપ્સનમાં લખ્યું છે કે હા નમ્બર્સ, અક્ષર, શબ્દ મને કન્ફ્યુઝ કરી દે છે, મને તારીખ, નામ, એ તરીખોના નામ સાથે સંબંધ જેવી વસ્તુઓ યાદ રાખવામાં ઘણી તકલીફ પડે છે પણ હું સ્થાન સંબંધિત ક્ષમતામાં અસાધારણ છું. હું અમુક વસ્તુઓમાં સારો છું અને અમુક વસ્તુઓમાં ખરાબ છું અને હું એને સુધારવાની સતત કોશિશ કરું છું.

image source

અભિનવ શુકલાના આ ખુલાસએ ફેન્સને હેરાન કરી દીધા છે. કારણ કે એમના ફેન્સને બિલકુલ પણ અંદાજો નહોતો કે એકટર કોઈપણ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે. જ્યારે બિગ બોસના ઘરમાં એમને એ પણ સ્વીકાર કર્યો હતો કે એ અને પત્ની રુબીના દિલેક અલગ થવાના હતા. તો પણ આટલા દિવસ ઘરે રહેવા છતાં અભિનવે બીમારીનો ખુલાસો નહોતો કર્યો.

Exit mobile version