ટોક્યો ઓલમ્પિક્સઃ મેકડોનાલ્ડમાં બર્ક્સ કરી ચુકી છે વેટર તરીકે કામ, આજે દેશનું નામ કરી રહી છે રોશન

અમેરિકાની ઓલંપિક લોન્ગ જંપર ક્યૂનેશા બર્ક્સે મેકડોનાલ્ડમાં વેટર તરીકેની નોકરીથી ઓલંપિક સુધીની શાનદાર સફર ખેડી છે. બર્ક્સ 10 વર્ષ પહેલા સુધી મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટમાં વેટર તરીકે કામ કરતી હતી. પરંતુ આજે તે ઓલંપિક ગેમ્સમાં અમેરિકા તરફથી મેડલની દાવેદાર બની છે.

image source

બર્કસ જ્યારે 16 વર્ષની હતી ત્યારે તે પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે મેકડોનલ્ડસમાં કામ કરવા લાગી હતી. બર્ક્સ તેની નાની બહેનોની જવાબદારી પણ નાની ઉંમરથી સંભાળી રહી હતી. જો કે બર્ક્સ એ પણ જાણતી હતી કે મેકડોનાલ્ડ્સ તેના માટે કોઈ સીરિયસ કારર્કિદી નથી. તે આગળ વધવા માટે પોતાના ધ્યેય તે સમયે જ નક્કી કરી ચુકી હતી.

image source

થોડા સમયમાં બર્ક્સના માતાપિતા અલગ થઈ ગયા હતા અને તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. પારિવારિક જીવનમાં ઊથલપાથલ વચ્ચે બર્કસ તેની આવકમાંથી ઘરના બીલ ભરતી, પોતાની નાની બહેનોને અભ્યાસ માટે લઈ જતી અને ઘરના કામ પણ કરતી. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેણે બાસ્કેટ બોલ ગેમ્સમાં રસ દાખવ્યો અને પ્રેકટિસ કરતી.

image source

મિડિલ સ્કૂલ દરમિયાન બર્ક્સે દોડવાનું શરુ કર્યું હતું જેથી તે પોતાની બાસ્કેટબોલ ગેમ્સને સારી કરી શકે. જો કે બાસ્કેટબોલની ઘણી સ્ટેટ લેવલ પ્રતિયોગીતા રમ્યા બાદ તેણે તેના કોચને કહ્યું હતું કે તેની સ્પીડ સારી હોવાથી તે રનિંગમાં કારર્કિદી બનાવવા ઈચ્છે છે.

બર્ક્સે પહેલા તેના પર ક્યારેય ધ્યાન આપ્યું ન હતું પરંતુ જ્યારે તેમાં ધ્યાન આપ્યું તો તેને રસ વધ્યો. બર્ક્સ ખાસ કરીને લોન્ગ જંપમાં ખાસ રસ ધરાવતી હતી. જો કે બર્ક્સને શરુઆતમાં તેના વિશે વધારે જાણકારી ન હતી. પરંતુ તેણે એટલી મહેનત કરી કે આજે તે ઓલંપિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

image source

બર્ક્સને શરુઆતમાં લોંગ જંપ દરમિયાન રેતીમાં કુદવું વિચિત્ર લાગતું હતું. તેને લાગતું હતું કે આ રમત કારણ વિના કપડા ખરાબ કરવાની છે. જો કે આ ગેમ વિશે જાણ્યા બાદ તેનો રસ વધ્યો અને હાઈ સ્કૂલ દરમિયાન તેણે 13 ફૂટનો જંપ માર્યો હતો અને તે સરેરાશથી માત્ર 3 ઈંચ દૂર રહી હતી. તેના થોડા જ મહિના બાદ તે 20 ફૂટનો જંપ કરવા લાગી હતી.

image source

વર્ષ 2019માં યૂએસ આઉટડોર ટ્રેક એંડ ફીલ્ડ ચેંપિયનશિપ પહેલા તેના દાદાનું અવસાન થયું હતું અને તે તેમની ખૂબ નજીક હતી. તેમના અવસાનથી તે ખુબ આહત હતી અને તે સ્પર્ધામાં ભાગ પણ લેવા ઈચ્છતિ ન હતી. પરંતુ પરિવારે તેને માનસિક રીતે મજબૂત બનાવી અને તેણે સ્પર્ધામાં ભાગ લીધો.