અમદાવાદમાં યોજાઈ રહ્યો છે પ્લે તમ્બોલાનો એક ભવ્ય ઇવેન્ટ, વાંચો આ લેખ અને જાણો…

મિત્રો, પ્લે ટમ્બોલા નામથી લગભગ મોટાભાગના લોકો વાકેફ જ હશે. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લોકો ઓનલાઈન ભેગા થઈને ગેમ રમે છે અને પોતાની ટાઈમ પસાર કરે છે. આ પ્લેટફોર્મની ગેમ્સ ખુબ જ રોમાંચક હોય છે અને તે લોકોને સારું એવું મનોરંજન પણ પૂરું પાડતી હોય છે ત્યારે હાલ આવનાર સમયમા પ્લે ટમ્બોલા અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે.

હાલ, ઓગષ્ટ મહિનાની આઠમી તારીખે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા વાય.એમ.સી.એ. ક્લબમા પ્લે ટમ્બોલા દ્વારા એક સુંદર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમ એ વર્ષ ૨૦૨૧નો સૌથી શ્રેષ્ઠ કાર્યક્રમ હશે.

આ કાર્યક્રમ તમારી ૮ ઓગષ્ટને એકદમ યાદગાર બનાવી દેશે. આ કાર્યક્રમની શોભા વધારવા માટે મિસ ઇન્ડીયા ઇન્ટરકોન્ટીનેન્ટલ સુમન છેલાણી અને ધ ટોકમાસ્ટર અથવા તો મિસ્ટર એન્ટરટેઈનર તરીકે ઓળખાતા એ.કે. રેહમાન પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ટમ્બોલા દ્વારા બ્રેઈન ટીકલિંગ ક્વીઝ, ફેશન શો વગેરે જેવી અનેકવિધ પ્રકારની જુદી-જુદી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આ રમતો જીતનાર માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. તો રાહ ના જુઓ અને તમે પણ આ ભવ્ય કાર્યક્રમમા હાજરી આપીને તમારી સાંજને યાદગાર બનાવો.

આ ઉપરાંત અહીની રમતોમાં ભાગ લઈને અને જીતીને તમે સમાજમાં તમારી એક વિશેષ ઓળખ પણ ઉભી કરી શકો છો. મુખ્યત્વે આ કાર્યક્રમ અમદાવાદમા યોજાતો હોવાથી ત્યાના રહેવાસીઓને આ કાર્યક્રમમાં પધારવા માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. રાહ ના જુઓ અને આ કાર્યક્રમ માટે જલ્દી જ તમે પણ તમારી જગ્યા બૂક કરો કારણકે, આ કાર્યક્રમ લીમીટેડ માણસોની મર્યાદા સાથે આયોજિત કરવામાં આવશે.

જો તમે આ કાર્યક્રમમાં તમારો કોઈ સ્ટોલ બૂક કરાવવા ઈચ્છતા હોવ તો તેના માટે તમે અહી આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. સોફિયા ખેરીચા – +૯૧ ૯૮ ૨૫૭૨૩૨૦૫.રજિસ્ટ્રેશન બુકિંગ માટે સંપર્ક કરોઃ 919228866778. તો હવે તૈયાર થઇ જાવ અને આજે જ આ કાર્યક્રમની વિશેષ તકનો લાભ લઈને તમે પણ સમાજમા તમારી એક વિશેષ ઓળખ ઉભી કરો, ધન્યવાદ!