માસુમનો શું વાંક, બાળકોને સાંકળથી બાંધીને કામ પર જતા રહેતા હતા માતા-પિતા, પાડોશીઓને પણ ધમકાવ્યા

બાળકો તોફાની હોય તે સમજી શકાય છે.. પરંતુ તે તોફાનની આવી ક્રૂર સજા મળે તે ક્યારેય કલ્પના સુંધ્ધાં ન કરી શકાય.. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ.. જે બાળકોના તોફાન અને તેમના તોફાનથી કંટાળેલા માતા-પિતાની કરતૂતનો પૂરાવો આપી રહ્યા છે.. વાત છે રાજસ્થાનના જયપુરની.. જ્યાં બે બાળક સાથે માતા-પિતાએ આચરેલી ક્રૂરતાનો એક વીડિયો સામે આવ્યો છે. બાળકોના તોફાનથી માતા-પિતાને એટલો બધો ગુસ્સો આવી ગયો કે તેમને સાંકળ વડે બાંધીને તાળું લગાવી દીધું હતું. એટલું જ નહીં, માતા-પિતાએ બાળકોને ઘરમાં ઊંધાં લટકાવી કામ પર જતાં રહ્યાં હતાં. 6 વર્ષ અને 10 વર્ષનાં માસૂમ આઠ કલાક સુધી પીડાથી બૂમો પાડતાં રહ્યાં હતાં. જ્યારે બાળકોનો અવાજ સાંભળી આજુબાજુના લોકો ઘરમાં જોયું ત્યારે આ ઘટના અંગે ઘટસ્ફોટ થયો હતો.

6 વર્ષ અને 10 વર્ષનાં બાળકોના રડવાનો અવાજ સાંભળી પડોશમાં રહેતા લોકોએ NGOને સૂચના આપી

image source

આ ઘટના જયપુરના મુરલીપુરાની છે. શનિવારે સાંજે પડોશીઓએ બાળકોની દયનીય સ્થિતિને જોઈ NGO અને પોલીસને સૂચના આપી હતી. માતા-પિતા પણ ઘરે આવ્યાં હતાં. અહીં રહેતા લોકો તથા પોલીસે જ્યારે માતા-પિતાની ટીકા કરી તો માતાએ કહ્યું- તોફાન કરશે તો આ રીતે જ માર મારી સજા કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે લોકોને પણ ધમકાવ્યાં અને કહ્યું હતું કે મારાં બાળકો છે, હું જે ઈચ્છું એ કરું. આ બાળકોને ચાઈલ્ડ વેલ્ફેરના કાર્યકર્તાઓએ છોડાવ્યાં. આ ઉપરાંત પોલીસે માતા-પિતાની પણ ધરપકડ કરી લીધી છે.

તાળું લગાવી ચાવી સાથે લઈ ગયેલાં

image source

એક બાળકની ઉંમર 6 વર્ષ છે અને બીજા બાળકની ઉંમર 10 વર્ષ. શનિવારે સાંજે બાળકોને રડતા સાંભળી પડોશમાં રહેતા લોકોએ NGOને સૂચના આપી હતી. NGOની ટીમ મુરલીપુરા પોલીસ સાથે પહોંચી તો સૌને ભારે આશ્ચર્ય થયું હતું. બન્નેની અગાઉ મારઝૂડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પગને લોખંડની સાંકળથી બાંધી દીધા હતા. બન્ને પીડાથી રડી રહ્યાં હતાં. તેમની બૂમ સાંભળવા મળતી હતી. ત્યાં સુધી કે માતા-પિતા તાળું લગાવી ચાવી પોતાની સાથે લઈ ગયાં હતાં. NGOએ બન્નેને સાંકળની બેડીથી મુક્ત કરાવ્યાં.

દરરોજ બાંધીને મજૂરી કરવા જતાં હતાં માતા-પિતા

મુરલીપુરા પોલીસને પડોશમાં રહેતા લોકોએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી મકાનમાંથી બાળકોની બૂમો અને રડવાનો અવાજ આવી રહ્યો હતો. બન્ને બાળકો સાથે મારઝૂડ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમણે રૂમમાં બાંધીને માતા-પિતા જતાં રહ્યાં છે. બન્ને બાળકોનાં માતા-પિતા મજૂરી કરે છે. બન્ને કામ કરવા જતાં રહે છે.

image source

બાળકો થોડાં પણ તોફાન કરતાં તો તેમને ખૂબ જ માર મારવામાં આવે છે. ત્યાર બાદ તેમને લોખંડની સાંકળથી બાંધી દેવામાં આવે છે. બન્નેનાં માતા-પિતા સાંજે કામ પરથી પરત ફરે છે ત્યારે સાંકળ ખોલે છે. બન્ને બાળકો ભૂખ-તરસથી દિવસભર રૂમમાં બાધીને રાખે છે.

માતા-પિતાના ડરથી બાળકો થથરતાં હતાં

image source

આ ઘટના બાદ બન્ને બાળકો ખૂબ જ ડરી જતાં. જ્યારે માતા-પિતા ઘરે પહોંચે તો બાળકો તેને જોઈ ખૂબ જ ડરી જતાં. બન્નેના માથા અને ગર્દનમાં ખૂબ જ દુખાવો થતો હતો. પોલીસ ટીમે માતાને મારઝૂડ અંગે પૂછ્યું તો કહ્યું, તેઓ ખૂબ જ તોફાન કરે છે. ત્યાર બાદ પોલીસે માતા-પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે બન્ને બાળકોની મેડિકલ તપાસ કરાવી છે. તેમના અન્ય સંબંધીઓને પણ બોલાવ્યા છે.