બર્મ્યુડા ટ્રાઇએંગલ વિશે તો જાણતા હશો, હવે જાણો રહસ્યમયી એમ ટ્રાઈએંગલ વિશે

આટાપાટાથી વીંટાયેલી છે એટલે કે તે જગ્યાની મૂળ હકીકત કરતા તેના વિશેની વાયકાઓ અને માન્યતાઓ વધુ પ્રસિદ્ધ હોય છે. આવી જગ્યાઓના રહસ્યો આધુનિક વિજ્ઞાન માટે પણ એક પડકાર સમાન છે. ત્યારે આજના આ જાણવા જેવું વિષય અંતર્ગતના આર્ટિકલમાં અમે આપને આવી જ એક રહસ્યમયી જગ્યા વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.

image source

અહીં આ આર્ટિકલ વાંચનારા ઘણા ખરા વાંચકોએ બર્મ્યુડા ટ્રાઈએંગલ વિશે તો સાંભળ્યું જ હશે. જ્યાં રહસ્યમયી રીતે સમુદ્રી જહાજો અને વિમાનો ગુમ થઈ જવાની ઘટનાઓ પ્રસિદ્ધ છે. અને આ રહસ્યને આજદિન સુધી કોઈ હલ નથી કરી શક્યું. આ પ્રકારની અન્ય એક જગ્યા રશિયા દેશમાં આવેલી છે. જો કે આ જગ્યાની કહાની બર્મ્યુડા ટ્રાઈએંગલ કરતા થોડીક અલગ છે. હા, તેનું નામ થોડું ઘણું બર્મ્યુડા ટ્રાઈએંગલ સાથે ભળતું આવે છે. આ જગ્યાનું નામ છે ” એમ ટ્રાઈએંગલ ” અને તે આ નામથી જ ઓળખાય છે. આ જગ્યા શા કારણે પ્રસિદ્ધ છે તે પણ અમે તમને જણાવીશું પણ તે પહેલાં એ જાણી લઈએ કે આ.રહસ્યમયી જગ્યા અસલમાં ક્યાં સ્થિત છે ?

image source

એમ ટ્રાઈએંગલ રશિયાના પર્મ શહેરમાં આવેલી છે. રશિયાની રાજધાની મોસ્કોથી અંદાજે 600 માઈલ પુર્વની તરફ ઉરાલ પર્વતો પાસે ” મોલ્યોબ્કા ” નામનું એક ગામ આવેલું છે. અસલમાં એમ ટ્રાઈએંગલનો અર્થ મોલ્યોબ્કા ટ્રાઈએંગલ છે. આ જગ્યા રશિયાની સૌથી રહસ્યમયી જગ્યાઓ પૈકી એક છે. એક સમય એવો હતો કે આ જગ્યા અહીંના સ્થાનિક માનસી લોકો માટે પવિત્ર માનવામાં આવતી હતી અને હવે આ જગ્યા રહસ્યમયી બની ચુકી છે.

image source

એમ ટ્રાઈએંગલ જગ્યા વિશે એવું મનાય છે કે જો કોઈ માણસ અહીં થોડા દિવસો સુધી રહે તો તે બુદ્ધિશાળી બની જાય છે. અહીં આવ્યા બાદ એ અનુભવ થાય છે કે અહીં જરૂર કોઈક ચમત્કારિક શક્તિ છે. એવું પણ કહેવાય છે કે અહીં આવનારા જો ગંભીર રૂપે બીમાર હોય તો તે અહીં આવીને પોતાની બીમારી ઠીક કરીને જાય છે.

image source

એમ ટ્રાઈએંગલ વિશે વિશ્વને સૌથી વધુ આશ્ચર્ય પમાડતી કોઈ બાબત હોય તો તે એ છે કે અહીં ઘણી કંપનીઓના મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ છે તેમ છતાં આ જગ્યા પર ફોન કામ કરવાનું બંધ કરી દે છે. જો કે અહીં એક રહસ્યમયી ” માટીનો ટીલો ” પણ છે જેના પર ચઢી જઈને તમે વિશ્વના કોઈપણ ખૂણે ફોન લગાવો તો ફોન લાગી જાય છે. અને જ્યારે તમે એ ટીલા પરથી નીચે ઉતરશો તો તરત જ તમારો ફોન કપાઈ જશે. આ રહસ્યમયી ટીલાને ” કોલ બોક્સ ” પણ કહેવામાં આવે છે.