કયા દેશોમાં છે પેટ્રોલ ખૂબ જ સસ્તું, એક દેશમાં તો એક લિટરની કિંમત ફક્ત 1.49 રૂપિયા

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની ગઈ છે. આ વધતા ભાવથી દરેકે દરેક વ્યક્તિ પરેશાન છે. દેશના ઘણા બધા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ છે. પરંતુ ભારતના પડોશી દેશોમાં આ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમત ભારત કરતા ઘણી ઓછી છે. આજે અમે તમને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાના પેટ્રોલના ભાવ જણાવવા જઈ રહ્યા છીએ. આ કિંમતો સાંભળીને તમને આશ્ચર્ય થશે.

પાકિસ્તાનમાં લગભગ અડધા ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ

image source

હાલમાં, ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ભારત કરતા લગભગ અડધી છે. ભારતમાં હાલમાં પેટ્રોલની સરેરાશ કિંમત 103 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે પાકિસ્તાનમાં હાલમાં પેટ્રોલનો દર 55.61 રૂપિયા પ્રતિ લીટર છે.

આ દેશોમાં પણ ઓછી છે પેટ્રોલની કિંમત

ભારતના અન્ય પડોશી દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી જ ઓછી છે. શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 68.62 રૂપિયા પ્રતિ લીટર છે. ભૂતાન જેવા ગરીબ દેશમાં પણ પેટ્રોલની કિંમત 77 રૂપિયા પ્રતિ લીટર છે. નેપાળમાં પેટ્રોલ 81.51 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આ કારણે નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વાહનોમાં તેલ ભરીને નેપાળ તરફ જઈ રહ્યા છે

આ દેશોમાં પેટ્રોલ સૌથી સસ્તું છે

image source

વિશ્વના ઘણા બધા દેશોમાં પેટ્રોલ ખૂબ જ સસ્તું છે. અમે તમને વિશ્વના ટોચના 10 દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પેટ્રોલ સૌથી સસ્તું છે. આ દર 4 ઓક્ટોબરના રોજના છે. આ દેશોમાં પેટ્રોલની કિંમત જાણીને તમેં આશ્ચર્યચકિત થઈ જશો

દેશ. – પેટ્રોલ (રૂ./લિટર)

વેનેઝુએલા – 1.49

ઈરાન – 4.46

અંગોલા. – 17.20

અલ્જેરિયા – 25.04

કુવૈત. – 25.97

નાઇજીરીયા – 29.93

કઝાકિસ્તાન – 34.20

ઇથિયોપિયા – 34.70

મલેશિયા – 36.62

આ કારણે થાય છે પેટ્રોલના ભાવમાં વધારો

image source

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના બે કારણો જવાબદાર છે – પ્રથમ ક્રૂડ ઓઇલની કિંમત અને બીજું તેના પર લાગતો ટેક્સ. પેટ્રોલ અને ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી અને વિવિધ રાજ્યના ટેક્સ લગાવવામાં આવે છે, જેના કારણે તેની કિંમત વધે છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ અને એક્સાઇઝ ડ્યુટી સહિત 60 ટકાથી વધુ ટેક્સ લગાવવામાં આવે છે.