Site icon News Gujarat

પ્રેમમાં સર્વસ્વ લુંટાવી દેતી યુવતીઓ માટે આંખ ઉઘાડતી ઘટના

સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમની લાગણી સાથે કેટલાક લોકો તેમના શરીર સાથે પણ રમત આચરે છે. પરંતુ જ્યારે આવી ઘટનામાં પાપ છાપરે ચઢી પોકારે છે ત્યારે સગીરાના જીવનમાં મોટી ઊથલપાથલ થઈ જાય છે. તે પોતાના વિશ્વાસ, પ્રેમ સહિત સર્વસ્વ ગુમાવી ચુકી હોય છે અને તેને પસ્તાવો કરવો પડે છે. આવી જ એક ઘટના તાજેતરમાં અમદાવાદમાંથી સામે આવી છે. અહીં એક સગીરા ગર્ભવતી થતા જ્યારે તેનું પેટ દેખાવા લાગ્યું ત્યારે તેના માતાપિતાને ખબર પડી કે તેમની દીકરી સાથે ન બનવાની ઘટના બની ગઈ છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી અને લગ્નના સપના બતાવી તેની નજીક આવ્યો. જ્યારે યુવતીએ તેના પર વિશ્વસ કરી તેનું બધું લુંટાવી દીધું ત્યારે તેને બદલામાં દગો મળ્યો. યુવતી સાથે વારંવાર સંબંધ બાંધવાથી યુવતી ગર્ભવતી થઈ. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે 17 વર્ષની સગીરાનું પેટ બહાર દેખાવા લાગ્યું. આ વાતની જાણ થતાં માતાપિતાના પગ નીચેથી તો જમીન સરકી ગઈ પરંતુ આ વાતની જાણ સગીરાના માતાપિતાએ યુવક અને તેના માતાપિતાને કહી અને હોસ્પિટલ સાથે આવી ખર્ચ આપવા કહ્યું ત્યારે યુવક અને તેના પરિવારે માનવતાની તમામ હદ પાર કરી ગર્ભવતી સગીરા સહિત તેના માતાપિતાને પણ માર માર્યો. આ ઘટના બાદ યુવકનું સત્ય જાણી ચુકેલી સગીરાએ યુવક વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી.

કેવી રીતે સગીરાને યુવકે ફસાવી પ્રેમજાળમાં ?

image source

ઈસનપુરની 17 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. સગીરાના નાનાના ઘર નજીક રહેતા યુવાન સાથે તે સંપર્કમાં આવી અને થોડા સમયમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. યુવકે સગીરાને લગ્નનું વચન આપી વિશ્વાસ કેળવ્યો. આ રીતે બંને વચ્ચે મુલાકાતો શરુ થઈ પરંતુ તે દરમિયાન સગીરાનો પરીવાર તેની મોટી બહેનની સગાઈ માટે બહાર ગામ ગયા ત્યારે સગીરા ઘરમાં એકલી હતી.

image source

તે દરિયાન યુવક આવ્યો અને તેને વાત કરવાના બહાને મિત્રને ત્યાં લઈ ગયો. ત્યાં પ્રેમભરી વાતો કરી, લગ્ન કરવાની લાલચ આપી તેણે સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઘટના બાદ સગીરાએ પણ બદનામીના ડરે મૌન સેવી લીધું અને પછી દિવસો જવા લાગ્યા. પરંતુ થોડા મહિના બાદ જ્યારે તેનું પેટ બહાર આવ્યું ત્યારે આ ઘટના સામે આવી. સગીરાએ પાંચેક માસથી વધુનો ગર્ભ હોય અને યુવકને લગ્ન કરી લેવા કહ્યું તો તેણે ઈન્કાર કરી દીધો.

image source

આ મામલે જ્યારે યુવકના માતાપિતાને જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ દીકરાને સાથ આપ્યો અને મારામારી કરી કહી દીધું કે તેના દિકરાએ બળાત્કાર ગુજાર્યો નથી. આ વાતથી દુખી થઈ સગીરાએ કપડા ધોવાનું બ્લીચિંગ પી લીધું હતું. સગીરાને માતાપિતાએ હોસ્પિટલ ખસેડી હતી.

Exit mobile version