ફ્લાઇટમાં દિલ્હીથી મુંબઈ જતી અભિનેત્રી સાથે છેડતી, ગાઝિયાબાદના ઉદ્યોગપતિની ધરપકડ

આજે આપણા દેશમાં ઘણી છોકરીઓ, સ્ત્રીઓ કે મહિલાઓ સુરક્ષિત નથી. જ્યાં ઘણા લોકો મહિલાઓની સુરક્ષા અંગે ખુબ વાતો કરે છે, તે સમયે જ એવું દ્રશ્ય સામે આવે છે કે આપણને જાણ થાય છે કે હજુ મહિલાઓને ઘણી સુરક્ષાની જરૂર છે. અત્યારે ઘણી મહિલા રાત્રે કોઈ કારણોસર બહાર એકલા જતા ડરે છે કારણ કે મહિલાના મનમાં એવી શંકા થાય છે કે ક્યાંક મારી સાથે કઈ ખરાબ ન થાય. ઘણી જગ્યાઓ પર મહિલાઓ ડરના કારણ ઘરમાં કેદ થઈને રહે છે અને બેશરમો પોતાનો શિકાર ગોતવા બહાર કોઈ ચિંતા વગર જ ફરતા હોય છે. આવું જ એક બેશરમીનું કામ એક છોકરાએ પ્લેનમાં કર્યું. પ્લેનમાં તો ઘણા લોકો હોય છે, છતાં આ છોકરાએ ખોટું કામ કોઈપણ ચિંતા કે શરમ વગર કર્યું. મળતી માહિતી મુજબ, જ્યારે અભિનેત્રી દિલ્હીથી મુંબઈ જઈ હતી, ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક ફ્લાઈટ ઉતરતી વખતે એક વ્યક્તિએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. અભિનેત્રીએ તરત જ કેબિન ક્રૂને ફરિયાદ કરી.

image source

દિલ્હીથી મુંબઈ જતી એક અભિનેત્રીની છેડતી મામલે ગાઝિયાબાદના એક ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે ફ્લાઇટ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ, જલદી તે પોતાની બેગ લેવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા માટે ઉભી થઇ ત્યારે તેને લાગ્યું કે કોઇએ તેની સાથે ગેરવર્તન કર્યું છે. અભિનેત્રીની ફરિયાદના આધારે ઉદ્યોગપતિ વિરુદ્ધ સહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, જ્યારે અભિનેત્રી દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરતી વખતે એક વ્યક્તિએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રીએ તરત જ કેબિન ક્રૂને ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું કે અભિનેત્રીએ સ્થળ પર જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આરોપીએ માફી પણ માંગી હતી.

image source

આ પછી, ફ્લાઇટ ક્રૂએ સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી હતી, જ્યાં હવે પોલીસે કેસ નોંધ્યા બાદ કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

image source

પોલીસે જણાવ્યું કે આરોપીએ ક્રૂ મેમ્બરને પોતાના વિશે ખોટી માહિતી આપી હતી. તેણે કહ્યું કે તેનું નામ રાજીવ છે જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે તેનું અસલી નામ નીતિન છે. આ સંદર્ભે આરોપીની તસવીર અભિનેત્રીને બતાવીને તેની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે હવે વેપારીની ગાઝિયાબાદથી ધરપકડ કરી છે અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.