Site icon News Gujarat

અમિતાભ બચ્ચનના નામથી રજીસ્ટર્ડ કાર ચલાવતા પોલીસે પકડ્યા સલમાન ખાનની, પોલીસ પણ પડી ગઈ ચક્કરમાં

બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના નામથી રજીસ્ટર્ડ લગઝરી કાર રોલ્સ રોયને બેંગુલુરું પોલીસે જપ્ત કરી છે. આ કારને સલમાન ખાન નામના વ્યક્તિ ડ્રાઈવ કરી રહ્યા હતા. પહેલા તો પોલીસે નામ જોઈ એને ડમી સમજ્યું પણ તપાસ કર્યા પછી ખબર પડી કે ખરેખર કાર અમિતાભના નામ પર છે. સંયોગથી ચલાવનારનું નામ સલમાન ખાન છે.

image source

બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની લગઝરી કાર રોલ્સ રોયસ કર્ણાટક પરિવહન વિભાગે બેંગુલુરુંમાં જપ્ત કરી છે. આ કારને સલમાન ખાન ચલાવી રહ્યા હતા. આ રસપ્રદ મામલો બેંગુલુરું પોલીસની સામે આવ્યો છે. જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી હકીકત. તો ચાલો જાણી લઈએ આખી બાબત.

એક રિપોર્ટ અનુસાર, બેંગુલુરું પોલીસે વિઠ્ઠલ માલિયા રોડ પર સાંજે ચાર વાગે ઘણી લકઝરી કાર પકડી. એમાંથી એક રોલ્સ રોયસ કાર પણ હતી જે અમિતાભ બચ્ચનના નામ પર છે. આ કારને જે વ્યક્તિ ડ્રાઈવ કરી રહ્યા હતા એ સલમાન ખાન હતા. અસલમાં કાર અમિતાભ બચ્ચનના નામે જ છે. પણ ચલાવનાર વ્યક્તિનું ફક્ત નામ સલમાન ખાન છે એનું અભિનેતા સલમાન સાથે કોઈ કનેક્શન નથી.

image source

અમિતાભ બચ્ચનના નામ પર કાર હોવાથી પહેલા તો પોલીસે એને ડમી સમજી. રિપોર્ટ અનુસાર તપાસ કરતા ખબર પડી કે આ લકઝરી કાર અમિતાભના નામ પર જ છે. આ કારને વિધુ વિનોદ ચોપરાએ 2007માં ફિલ્મ એકલવ્યના સફળ થતા અમિતાભ બચ્ચનને ગિફ્ટ આપી હતી. કારમાં હાજર માલિકે બાબુએ જણાવ્યું કે આ કાર એમને અમિતાભ પાસે 6 કરોડ રૂપિયામાં ખરીદી હતી. કાર માલિકનું નામ બદલવા માટે એને એપ્લાય પણ કર્યું હતું પણ કોઈ કારણસર નામ ટ્રાન્સફર ન થઈ શક્યું. આ કારને બાબુએ અમિતાભ પાસે વર્ષ 2019માં ખરીદી હતી.

image source

इએ વિશે એક રિપોર્ટમાં બાબુએ જણાવ્યું કે એમને 6 કરોડ રૂપિયા આપીને રોલ્સ રોયસ કાર અમિતાભ પાસે વર્ષ 2019માં પરચેસ કરી હતું. બાબુ પાસે બે રોલ્સ રોયસ કાર છે. એક જૂની અને એક નવી. બાબુના બાળકો અવકાશના દિવસોમાં અમીતાભ બચ્ચન વાળી કાર લઈ જાય છે. જ્યારે અમિતાભના નામે રજીસ્ટર્ડ રોલ્સ રોયસને પકડવામાં આવી ત્યારે બાબુની દીકરી એમાં સફર કરી રહી હતી. કારને સલમાન ખાન નામના વ્યક્તિ ચલાવી રહ્યા હતા. પરિવહન અતિરિક્ત આયુક્ત અનુસાર બધા દસ્તાવેજ ન હોવાને કારણે કારને જપ્ત કરી લેવામાં આવી છે. બાબુએ પોલીસને અમિતાભના હસ્તાક્ષર વાળું એક કાગળ આપ્યું જેમાં કારને બાબુને વેચવાની વાત લખી છે.

image source

પોલીસના કહેવા અનુસાર પકડવામાં આવેલી કારોમાં સાત કાર પોન્ડીચેરીમાં રજીસ્ટર્ડ છે. એમાં રોલ્સ રોયસ સિવાય લેન્ડ રોવર, પોર્શ અને જેગુઆર કાર છે. પકડવામાં આવેલી કારોમાં મોટાભાગની કારનો ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયો હતો અને કેટલકનો રોડ ટેક્સ બાકી હતો.

Exit mobile version