Site icon News Gujarat

પોલીસકર્મીઓને સંબોધતા દિલ્હી પોલીસ કમિશનરે આપ્યા મહત્વના સંકેત, 3 શિફ્ટમાં 24 કલાક કામ કરવા માટે છે તૈયાર

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ 15મી ઓગસ્ટ અને ખેડૂતોના આંદોલનને નામ આપ્યા વિના કહ્યું છે કે આગામી કાર્યક્રમ માટે તૈયાર રહો. જેમ આ પહેલા ફરજ બજાવી છે તેવી જ રીતે આગામી કાર્યક્રમમાં પણ ફરજ બજાવો. આવનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો. આ વિશે વિગતે વાત કરીએ તો હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ તેમના સ્ટાફને પ્રોત્સાહિત કરવા લગભગ એક કલાક સુધી તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે ટૂંક સમયમાં દિલ્હી પોલીસની ત્રણ શિફ્ટમાં કામ શરૂ કરી શકે છે તે વિશે સંકેત પણ આપ્યો હતો.

*પોલીસ 3 શિફ્ટમાં કામ કરશે!

image source

દિલ્હીના 208 પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઓનલાઈન વાતચીત દરમિયાન કમિશનરે કહ્યું હતું કે હું તમારા વેલફેયર માટે કામ કરીશ. પોલીસકર્મીઓની ફરજ 24 કલાક હોય છે. આને ધ્યાનમાં રાખીને હું તમારા વેલફેયર માટે કામ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. પોલીસ કમિશનરે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં તેઓ પોલીસ કર્મચારીઓની ડ્યુટી ત્રણ પાળીમાં કરી શકે છે. પોલીસ કમિશનરની આ વાતો પરથી હવે દિલ્હી પોલીસ સમજી ચૂકી છે આવનાર સમયમાં તેઓ એ 24×7 પોતાની ફરજ માટે તૈયાર રહેવાનું છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કોઈ પણ અડચણ ન આવે તે માટે દિલ્હી પોલીસ તૈયાર હોવાનાં સંકેત આ રીતે મળી ચૂક્યાં છે.

image source

દિલ્હી સીપીએ આગળ કહ્યું છે કે દર શુક્રવારે પોલીસ સ્ટાફ માટે એક ઓપન હાઉસ હશે જેમાં દિલ્હી પોલીસનો કોઈ પણ રેન્કનો સ્ટાફ મારી પાસે આવીને વાત કરી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ સ્ટાફ કોઈ તાકીદની વાત કરવા માંગતો હોય તો તે ગમે ત્યારે મને મળવા આવી શકો છો. આ સાથે ગુનેગાર જે પણ હોય, જેવો તે હોય, તેની સામે કાર્યવાહી કરો, તેના પ્રભાવને ન જશો. સટ્ટા, ડ્રગની હેરફેર જેવા ગુનાઓને રોકવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. પોલીસ કર્મચારીઓની બદલીઓ યોગ્યતાના આધારે કરવામાં આવશે. જો કોઈને આમાં સમસ્યા હોય તો તે મને જણાવી શકે છે.

*મેરિટના આધારે ટ્રાન્સફર-પોસ્ટિંગ:

image source

આ સિવાય સીપીએ પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા અને કામગીરીમાં સતત સુધારો કરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે પોલીસકર્મીઓની બદલી અને પોસ્ટિંગ યોગ્યતાના આધારે કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો કોઈને ટ્રાન્સફર-પોસ્ટિંગમાં કોઈ સમસ્યા હોય તો તેઓ મને મળી શકે છે અને મારી સાથે વાત કરી શકે છે.

image source

સીપીએ વધારે વાત કરતાં જણાવ્યુ હતું કે જો કોઈ ખોટી ભૂલ થાય તો તેને માફ કરવામાં આવશે નહીં. જો બોનાફાઇડ ભૂલ થશે તો હું બેઠો છું. પોલીસ કમિશનરે વરિષ્ઠ અધિકારીઓને કહ્યું કે જો કોઈ પોલીસકર્મી ભૂલ કરે તો તેને સજા કરવાને બદલે તેને સુધારવાનો પ્રયાસ કરો.

Exit mobile version