આ સેલિબ્રિટીઝ કરી શકે છે 2021માં લગ્ન કાં તો બની શકે છે માતા પિતા

બૉલીવુડ એકટર આયુષમાન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના જલ્દી જ પિતા બનવાના છે. રેડિયો જોકીથી એક્ટિંગ અને હોસ્ટિંગમાં કરિયર બનાવનાર અપારશક્તિએ ઇન્સ્ટાગ્રામ પર પત્ની આકૃતિનો બેબી બમ્પનો ફોટો શેર કરતા જણાવ્યું કે લગ્નના 7 વર્ષ પછી બન્ને માતા પિતા બનવાના છે. અપારશક્તિએ આમિર ખાનની ફિલ્મ દંગલ સિવાય ડાર્ક કોમેડી ફિલ્મ સ્ત્રીમાં જબરદસ્ત એક્ટિંગ કરીને ઘણું નામ કમાયું હતું. જેનાથી બોલીવુડમાં એકટર તરીકે એમની ઓળખ બની છે. જો કે એમની ઓળખ આયુસમાન ખુરાનાના ભાઇ તરીકે પણ થાય છે.

image source

40 વર્ષની ઉંમરમાં માતા બનશે કિશ્વર મર્ચન્ટ.

image source

ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ પહેલીવાર માતા બનવા જઈ રહી છે. કિશ્વર ઓગસ્ટ મહિનાના અંતમાં પોતાના પહેલા બાળકને જન્મ આપી શકે છે. કિશ્વર અને પતિ સુયશ રાય ટીવી રિયાલિટી શોમાં એકસાથે દેખાયા હતા. કિશ્વરે પોતાની પ્રેગ્નનસીની ખબર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.ઇન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક ફોટો શેર કરતા કિશ્વરે એમના ફેન્સને જણાવ્યું કે બહુ જલ્દી બન્ને માતા પિતા બનવાના છે. ફોટામાં સુયશ સમુદ્રના બીચ પર પોતાના ઘૂંટણ પર બેસીને કિશ્વરનો હાથ પકડીને બેઠા છે અને બાજુમાં લખ્યું છે ઓગસ્ટ 2021.

ફ્રીડા પિન્ટો પહેલીવાર બનશે માતા.

image source

સલ્મડોગ મિલેનિયર એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો 2021ના અંત સુધી માતા બનવા જઈ રહી છે. ફ્રીડોએ પોતાની પ્રેગ્નનસીની ખબરને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ફ્રીડોએ મંગેતર કોરી ટ્રેન સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાનો ફોટો શેર કર્યો છે. ફ્રીડોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે બેબી ટ્રેન આવવાની છે. ફ્રીડોએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. ફ્રીડો પિન્ટો, ડેની બોયાલ નિર્દેશિત ફિલ્મ સલ્મડોગ મિલેનિયરથી ખૂબ જ ચર્ચામાં આવી હતી. ફિલ્મ કુલ 8 ઓસ્કર જીતવામાં સફળ થઈ હતી.’

બીજીવાર માતા બનશે નેહા ધુપિયા.

image source

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા 2021ના અંતમાં બીજીવાર માતા બનવા જઈ રહી છે. નેહાએ હાલમાં જ પોતાની બીજી પ્રેગ્નનસીની ઘોષણા કરી છે. ઇન્સ્ટાગ્રામ પર નેહાએ પતિ અંગદ બેદી અને દીકરી મેહરનો ફોટો શેર કરતા આ ગુડન્યુઝ એમના ફેન્સને આપી હતી. ફોટામાં નેહા પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી હતી. નેહા અને અંગદે વર્ષ 2018માં લગ્ન કર્યા હર અને એમનું પહેલું સંતાન મેહર લગ્નના 6 માસ પછી પેદા થયું હતું.

બીજા લગ્ન કર્યા અને પહેલીવાર માતા બની દિયા.

image source

બોલિવુડ અભિનેત્રી દિયા મિર્જા પણ એવી સેલિબ્રિટી છે જેમને વર્ષ 2021માં જ 14 જુલાઈએ પોતાના દીકરાને જન્મ આપ્યો છે. દિયા મિર્જાએ માર્ચમાં વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા અને એમને પોતાની પ્રેગ્નનસીની ખબર માલદીવમાં હનીમૂન દરમિયાન આપી હતી. દિયા મિર્જાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ફોટામાં પોતાની બેબી બમ્પ ફ્લોન્ટ કરતા લખ્યું હતું કે નસીબદાર છું કે હું માતા બનવા જઈ રહી છું. જો કે પછી દિયાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે દિયા મિર્જા અને વૈભવ રેખી એકબીજા સાથે લગ્નનો પ્લાન કરી રહ્યા હતા ત્યારે દિયા પ્રેગ્નેન્ટ હતી.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા.

image source

ફુકરે ફેમ બૉલીવુડ અભિનેતા પુલકિત સમ્રાટ અને મેરી શાદી મેં જરૂર આના ફેમ એક્ટ્રેસ કૃતિ ખરબંદા ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને વર્ષ 2021ના અંત સુધી બન્ને લગ્ન પણ કરી શકે છે. બન્ને સોશિયલ મીડિયા પર એકબીજાને પ્રેમનો ઈકરાર પણ કરી ચુક્યા છે અને લગ્નને લઈને ખૂબ જ ગંભીર પણ છે. આમ તો આ પુલકિત સમ્રાટના બીજા લગ્ન હશે. એક ઇન્ટરવ્યૂમાં પુલકિત સમ્રાટને લગ્નની તારીખને લઈને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એ હસીને નીકળી ગયા હતા. જો કે માનવામાં આવી રહ્યું છે કે બન્ને ગુપચુપ રીતે લગ્ન કરી શકે છે. આવું ગયા વર્ષે પણ ઘણા સેલિબ્રિટીઝ ગુપચુપ લગ્ન કરી ચુક્યા છે. એમાં રાધિકા આપ્ટેનું નામ સૌથી ઉપર છે.

સુસ્મિતા સેન અને રોહમન શોલ

image source

પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલીવુડ એક્ટ્રેસ સુસ્મિતા સેન છેલ્લા 2 વર્ષથી મુસ્લિમ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે રિલેશનશિપમાં છે અને વર્ષ 2021ના અંતમાં વનને લગ્ન કરી શકે તેવી ખબર છે. બન્ને કપલની રિલેશનશિપની મજબૂતી ત્યારે મળવાનું શરૂ થયું જ્યારે સોશિયલ મીડિયા પર બન્ને એકસાથે દેખાવા લાગ્યા. એટલું જ નહીં ઇન્સ્ટાગ્રામ પર બન્ને એકસાથે લાઈવ આવી ગયા હતા અને એ દરમિયાન એક ફેને એમના લગ્નની તારીખ પૂછી લીધી હતી.એના પર સુસ્મિતાના બોયફ્રેન્ડ રોહમને હસતા હસતા કહ્યું હતું કે અમે પૂછીને જણાવીએ. અહીંયા સુસ્મિતા પણ નહોતી રોકાઈ અને આગળ જોડતા એમને કહ્યું હતું કે અમે પડોસીઓને પૂછીને જણાવીએ. કોઈ નવાઇ નહિ હોય જો આ કપલ વર્ષ 2021માં લગ્ન કરે તો.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ.

image source

બૉલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અભિનેતા અલી ફઝલની પહેલાથી ઘોષિત કરેલા લગ્નન પણ કોરોના મહામારીના કારણે મોકૂફ રહ્યા છે અને હવે બન્ને સેલિબ્રિટી કપલ 2021માં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. પોતાની ધાકડ અને બોલ્ડ અંદાજથી લોકોની લાડકી બનેલી રિચા ચઢ્ઢા વેબ સિરીઝ મિર્જાપુરથી ઝડપથી નામ મેળવેલા અલી ફઝલ સાથે લગ્ન કરશે જેનું રજિસ્ટ્રેશન બન્નેએ ઘણા સમય પહેલા કરાવી લીધું હતું. એટલું જ નહીં બન્ને સેલિબ્રિટી કપલે પોતાના માટે મુંબઈમાં મકાન પણ બુક કરાવી લીધું હતું પણ લોકડાઉનમાં એકવાર એમના લગ્ન મોકૂફ રહ્યા તો પછી ટલ્લે જ ચડી ગયા. હવે માનવામાં આવી રહ્યું છે કે બન્ને વર્ષ 2021ના અંત સુધીમાં લગ્ન બંધનમાં બંધાઈ જશે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર.

image source

સુપરસ્ટાર સલમાન ખાનના મોટા ભાઈ અરબાઝ ખાનને ડિવોર્સ આપ્યા પછી બૉલીવુડ સેલિબ્રિટી મલાઈકા અરોરા 2021ના અંત સુધી એકટર અર્જુન કપૂર સાથે બીજા લગ્ન કરી શકે છે. અર્જુન કપૂર અને મલાઈકા છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે અને બન્નેએ હવે પોતાના રિલેશનશિપને ઘણા અવસર પર ઓફિશિયલ પણ કરી ચુક્યા છે. આલિયા અને રણબીરની જેમ વનને પણ 2020માં લગ્ન કરવાના પ્લાનમાં હતા પણ કોરોનાના કારણે એમની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું. જો કે 2021ના અંત સુધી બન્નેના લગ્ન થવાની શક્યતાઓ છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ.

image source

બોલીવુડની સૌથી હોટ જોડીઓમાં સામેલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખબર ગયા વર્ષથી ચર્ચામાં છે પણ એમના લગ્નની ખબરને કોરોના મહામારી ઘણીવાર બ્રેક લગાવી ચુકી છે. છેલ્લા કેટલાય વર્ષોથી રિલેશનશિપમાં રહી રહેલા બન્ને કપલ હવે નવેમ્બર ડિસેમ્બરમાં ગમે ત્યારે લગ્ન કરી શકે છે.જો કે પહેલા ખબર હતી કે બન્ને જાન્યુઆરી 2022માં લગ્ન કરી શકે છે અને લગ્નનમાં પહેરવા માટે એક ખાસ લહેંગા માટે આલિયા ભટ્ટે એક ડિઝાઈનરને અપ્રોચ પણ કર્યા હતા પણ મહામારીના કારણે લગ્ન અટકી ગયા.