આ 125 cc ની બાઇકોમાં છે દમદાર એન્જીન, જાણો અન્ય ફીચર્સ અને કિંમત

TVS કંપનીએ તાજેતરમાં જ TVS રેડર 125cc બાઇકને Striking Red, Blazing Blue, Wicked Black અને Fiery Yellow કલર વિકલ્પમાં માર્કેટમાં લોન્ચ કરી હતી. આ બાઇકમાં 124.8 cc નું સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે જ3 11.22 hp નો પાવર અને 11.2 nm નો ટોર્ક જનરેટ કરે છે. સ્પોર્ટી ડિઝાઇન વાળા આ બાઇકમાં LED DRL, ડિજિટલ ડિસ્પ્લે અને બ્લુટુથ કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બાઇકની ટોપ સ્પીડ 99 kmph ની છે જે 5.9 સેકન્ડમા 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. બાઈકની ETFI એટલે કે ઇકોથ્રસ્ટ ફ્યુલ ઈન્જેક્શન ટેક્નિક એન્જીન સારી માઇલેજ આપે છે. કંપની 67 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજનો દાવો કરે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 77500 રૂપિયા છે.

બજાજ પલ્સર 125 cc

Bajaj Pulsar 125cc Price and Features
image source

Bajaj Pulsar 125cc માં તેનાં શાનદાર લુક અને સારી સ્પીડ હોવાની સાથે પાવરફુલ ફીચર્સ પણ છે. આ બાઈક બે વેરીએન્ટમાં આવે છે. ફર્સ્ટ વેરીએન્ટ સ્ટાન્ડર્ડ સીટ વાળું છે જ્યારે સેકન્ડ વેરીએન્ટ સ્પ્લિટ સીટમાં આવે છે. સ્ટાન્ડર્ડ વેરીએન્ટની કિંમત 77843 રૂપિયા છે જ્યારે સ્પ્લિટ સીટ વેરીએન્ટની કિંમત 80698 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે. આ બાઇકમાં પણ 124.4 cc નું BS6 એન્જીન મળે છે જે 11.64 bhp નો પાવર અને 10.8 nm નો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ આ બાઈકને 5 સ્પીડ ગિયર બોક્સ સાથે રજૂ કરી છે. સસ્પેન્સનની વાત કરીએ તો બાઈકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં ટ્વીન ગેસ શોક એબ્સોર્બર આપવામાં આવ્યા છે. માઇલેજની વાત કરીએ યો આ બાઈક 54 થી 55 kmpl ની માઇલેજ આપે છે.

Honda shine 125 cc

image source

Shine 125 cc નું નામ હોન્ડાના બેસ્ટ સેલિંગ બાઈકના લિસ્ટમાં શામેલ છે. આ બાઈક બે વેરીએન્ટ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. જેના Shine Drum વેરીએન્ટની કિંમત 81481 રૂપિયા (ઓન રોડ) અને Shine Disc વેરીએન્ટની કિંમત 89715 રૂપિયા છે. 4 કલર વિકલ્પ સાથે બજારમાં આવેલી આ બાઇકમાં 124 cc નું BS6 સિંગલ સિલિન્ડર, ફ્યુલ ઇન્જેકટેડ એન્જીન આપવામાં આવ્યું છે જે 7500 rpm પર 10.8 ps નો પાવર જનરેટ કરે છે. હોન્ડા સાઈન સારા લુક સાથે શાનદાર માઇલેજ પણ આપે છે. કંપનીના દાવા મુજબ હોન્ડા સાઈન 55 kmpl ની એવરેજ આપે છે.

Super Splendor 125 cc

image s ource

એપ્રિલમાં લોન્ચ કરવામાં આવેલી નવી Super Splendor માર્કેટમાં ઉપલબ્ધ કિફાયતી 125 cc વાળી BS6 બાઈક છે. આ બાઇકમાં 124.7 cc નું BS6 એયર કુલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, OHC એન્જીન આપવામાં આવ્યું છે જે 7500 rpm પર 10.73 hp નો પાવર અને 6000 rpm પર 10.6 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક હાઇડ્રોલીક શોક એબ્સોર્બર સસ્પેન્સન અને રિયરમાં 5 સ્ટેપ એડજેસ્ટેબલ હાઇડ્રોલીક શોક એબ્સોર્બર સસ્પેન્સન છે. જ્યારે બ્રેકીંગ સિસ્ટમ મામલે Super Splendor ના ફ્રન્ટમાં 130 mm ડ્રમ બ્રેક અને રિયરમાં 130 mm ડ્રમ બ્રેક છે. કિંમતની વાત કરીએ તો સુપર સ્પ્લેન્ડરની એક્સ શોરૂમ કિંમત ( સેલ્ફ ડ્રમ બ્રેક એલોય વહીલ) 68150 રૂપિયા છે. અને સેલ્ફ સ્ટાર્ટ ડિસ્ક બ્રેક એલોય વહીલની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 71650 રૂપિયા છે. આ બાઈક નેકસન બ્લુ, ગ્લેઝ બ્લેક, કેન્ડી બ્લેઝિંગ, રેડ અને હેવી ગ્રે જેવા 4 કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે.

KTM RC 125 cc

image source

પોપ્યુલર બાઈક કંપની KTM એ 125 cc સેગમેન્ટમાં પણ શાનદાર બાઈક લોન્ચ કરી છે. જેનું નામ KTM RC 125 છે. સ્પોર્ટી લુક અને પાવરફુલ ફિચરથી સજ્જ આ બાઇકની કિંમત 2,04,902 રૂપિયા (ઓન રોડ) છે. KTM RC 125 માં 125 cc નું BS6 એન્જીન આપવામાં આવ્યું છે. જે 14.5 bhp નો પાવર અને 12 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકને 6 સ્પીડ ગિયર બોક્સ સાથે લોન્ચ કરવામાં આવી હતી અને તેના બન્ને વહીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમાં ABS ફીચર પણ છે. અને તેની માઇલેજ 40 kmpl ની છે.