રૂપાલ ગામમાં કોરોના કાળની બ્રેક બાદ નીકળી પલ્લી યાત્રા

દર વર્ષે ગાંધીનગર ખાતે આવેલા પ્રસિદ્ધ રૂપાલ ગામમાં નવરાત્રિના છેલ્લા દિવસે વરદાયિની માતાની પલ્લી નીકળતી હોય છે. આ પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. જોકે બે વર્ષથી કોરોના વાયરસ ના સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા પલ્લી મહોત્સવ ની પરવાનગી આપવામાં આવી ન હતી. પરંતુ આ વર્ષે કોરોના ના કેસ ઓછા થવાથી રાજ્ય સરકાર દ્વારા યાત્રાને પણ વિના રોકટોક કરવા દેવામાં આવી છે.

image source

કોરોના વાયરસની બ્રેક બાદ આ વર્ષે ફરી એક વાર વર્ષો જૂની પરંપરા અનુસાર ગ્રામજનોની હાજરીમાં વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પલ્લી યાત્રા બાદ ગામમાં ઘીની નદીઓ વહેવા લાગી હતી. કોરોના ના કારણે બે વર્ષથી ગ્રામજનો પલ્લી યાત્રા કાઢી શક્યા ન હતા જેના કારણે લોકો નિરાશ પણ થયા હતા. પરંતુ આ વર્ષે ગામ યાત્રા નીકળતા આનંદનો માહોલ છવાયો હતો.

image source

જણાવી દઈએ કે પલ્લી યાત્રા વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગઈકાલે નવરાત્રિના અંતિમ દિવસે રાત્રે બાર વાગ્યે રૂપાલ ખાતે પણ નીકળી હતી. જો કે આ વખતે ગામથી બહારની કોઈ વ્યક્તિને યાત્રામાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. ગામલોકો એ જ કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે યાત્રા કાઢવાની પરંપરા જાળવી હતી. દર વર્ષે રૂપાલ ખાતે ખીજડાના ઝાડ માંથી પલ્લી તૈયાર કરવામાં આવે છે આ વર્ષે પણ આવી રીતે જ પલ્લી તૈયાર કરાઈ હતી.

image source

જોકે આ વખતે રૂપાલ ગામ ની બહાર ના ભક્તો ને વાલી માં હાજરી આપવાનું શક્ય બન્યું ન હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રે બાર વાગ્યે રૂપાલ ખાતે પલ્લી નીકળી હતી. પલ્લીમાં ફક્ત ગ્રામજનોની હાજરી હોવા છતાં આ વખતે પણ હજારો લીટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ફરી એકવાર રૂપાલ ગામની ગલીઓમાં નદીઓ વહેતી થઇ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

image source

ખાસ વાત એ છે કે આ ઘી ફક્ત વાલ્મિકી સમાજ ના લોકોજ એકત્ર કરી શકે છે. હોળીની ઉજવણી ની શરૂઆતની વાત કરી હતું ઉનાવા ખાતે અગ્નિકુંડમાં ભુવાજી કૂદ્યા હતા ત્યારબાદ થી પલ્લીની શરૂઆત થઇ હતી. આજે પણ આ પરંપરાને રૂપાલ ગામમાં જાળવી રાખવામાં આવી છે.