જો ઉડતા વિમાનમાં જન્મે બાળક, તો જાણો ક્યાંની મળશે નાગરિકતા

જો કોઈ બાળકનો જન્મ આકાશમાં ઉડતા ઇન્ટરનેશનલ વિમાનમાં થાય તો તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા ક્યાં હશે? આ પ્રશ્નો દરેકના મનમાં આવતા જ હશે. સૌ પ્રથમ, એ જાણી લો કે ભારતમાં 7 મહિના કે તેથી વધુની સગર્ભા સ્ત્રી માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ છે, જો કે તે અમુક ખાસ સંજોગોમાં હવાઈ મુસાફરી કરી શકે છે.

image source

હવે જો આવી સ્થિતિમાં ભારતથી બ્રિટન જતા વિમાનમાં કોઈ મહિલા બાળકને જન્મ આપે છે તો હવે સવાલ એ છે કે તે બાળકનું જન્મસ્થળ અને નાગરિકતા ક્યાંની હશે? આવા કિસ્સામાં, એ જોવાનું રહેશે કે બાળકનો જન્મ થયો ત્યારે વિમાન કયા દેશની સીમામાં ઉડી રહ્યું હતું. જે દેશમાં એરક્રાફ્ટ લેન્ડ થાય છે તે દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી જન્મના પુરાવા સંબંધિત ડોક્યુમેન્ટ મેળવી શકાય છે. આ સિવાય, બાળકને તેના માતાપિતાની રાષ્ટ્રીયતા મેળવવાનો પણ અધિકાર છે.

image source

ઉદાહરણ તરીકે, જો બાંગ્લાદેશથી અમેરિકા જતી ફ્લાઈટ ભારતીય સરહદમાંથી પસાર થઈ હોય અને તે જ વિમાનમાં કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તો બાળકનું જન્મસ્થળ ભારત ગણાશે અને તેને અહીંની નાગરિકતા મળી શકશે. તે તેના માતાપિતાની રાષ્ટ્રીયતા અને ભારતની નાગરિકતા બંને મેળવી શકે છે. પરંતુ ભારતમાં બે દેશોની નાગરિકતા પર પ્રતિબંધ છે.

આવો કિસ્સો સામે આવ્યો છે

image source

અમેરિકામાં અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો છે. એક પ્લેન નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમથી અમેરિકા જઈ રહ્યું હતું અને આ દરમિયાન એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. તે સમયે વિમાન એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડતું હતું. પ્લેનના લેન્ડિંગ બાદ માતા અને બાળકને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહિલાએ યુએસ બોર્ડરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો

image source

જેના કારણે બાળકીને નેધરલેન્ડ અને અમેરિકા બંનેની નાગરિકતા મળી હતી. બાદમાં બાળક પોતાના દેશમાં આવી સ્થાનિક હોસ્પિટલમાં જન્મનું પ્રમાણ પત્ર મેળવી શકે છે.પરંતુ પ્લેનમાં ડિલવરી અંગે મોટી સમસ્યા છે.કેમ કે વિમાનમાં બાળકનો જન્મ ચાર્ટ કેવી રીતે બનાવવો. હવામાં ઉડતી ફ્લાઇટની અંદર બાળકોના સફળતા પૂર્વક જન્મ અંગે અનેક પ્રશ્ન ઉભા થાય છે.ખાસ કરીને ક્યાં દેશમાં બાળકનું જન્મ થયું તે નક્કી કરવામાં ઘણી મુંઝવણ ઉભી થાય છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ઉડતા વિમાનમાં જન્મેલા બાળકોની નાગરિકતા અંગે તમામ દેશોમાં નિયમો અલગ-અલગ છે.